ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં કેપ્ટન કોહલી ટીમથી થઈ શકે છે દુર, જાણો શુ છે કારણ

|

Nov 08, 2020 | 8:47 AM

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં અંતિમ બે ટેસ્ટ મેચ છોડી શકે છે. વિરાટ કોહલી જાન્યુઆરીમાં પ્રથમ સપ્તાહ દરમ્યાન પિતા બનશે. આવા સંજોગોમાં ટીમમાં તેની જગ્યા કેએલ રાહુલ મધ્યમક્રમની જવાબદારી સંભાળી શકે છે. વિરાટ કોહલીના પત્નિ અનુષ્કા શર્મા જાન્યુઆરી માસની શરુઆતમાં બાળકને જન્મ આપશે. કોહલીના તરફ થી આ બાબતે કોઇપણ […]

ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં કેપ્ટન કોહલી ટીમથી થઈ શકે છે દુર, જાણો શુ છે કારણ

Follow us on

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં અંતિમ બે ટેસ્ટ મેચ છોડી શકે છે. વિરાટ કોહલી જાન્યુઆરીમાં પ્રથમ સપ્તાહ દરમ્યાન પિતા બનશે. આવા સંજોગોમાં ટીમમાં તેની જગ્યા કેએલ રાહુલ મધ્યમક્રમની જવાબદારી સંભાળી શકે છે.

વિરાટ કોહલીના પત્નિ અનુષ્કા શર્મા જાન્યુઆરી માસની શરુઆતમાં બાળકને જન્મ આપશે. કોહલીના તરફ થી આ બાબતે કોઇપણ પ્રકારનુ અધીકારીક બયાન સામે આવ્યુ નથી. જોકે બીસીસીઆઇના સુત્રો દ્રારા કહેવામાં આવી રહ્યુ છે કે, 17, ડીસેમ્બર થી શરુ થઇ રહેલી ટેસ્ટ સીરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચ રમવા બાદ કોહલી રજા પર જઇ શકે છે. બીસીસીઆઇ હંમેશા પરીવારને સર્વોપરી રાખે છે. જો તે પિતા બનવાને લઇને રજાઓ પર જવા ચાહતો હોય તો, આવી સ્થિતીમાં તે પ્રથમ બે મેચોમાં જ ઉપસ્થિત રહી શકે છે. ટી-20 લીગ થી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બહાર થવા બાદ વિરાટ કોહલી દુબઇમાં જ ભારતીય ટીમના બાયો બબલમાં ચાલ્યો ગયો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આપને બતાવી દઇએ કે, વિરાટ કોહલી યુએઇમાં છે અને તે અહીં થી જ ટી-20 લીગ ખતમ થતા જ ટીમ ઇન્ડિયાની સાથે ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે રવાના થશે. ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ત્રણ વન ડે અને ટી-20 મેચ રમવાની છે. ત્યાર બાદ ચાર મેચોમાં ટેસ્ટ સીરીઝમાં ભાગ લેવાનો છે. તો બીજી તરફ વિરાટ કોહલી ની ટીમ આ સિઝનમાં પણ ટી-20 ખિતાબને જીતવા માટે સફળ થઇ શકી નથી, તે એલિમિનેટર મેચમાં જ હૈદરાબાદના હાથે હારીને ટુર્નામેન્ટથી બહાર થઇ ગઇ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article