ધોનીને તમે ક્યારેય ગુસ્સામાં નથી જોયો તો જુઓ પહેલીવાર, દર્શકોથી ભરેલા સ્ટેડિયમમાં ધોનીએ લીધી એમ્પાયરની કલાસ

|

Apr 12, 2019 | 10:25 AM

ચેન્નાઈ સૂપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર મેદાનમાં આવીને એમ્પાયર સાથે ચર્ચા કરવા માટે ફીના 50%નો દંડ કરવામાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સની સામે ચેન્નાઈની બેટિંગ દરમિયાન 19મી ઓવરમાં જ્યારે સ્ટોક્સની બોલિંગ પર એમ્પાયરે નો બોલ આપ્યા પછી નિર્ણય બદલી લીધો હતો. તેની પર ધોની આઉટ થયા પછી પણ ગુસ્સામાં મેદાનમાં આવ્યા હતા અને એમ્પાયરની સાથે […]

ધોનીને તમે ક્યારેય ગુસ્સામાં નથી જોયો તો જુઓ પહેલીવાર, દર્શકોથી ભરેલા સ્ટેડિયમમાં ધોનીએ લીધી એમ્પાયરની કલાસ

Follow us on

ચેન્નાઈ સૂપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર મેદાનમાં આવીને એમ્પાયર સાથે ચર્ચા કરવા માટે ફીના 50%નો દંડ કરવામાં આવ્યો છે.

રાજસ્થાન રોયલ્સની સામે ચેન્નાઈની બેટિંગ દરમિયાન 19મી ઓવરમાં જ્યારે સ્ટોક્સની બોલિંગ પર એમ્પાયરે નો બોલ આપ્યા પછી નિર્ણય બદલી લીધો હતો. તેની પર ધોની આઉટ થયા પછી પણ ગુસ્સામાં મેદાનમાં આવ્યા હતા અને એમ્પાયરની સાથે દલીલો કરવા લાગ્યા હતા અને નિર્ણય ના બદલવા પર તે ગુસ્સામાં જ પાછા ફર્યા હતા.

TV9 Gujarati

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

IPLના ઈતિહાસમાં લગભગ આ પહેલો કિસ્સો હતો, જ્યારે ધોની ગુસ્સામાં મેદાનની વચ્ચે ગયા હોય. BCCIએ IPLના કોડ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન માનીને ધોની પર દંડ લગાવ્યો છે. ધોનીએ પણ તેમની ભૂલ માની લીધી અને નિયમ મુજબ IPLમાં કોઈ પણ ખેલાડી પર થયેલા દંડને ટીમની ફ્રેન્ચાઇઝી ભરે છે.

19મી ઓવરના ચોથા બોલ પર થયો વિવાદ

રાજસ્થાન માટે છેલ્લી ઓવર બેન સ્ટોક્સ નાખી રહ્યા હતા. ધોનીની સાથે રવીન્દ્ર જાડેજા ક્રીઝ પર હાજર હતા. ઓવરના ત્રીજા બોલ પર સ્ટોક્સે ધોનીને આઉટ કર્યા. ત્યારબાદ બેટિંગ કરવા માટે મિશેલ સૈંટનર આવ્યા હતા.

સ્ટોક્સે ચોથો બોલ નાખ્યો જેની પર એમ્પાયરે શરૂઆતમાં નો-બોલનો ઈશારો કરવા માટે હાથ ઉંચો કર્યો પણ લેગ એમ્પાયરે કોઈ ઈશારો કર્યો નહિ. ત્યારબાદ નો-બોલ આપ્યો નહિ. તેની પર ધોની ગુસ્સે થઈને મેદાન પર આવ્યા. ત્યારબાદ સમજાવ્યા પછી તે નારાજ થઈને પાછા ફર્યા હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article