ICC: મેચ ફિક્સીંગમાં દોષિત જણાયા પૂર્વ કેપ્ટન સહિત બે ખેલાડીઓ, બંને ક્રિકેટરો સસ્પેન્ડ

|

Jan 27, 2021 | 12:07 PM

ક્રિકેટમાં એક વાર ફરી થી મેચ ફિક્સીંગ (Match Fixing) નો કેસ સામે આવ્યો છે. રમતને બદનામ કરનાર આ બનાવમાં આ વખતે સંયુક્ત આરબ અમિરાત (UAE) ના પૂર્વ કેપ્ટન સહિત 2 ખેલાડીઓ દોષી જણાયા છે.

ICC: મેચ ફિક્સીંગમાં દોષિત જણાયા પૂર્વ કેપ્ટન સહિત બે ખેલાડીઓ, બંને ક્રિકેટરો સસ્પેન્ડ
T20 વિશ્વ કપ ક્વોલિફાયર માં ફિક્સીંગ થી જોડાયેલા બે મામલામાં દોષિત જણાયા હતા.

Follow us on

ક્રિકેટમાં એક વાર ફરી થી મેચ ફિક્સીંગ (Match Fixing) નો કેસ સામે આવ્યો છે. રમતને બદનામ કરનાર આ બનાવમાં આ વખતે સંયુક્ત આરબ અમિરાત (UAE) ના પૂર્વ કેપ્ટન સહિત 2 ખેલાડીઓ દોષી જણાયા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ બતાવ્યુ છે કે, યુએઇના બે ખેલાડીઓ મહંમદ નાવિદ (Mohammad Naveed) અને શૈમાન અનવર બટ (Shaiman Anwar Butt) ને 2019માં T20 વિશ્વ કપ ક્વોલીફાયર મેચો (World Cup Qualifier Match) ને ફિક્સ કરવામાં દોષિત જણાયા છે. ICCએ બંનેને તાત્કાલિક અસરથી ક્રિકેટ થી હટાવી દેવામાં આવ્યા છે. આ બંનેને મળવા વાળી સજાના એલાન પણ જલ્દી થી કરવામાં આવશે.

એક બયાન જારી કરીને ICCએ જાણકારી આપી હતી. જે મુજબ યુએઇના પૂર્વ કેપ્ટન નાવિદ અને ટોપ ઓર્ડર ના મુખ્ય બેટ્સમે શૈમાનને અપરાધી માનવામા આવ્યા છે. ભ્રષ્ટાચાર નિરોધક સંહિતા મુજબ બે અપરાધોના દોષી જણાયા છે. આ બંને ખેલાડીઓએ પોતાની સામે લાગેલા આરોપોની સ્વતંત્ર ટ્રીબ્યુનલની સામે સુનાવણી કરવાની માંગ કરી હતી. ICC તરફ થી આરોપી ખેલાડીઓને એ અધિકાર આપવામાં આવે છે, પરંતુ આ સુનાવણીમા તે પોતાને નિર્દોષ સાબિત કરી શક્યા નથી.

ક્રિકેટની મુખ્ય સંસ્થાએ મંગળવારે બતાવ્યુ હતુ કે, સ્વતંત્ર ટ્રીબ્યુનલ સામે થયેલી સુનાવણીમાં પણ બંને દોષીત જણાયા છે. બંનેને બરતરફ પણ કરી દેવામાં આવશે. ICCએ કહ્યુ હતુ કે, આ બંને ખેલાડીઓ નિલંબિત રહેશે અને સમય પર તેની પર પ્રતિબંધ પણ લગાવવામાં આવશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ બંને 2019 ની T20 વિશ્વ કપ ક્વોલિફાયર માં ફિક્સીંગ થી જોડાયેલા બે મામલામાં દોષિત જણાયા હતા. જેમાં ફિક્સીંગમાં સામેલ થવાની અને તેની ફરીયાદ ભ્રષ્ટાચાર વિરોધી યુનિટને નહી આપવાના આરોપ સામેલ છે. ICC ના નિવેદન મુજબ, આ બંને ખેલાડી આસીસી મેન્સ T20 વિશ્વ કપ ક્વોલિફાયર 2019 ની મેચોની ફિક્સ કરવાના પરિણામોને પ્રભાવિત કરવાના માટેની સમજૂતીના પ્રયાસમાં સામેલ હતા.

યુએઇના પુર્વ કેપ્ટન અને ઝડપી બોલર નાવિદને 2019માં ટી10 લીગ દરમ્યાન જ આ પ્રકારના ઉલ્લંઘનનો દોષિત જણાયો હતો. મેચ ફિક્સીગના પ્રયાસોના વિરોધમાં ICC લગાતા કાર્યવાહી કરતા રહી છે. આ પહેલા પાછળના વર્ષે શ્રીલંકાના પૂર્વ ઝડપી બોલર નુવાન જોયસા પર પણ ફિક્સીંગની ગતિવિધીયોમાં સામેલ થવાના દોષમાં આજીવન પ્રતિબંઘ લગાવવામા આવ્યો હતો. તેના એક વર્ષ પહેલા જ 2019માં ICC એ બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર અને પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસન ને ફિક્સીંગને માટે સંપર્ક કરવાની ફરીયાદ નહી કરવાનો દોષિત માનવમાં આવ્યો હતો. જેને લઇને તેને 2 વર્ષનો પ્રતિબંધ લગાવાવમાં આવ્યો હતો. શાકિબ એ હાલમાં જ પ્રતિબંધ પછી વાપસી કરી છે.

Next Article