ઓલિમ્પિકમાં સામેલ થશે ક્રિકેટ ? જાણો આ અંગે શું છે ICC નું આયોજન

|

Aug 11, 2021 | 2:58 PM

આઇસીસીએ એક કાર્યકારી જૂથ બોલાવ્યું છે. આ રમતની દાવેદારી લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 (Los Angeles Olympics 2028) અને બ્રિસ્બેન ઓલિમ્પિક 2032 (Brisbane Olympics 2032) આગળ રજૂ કરશે.

ઓલિમ્પિકમાં સામેલ થશે ક્રિકેટ ? જાણો આ અંગે શું છે ICC નું આયોજન
સાંકેતિક તસ્વીર

Follow us on

ટોક્યો ઓલિમ્પિક દરમિયાન ભારતીય સ્પોર્ટ્સ ચાહકોએ ખેલાડીઓ પર પ્રેમ વરસાવ્યો હતો. ઘણા લોકો રમતના આ મહાકુંભમાં ક્રિકેટને સામેલ કરવાની માગ કરે છે. આઈસીસીએ મંગળવારે કહ્યું છે કે તે ક્રિકેટને ઓલિમ્પિક ગેમ્સમાં સામેલ કરવા માગે છે.

આઇસીસીએ એક કાર્યકારી જૂથ બોલાવ્યું છે આ રમતની દાવેદારી લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 (Los Angeles Olympics 2028) અને બ્રિસ્બેન ઓલિમ્પિક 2032 (Brisbane Olympics 2032) આગળ રજૂ કરશે. આઈસીસીના ચેરમેન ગ્રેગ બાર્કલેએ કહ્યું, ‘સૌ પ્રથમ, આઈસીસી વતી, હું આઈઓસી (IOC), ટોક્યો 2020 (Tokyo 2020) અને જાપાનના લોકોને અભિનંદન આપવા માંગુ છું, જેમણે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં આ રમતનું આયોજન કરાવ્યું.

આ ઇવેન્ટ જોવી ખૂબ જ સારી છે અને અમને ખુશી થશે કે ક્રિકેટ ભવિષ્યના ઓલિમ્પિકનો એક ભાગ બને. બાર્કલેએ જણાવ્યું હતું કે, અમારુ સ્પોટ્સ એકજૂથ છે અને અમે ઓલિમ્પિકને ક્રિકેટના લાંબા ગાળાના ભવિષ્ય તરીકે જોઈએ છીએ.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

અમારી પાસે સમગ્ર વિશ્વના અબજો ચાહકો છે, જેમાંથી 90 ટકા લોકો ઓલિમ્પિકમાં ક્રિકેટ જોવા માગે છે. એ સ્પષ્ટ છે કે ક્રિકેટ પાસે  જૂનૂનથી ભરેલો ફેન બેઝ છે ખાસ કરીને દક્ષિણ એશિયાઇ દેશોમાં જ્યાંથી અમારા 92 ટકા ફેંસ આવે છે. જ્યારે અમેરિકામાં 3 કરોડ દર્શકો છે.

આ એ ચાહકો માટે મોકો હશે જે પોતાના નાયકોને ઓલિમ્પિક મેડલ જીતતા જોવા ઇચ્છે છે. બાર્કલે કહ્યું, “અમને લાગે છે કે ક્રિકેટને ઓલિમ્પિક્સમાં સમાવી લેવું ઘણું સારું રહેશે, પરંતુ અમે જાણીએ છીએ કે આવું કરવું સહેલું નથી કારણ કે અન્ય ઘણી રમતો પણ દાવેદારી માટે લાઇનમાં છે.” તેમ છતાં, અમને લાગે છે કે સમય આવી ગયો છે કે આપણે શ્રેષ્ઠ પ્રયાસ કરીએ અને બતાવીએ કે ઓલિમ્પિક્સ અને ક્રિકેટ વચ્ચે કેટલી સારી ભાગીદારી હોઈ શકે છે.

https://twitter.com/ICC/status/1424975729729499137?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1424975729729499137%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fhindi%2Fsports%2Fcricket%2Ficc-confirms-that-they-will-bid-cricket-for-olympic-los-angeles-olympics-2028-risbane-olympics-2032%2F961701

ઇસીબીના ચેયરમેન ઇયાન વૉર્ટમોર આઈસીસી ઓલિમ્પિક વર્કિંગ ગ્રુપની અધ્યક્ષતા કરશે. તેમની સાથે આઈસીસીના ઇન્ડિપેન્ડટ ડાયરેક્ટર ઇન્દિરા નૂઇ, જિમ્બાબ્વે ક્રિકેટના તાવેંગ્વા મુકુહલાની આઈસીસીના એસોસિએટ મેમ્બર ડાયરેક્ટર અને વાઇસ પ્રસિડેન્ટ ઑફ એશિયન ક્રિકેટ કાઉન્સિલ મહિંદા વલ્લિપુરમ અને યૂએસ ક્રિકેટના પરાગ મરાઠે હશે. જે માને છે કે ઓલિમ્પિકની દાવેદારીનો સમય આવી ગયો છે.

 

આ પણ વાંચો :Tokyo Olympics 2021: પંજાબમાં આવતીકાલે ખેલાડીઓનો સન્માન સમારોહ યોજાશે, ખેલાડીઓને 15 કરોડના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે

આ પણ વાંચો :Neeraj Chopra : ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાનું આગામી લક્ષ્ય શું છે ? વાંચો આ અહેવાલ

Next Article