IND vs AUS: ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઇને જાણો પુરો કાર્યક્રમ, T-20 વન ડે અને ટેસ્ટ મેચોનો કાર્યક્રમ કરાયો જાહેર

|

Jan 16, 2021 | 2:58 PM

ભારતીય ક્રિકેટ લીગ ની 13 મી સિઝનના પુર્ણ થયા બાદ, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે જનારી છે. આ પ્રવાસ દરમ્યાન રમાનારી મેચોને લઇને તારીખો જાહેર કરવામાં આવી છે. ભારતીય ટીમ આ પ્રવાસ દરમ્યાન ટી-20, વનડે અને ટેસ્ટ મેચ આમ ત્રણેય ફોર્મેટમાં મેચ રમનાર છે. જેમાં ભારતીય ટીમ ડે નાઇટ ટેસ્ટ ક્રિકેટ મેચ ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વાર રમશે. […]

IND vs AUS: ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઇને જાણો પુરો કાર્યક્રમ, T-20 વન ડે અને ટેસ્ટ મેચોનો કાર્યક્રમ કરાયો જાહેર

Follow us on

ભારતીય ક્રિકેટ લીગ ની 13 મી સિઝનના પુર્ણ થયા બાદ, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે જનારી છે. આ પ્રવાસ દરમ્યાન રમાનારી મેચોને લઇને તારીખો જાહેર કરવામાં આવી છે. ભારતીય ટીમ આ પ્રવાસ દરમ્યાન ટી-20, વનડે અને ટેસ્ટ મેચ આમ ત્રણેય ફોર્મેટમાં મેચ રમનાર છે. જેમાં ભારતીય ટીમ ડે નાઇટ ટેસ્ટ ક્રિકેટ મેચ ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વાર રમશે.

  

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આગામી સિરીઝના સ્થળ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે, આમ તારીખ અને સ્થળ સાથેનો કાર્યક્રમ સામે આવી ચુક્યો છે. ત્રણ મેચોની સીરીઝની પ્રથમ બે મેચ 27 અને 29 નવેમ્બરે રમાશે, આ માટે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડને પસંદ કરવામા આવ્યુ છે. ત્રીજી મેચ બીજી ડિસેમ્બરે કેનબરામાં રમાડવામાં આવશે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

બંને ટીમો વચ્ચે ટી-20 ફોર્મેટમાં પણ મેચ રમાનારી છે. જે મુજબ ટી-20 સીરીઝ કેનબરા અને સીડનીમાં રમાડવામાં આવશે. પ્રથમ મેચ 4, ડિસેમ્બરે કેનબરામાં રમાશે. જ્યારે સીરીઝની બાકીની બંને મેચ સિડનીમાં રમાશે. જે મેચ 6, અને 8, ડિસેમ્બરે રમાશે.

ટેસ્ટ મેચના શિડ્યુલની વાત કરી એતો, પ્રથમ ટેસ્ટની શરુઆત 17, ડીસેમ્બર થી શરુ થશે. પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડ ઓવરમાં 17 થી 21 ડીસેમ્બરના દરમ્યાન રમાડવામાં આવશે. જે ડે નાઇટ ટેસ્ટ મેચ હશે. ભારતીય ખેલાડીઓ માટે આ પ્રથમવાર મોકો હશે જેમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયામાં કોઇ ડે નાઇટ ટેસ્ટ મેચ રમશે. બીજી ટેસ્ટ મેચ 26 થી 30 ડીસેમ્બર વચ્ચે બોક્સિંગ ડે પર પરંપરા મુજબ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવા માટે મેદાનમાં ઉતરશે. ત્રીજી ટેસ્ટ મેચ સિડનીમાં 7 થી 11 જાન્યુઆરીના વચ્ચે રમાશે. જ્યારે આખરી મેચ 15 થી 19 જાન્યુઆરી ના દરમ્યાન ગાબામાં રમાશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:28 pm, Wed, 28 October 20

Next Article