કારમી હાર બાદ પણ વિરાટ કોહલીને ICC રેન્કિંગમાં ફાયદો, અશ્વિને પણ લગાવી છલાંગ

ભારતીય ટીમે એડિલેડ ટેસ્ટમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. જેને ચાલતા ટીમ સીરીઝમાં 1-0થી પાછળ થઈ ગઈ હતી. જે ભારતીય ટીમ માટે સૌથી નીચો સ્કોર અંકાઈ ચૂક્યો છે.

કારમી હાર બાદ પણ વિરાટ કોહલીને ICC રેન્કિંગમાં ફાયદો, અશ્વિને પણ લગાવી છલાંગ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 20, 2020 | 11:05 PM

ભારતીય ટીમે એડિલેડ ટેસ્ટમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. જેને ચાલતા ટીમ સીરીઝમાં 1-0થી પાછળ થઈ ગઈ હતી. જે ભારતીય ટીમ માટે સૌથી નીચો સ્કોર અંકાઈ ચૂક્યો છે. આ નિરાશાઓ વચ્ચે હવે એક સકારાત્મક વાત આઈસીસી રેન્કિંગને લઈને આવી છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને સ્પિનર રેન્કિંગમાં ફાયદામાં રહ્યા છે. પ્રથમ મેચમાં મોટેભાગે ખેલાડીઓએ પ્રદર્શન ખરાબ કર્યુ હોય કે નિમ્ન રાખ્યુ હોય. પરંતુ કેપ્ટન કોહલીએ પ્રથમ ટેસ્ટમાં ભારત વતી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો છે. જ્યારે અશ્વિને પણ સૌથી વધારે વિકેટ હાંસલ કરી છે. જેનો ફાયદો બંને ખેલાડીઓને આઈસીસી રેન્કિંગમાં મળ્યો છે.

બેટ્સમેનનોની આઈસીસી રેન્કિંગની વાત કરવામાં આવે તો ભારતીય કેપ્ટન કોહલી હજુ પણ બીજા સ્થાને જળવાઈ રહ્યો છે. પરંતુ એડિલેડ ટેસ્ટમાં પ્રથમ ઈનીંગમાં 74 રનની રમત તેને ફાયદાકારક નિવડી છે. તે ઈનીંગે તેને 2 પોઈન્ટ વધારી આપતા તેનો પોઈન્ટ સ્કોર 888 થયો છે. પ્રથમ ક્રમે રહેલા સ્ટિવ સ્મિથની હવે કોહલી પોઈન્ટ મામલે નજીક છે. સ્મિથે પહેલી ટેસ્ટમાં માત્ર 1-1 રન કરતા 10 પોઈન્ટ નુકશાન ભોગવ્યુ છે. જે હાલમાં 901 પોઈન્ટ પર છે.

https://twitter.com/ICC/status/1340590971684315136?s=20

બોલીંગ રેન્કિંગમાં ભારતીય સ્પિનર આર અશ્વિન ટોપ ટેનમાં 9માં સ્થાન પર પહોંચ્યો છે. એડિલેડ ટેસ્ટમાં પ્રથમ બોલીંગ ઈનીંગમાં તેણે સ્ટિવ સ્મિથની વિકેટ સાથે 4 વિકેટ હાંસલ કરી હતી. બીજી બોલીંગ ઈનીંગમાં પણ તેણે એક વિકેટ હાંસલ કરી હતી. જેનાથી તેને 1 રેન્કનો ફર્ક પડ્યો છે. ટોપ-10માં બે સ્ટાર ખેલાડીઓને જો કે નુકસાન થયુ છે. ચેતેશ્વર પુજારાનું સ્થાન એક રેન્ક ડાઉન થઈ આઠ પર પહોંચ્યુ છે. જ્યારે જસપ્રિત બુમરાહને બે સ્થાન નુકશાન થતાં 11 નબર પર પહોંચ્યો છે. તેણે ઓસ્ટ્રેલીયા સામેની પ્રથમ ટેસ્ટમાં બે વિકેટ મેળવી હતી. ભારતીય બેટ્સમેનો માટે અઘરો રહેલ જોશ હેઝલવુડને રેન્કિંગમાં ફાયદો થયો છે. તે ચાર સ્થાન કુદીને 5 નંબર પર પહોંચ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">