INDvsAUS: ભારતે ઓસ્ટ્રેલીયા સામે મેળવ્યો ઐતિહાસિક વિજય, 2-1 થી સીરીઝ જીત

|

Jan 19, 2021 | 1:45 PM

ભારત (India) અને ઓસ્ટ્રેલીયા (Australia) વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝમાં ભારતે જબરદસ્ત જીત હાંસલ કરી છે. ઓસ્ટ્રેલીયા માટે ગઢ સમાન ગણાતા બ્રિસબેન (Brisbane Test) ના ગાબા મેદાન (Gabba Ground) પર જબરદસ્ત જીત મેળવી છે. ભારતે 328 રનનો પિછો કરતા પાંચમા દિવસની રમતના અંતિમ સમયે લક્ષ્ય પાર કરી લીધુ.

INDvsAUS: ભારતે ઓસ્ટ્રેલીયા સામે મેળવ્યો ઐતિહાસિક વિજય, 2-1 થી સીરીઝ જીત
India Australia Series

Follow us on

ભારત (India) અને ઓસ્ટ્રેલીયા (Australia) વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝમાં ભારતે જબરદસ્ત જીત હાંસલ કરી છે. ઓસ્ટ્રેલીયા માટે ગઢ સમાન ગણાતા બ્રિસબેન (Brisbane Test) ના ગાબા મેદાન (Gabba Ground) પર જબરદસ્ત જીત મેળવી છે. ભારતે 328 રનનો પિછો કરતા પાંચમા દિવસની રમતના અંતિમ સમયે લક્ષ્ય પાર કરી લીધુ. આ સાથે જ લગાતાર બીજી વાર ઓસ્ટ્રેલીયાની ધરતી પર ટેસ્ટ સીરીઝમાં જીત હાંસલ કરી છે. 2018માં ભારત ઓસ્ટ્રેલીયામાં ટેસ્ટ સીરીઝ ક્યારેય જીત્યુ નહોતુ. 32 વર્ષ બાદ ઓસ્ટ્રેલીયામાં ઇતિહાસ રચાયો છે. 1988માં વેસ્ટઇન્ડીઝે જે છેલ્લે કર્યુ હતુ તે હવે ફરી થી ભારતે 2021માં કરી બતાવ્યુ છે. બ્રિસબેનમાં અત્યાર સુધી સાત ટીમો એ ઓસ્ટ્રેલીયાને હરાવવા 32 ટેસ્ટમાં પ્રયાસ કર્યો હતો, જે અત્યાર સુધી નિષ્ફળ નિવડ્યો હતો. પરંતુ ભારતે હવે તે ભેદી બતાવતી જીત મેળવી છે.

ઓસ્ટ્રેલીયાએ પ્રથમ ઇનીગમાં માર્નસ લાબુશેનની સદીની મદદ થી 369 રન કર્યા હતા. જેના જવાબમાં ભારતે વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરના અર્ધશતકના મદદ થી 336 રનનો સ્કોર કર્યો હતો. ઓસ્ટ્રેલીયાએ 33 રનની લીડ સાથે બીજા દાવની શરુઆત કરી હતી. ઓસ્ટ્રેલીયા બીજા દાવમાં 294 પર ઓલઆઉટ થઇ ગયા હતુ. આમ ઓસ્ટ્રેલીયાએ ભારત સામે 328 રનનુ લક્ષ્ય ભારત માટે રાખ્યુ હતુ. જે ઓસ્ટ્રેલીયા માટે મજબૂત બચાવ લક્ષ્ય માનવામાં આવી રહ્યુ હતુ.

ભારતે બિસબેનમાં શાનદાર રમત દાખવતા જ ગાબામાં જબરજસ્ત જીત મેળવી હતી. ભારતે 328 રનના લક્ષ્યનો પિછો કરતા ઓપનર રોહિત શર્માને 7 રનના વ્યક્તિગત સ્કોર જ પાંચમા દિવસની શરુઆતે ગુમાવ્યો હતો. જ્યારે ઓપનર શુભમન ગીલે શાનદાર પ્રદર્શન કરતા 91 રન નીન રમત રમ્યો હતો. તેણે ચેતેશ્વર પુજારા સાથે મળીને મેચને ભારતના પલડામાં લાવી દીધી હતી. પુજારાએ દિવાલની માફક અડીખમ ક્રિઝ પર ટકી રહીને મહત્વની ભૂમિકા અદા કરી હતી. ત્યાર બાદ ઋષભ પંતે 89 રનની ઇનીંગ રમતા વિજય સુધી તે રમતને લઇ જવામાં સફળ રહ્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભારતે ઓસ્ટ્રેલીયા સામે એડીલેડ ટેસ્ટ શરમજનક રીતે હારી હતી. ત્યારે બાદ બ્રિસબેન ટેસ્ટમાં જીત મેળવી હતી. સિડની ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આમ બ્રિસબેન ટેસ્ટ મેચ સિરીઝ માટે નિર્ણાયક બની હતી. જે મેચમાં જીત મેળવતા જ ભારતે બોર્ડર ગાવાસ્કર ટ્રોફી સિરીઝ પર લગાતાર બીજી વાર જીત મેળવી હતી.

Next Article