IND vs AUS: ભારતીય બોલરો પ્રેક્ટિસ સેશન દરમિયાન હળવાશની પળોમાં જોવા મળ્યા, એકબીજાની બોલિંગ એકશનની કરી કોપી

|

Nov 26, 2020 | 5:40 PM

27 નવેમ્બરથી શરુ થઈ રહેલી વન ડે સીરીઝના પહેલા ટીમ ઈન્ડિયાએ પોતાની તૈયારીઓને આટોપી લીધી છે. તૈયારીઓ માટે એમ કહી શકાય કે કોઈ પણ પ્રકારની કસર છોડી નથી. લગભગ બે મહિના ચાલનારા ઓસ્ટ્રેલીયા પ્રવાસને લઈને ભારતીય ટીમ વનડે અને ટી-20ની ત્રણ-ત્રણ મેચ, ચાર ટેસ્ટ મેચની સીરીઝ રમનાર છે. પ્રેકટીસના સેશન દરમ્યાન બોલરો લાઈટ મુડમાં જોવા […]

IND vs AUS: ભારતીય બોલરો પ્રેક્ટિસ સેશન દરમિયાન હળવાશની પળોમાં જોવા મળ્યા, એકબીજાની બોલિંગ એકશનની કરી કોપી

Follow us on

27 નવેમ્બરથી શરુ થઈ રહેલી વન ડે સીરીઝના પહેલા ટીમ ઈન્ડિયાએ પોતાની તૈયારીઓને આટોપી લીધી છે. તૈયારીઓ માટે એમ કહી શકાય કે કોઈ પણ પ્રકારની કસર છોડી નથી. લગભગ બે મહિના ચાલનારા ઓસ્ટ્રેલીયા પ્રવાસને લઈને ભારતીય ટીમ વનડે અને ટી-20ની ત્રણ-ત્રણ મેચ, ચાર ટેસ્ટ મેચની સીરીઝ રમનાર છે. પ્રેકટીસના સેશન દરમ્યાન બોલરો લાઈટ મુડમાં જોવા મળ્યા હતા. પૃથ્વી શોએ અનિલ કુંબલે, મુથૈયા મુરલીધરન જેવા બોલરોની એકશનને કોપી કરવાનો પ્રયાસ કર્યો હતો.

https://twitter.com/BCCI/status/1331576433789997056?s=20

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બીસીસીઆઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો મુજબ ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા વચ્ચે પણ એકબીજાની એકશન કોપી કરવાની હરીફાઈ જામી હતી. પહેલા જાડેજાએ બુમરાહની એકશનમાં બોલીંગ કરી હતી તો બુમરાહે જાડેજાની સ્પિન એકશન સાથે બોલીંગ કરી હતી. આ બંને બોલરો ઉપરાંત ઓપનર પૃથ્વી શો પણ કોપી કરવાની આ હળવાશમાં જોડાયો હતો. તેણે તો દિગ્ગજ બોલરોની એકશનની નકલ ઉતારી હતી. જસપ્રિત બુમરાહ, મુથૈયા મુરલીધરન અને અનિલ કુંબલે પણ તેની નકલમાં તાજા થયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.

આ પણ વાંચો: મહેન્દ્રસિંહ ધોનીનો પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે ડાન્સ કરતો વીડિયો CSKએ કર્યો શેર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઓસ્ટ્રેલીયા સામે પાછલા પ્રવાસ દરમ્યાન ભારતીય ટીમે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. વન ડે અને ટેસ્ટ સીરીઝ બંનેમાં જીત હાંસલ કરી હતી. ઝડપી બોલર જસપ્રિત બુમરાહે વર્ષ 2018-19ની સિરીઝમાં બોલથી શાનદાર પ્રદર્શન કરી દેખાડ્યુ હતુ. તેણે ઓસ્ટ્રેલીયાની બેટીંગ લાઈનની કમર જ તોડી નાંખી હતી. જોકે તે સીરીઝ દરમ્યાન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલીયાની ટીમના હિસ્સો નહોતા. આ બંને બેટ્સમેનોના આવવાથી આ વખતનો પ્રવાસ ખુબ રોમાંચક બની રહેવાની આશા સેવાઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article