INDvAUS: ઓસ્ટ્રેલીયા સામે 51 રને હાર સાથે ભારતે વન ડે શ્રેણી ગુમાવી, વળતા જવાબમાં ભારતે 9 વિકેટે 338 રન કર્યા

|

Nov 29, 2020 | 5:53 PM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ત્રણ વન ડે મેચની સીરીઝની બીજી મેચ આજે સિડનીના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફીંચે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સારી શરુઆત કરતા ઓસ્ટ્રેલીયાએ મજબૂત સ્કોર ભારત સામે મૂક્યો હતો. મેચમાં સ્ટીવ સ્મિથે સતત બીજી સદી લગાવી હતી. ઓસ્ટ્રેલીયાએ 50 ઓવરના અંતે 389 રનનો જંગી […]

INDvAUS: ઓસ્ટ્રેલીયા સામે 51 રને હાર સાથે ભારતે વન ડે શ્રેણી ગુમાવી, વળતા જવાબમાં ભારતે 9 વિકેટે 338 રન કર્યા

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ત્રણ વન ડે મેચની સીરીઝની બીજી મેચ આજે સિડનીના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફીંચે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સારી શરુઆત કરતા ઓસ્ટ્રેલીયાએ મજબૂત સ્કોર ભારત સામે મૂક્યો હતો. મેચમાં સ્ટીવ સ્મિથે સતત બીજી સદી લગાવી હતી. ઓસ્ટ્રેલીયાએ 50 ઓવરના અંતે 389 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં ભારતે પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે જીત મેળવવા અને જંગી સ્કોરને પહોંચી વળવાથી નિષ્ફળ રહ્યા હતા. ભારતની 51 રને હાર થઈ હતી. 50 ઓવરના અંતે 9 વિકેટ ગૂમાવીને 338 રન કર્યા હતા. આ સાથે જ ભારતે સીરીઝ પણ ગુમાવી દીધી હતી.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતની બેટીંગ ઈનીંગ

જંગી લક્ષ્યને પહોંચી વળવા માટે થઈને ભારતીય ઓપનરોએ ઝડપી શરુઆત કરી હતી. ઓપનર ધવન અને મયંક અગ્રવાલ પણ રમત પર પકડ જમાવવા દરમ્યાન જ બંને એક બાદ એક એક વિકેટ ગુમાવી દીધી હતી. ધવન 23 બોલમાં 30 રન અને મયંક અગ્રવાલ 26 રન કરીને આઉટ થયા હતા. ટીમ સ્કોર 60 રન પર જ બંને આઉટ થયા હતા, પરંતુ બાદમાં કોહલી અને શ્રેયસ ઐયરે ઈનીંગને સંભાળવા પ્રયાસ કર્યો હતો. વિરાટ કોહલીએ 89 રનની ઈનીંગ રમી હતી, તેણે ઓપનરોના આઉટ થયા બાદ ટીમના સ્કોરને મક્કમતાથી આગળ વધારવા માટે ઐયર અને રાહુલ સાથે મળીને પ્રયાસ કર્યો હતો. ઐયર 38 રન કરીને આઉટ થયો હતો. કેએલ રાહુલે 66 બોલમાં 76 રન કર્યા હતા. હાર્દિક પંડ્યા 28 અને રવિન્દ્ર જાડેજાએ 24 રન કર્યા હતા. આમ સતત બીજી મેચમાં બેટ્સમનોએ પ્રયાસ જંગી સ્કોરને પહોંચવા માટે કર્યો હતો પણ તે સફળ નિવડી શક્યો નહોતો. મોટી ભાગીદારીના અભાવ અને મોટા સ્કોરનું દબાણ ભારે પડી ગયાની સ્થિતી સર્જાઇ હતી.

ઓસ્ટ્રેલીયાની બોલીંગ

પેટ કમિન્સ, જોસ હેઝલવુડ અને એડમ ઝંપાની બોલીંગ આક્રમણ આજે પણ જારી રહ્યા હતા. કમિન્સે ભારતના ત્રણ બેટ્સમેનોને પેવેલીયન મોકલવામાં સફળ રહ્યો હતો. તેણે 10 ઓવરમાં 67 રન આપ્યા હતા. જ્યારે ઝંપાએ 10 ઓવરમાં 2 વિકેટ ઝડપીને 62 રન આપ્યા હતા. આ ઉપરાંત મોઈસીસ હેનરીક્સ 7 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. મેક્સવેલે પણ એક વિકેટ ઝડપી હતી. જ્યારે મીશેલ સ્ટાર્ક ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 9 ઓવરમાં 82 રન આપ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઓસ્ટ્રેલીયાની બેટીંગ ઈનીંગ

ઓસ્ટ્રેલીયાની ટીમના કેપ્ટન આરોન ફીંચ અને ડેવિડ વોર્નર ફરી એકવાર સારી શરુઆત અપાવવામાં સફળ રહ્યા હતા. બંનેએ પાવર પ્લેમાં 59 રન કર્યા હતા. વોર્નરે કેરીયરની 23મી સદી લગાવી હતી. તે 83 રન કરીને રન આઉટ થયા હતા. જ્યારે આરોન ફીંચે પણ ફીફટી લગાવી હતી. 60 રનના સ્કોર પર તે શામીના બોલ પર કેચ આઉટ થયા હતા. સ્મિથે ફરી એકવાર ધમાકેદાર બેટીંગ કરી હતી. તેણે 64 બોલમાં 104 રન કર્યા હતા. તેને હાર્દિકે પોતાનો શિકાર કર્યો હતો. માર્નસ લાબુશને 61 બોલમાં 70 રન કર્યા હતા.ગ્લેન મેક્સવેલે ફરી એકવાર જબરદસ્ત બેટીંગ કરીને ઝડપી ફીફટી ફટકારી હતી. તેણે અણનમ 63 રન 29 બોલમાં કર્યા હતા. જેમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગા લગાવ્યા હતા.

ભારતની બોલીંગ

ભારતીય બોલરો અગાઉની મેચની માફક જ આજે પણ દયનીય સ્થિતીમાં હતા. ફરી એકવાર ઓસ્ટ્રેલીયાના બેટસમેનો હાવી રહ્યા હતા ભારતીય બોલરો પર જસપ્રિત બુમરાહ, નવદીપ સૈની અને હાર્દીક પંડ્યા બંને એક એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા. રવિન્દ્ર જાડેજાની બોલીંગ આજે કરકસર ભરી રહી હતી. તેને આજે પણ વિકેટ મળી શકી નહોતી, જોકે તે સૌથી સારી ઈકોનોમી જાળવી શક્યો હતો. બુમરાહે 10 ઓવરમાં 79 રન, નવદિપ 7 ઓવરમાં 70 અને યુઝવેન્દ્ર ચહલ 9 ઓવરમાં 71 રન ગુમાવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article