ICC: અમદાવાદ ટેસ્ટ મેચની પીચ પર ICCએ જારી કર્યુ રેટીંગ, શું થશે અસર જાણો

|

Mar 14, 2021 | 11:10 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ટેસ્ટ શ્રેણી ખતમ થઈ ચુકી છે અને હવે T20 સિરીઝ રમાઈ રહી છે. ટેસ્ટ શ્રેણીમાં ભારતે 3-1થી શાનદાર જીત મેળવી હતી.

ICC: અમદાવાદ ટેસ્ટ મેચની પીચ પર ICCએ જારી કર્યુ રેટીંગ, શું થશે અસર જાણો

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ટેસ્ટ શ્રેણી ખતમ થઈ ચુકી છે અને હવે T20 સિરીઝ રમાઈ રહી છે. ટેસ્ટ શ્રેણીમાં ભારતે 3-1થી શાનદાર જીત મેળવી હતી. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સ્થાન મેળવ્યુ છે. ભારતીય ટીમનું પ્રદર્શન આ દરમ્યાન સારુ રહ્યુ હતુ, જ્યારે ઈંગ્લેન્ડના બેટ્સમેન ભારતીય સ્પિનરો સામે સંઘર્ષની સ્થિતીમાં મુકાઈ ગયા હતા. આ દરમ્યાન પીચને લઈને ખૂબ જ બબાલ મચી ચુકી હતી. ખાસ કરીને અમદાવાદ (Ahmedabad)માં ત્રીજી ટેસ્ટ મેચ દરમ્યાન પીચને લઈને ખૂબ વિવાદ સર્જાયો હતો. જેમાં મેચ ફક્ત 2 જ દિવસમાં ખતમ થઈ ગઈ હતી. હવે જ્યારે પીચ ઉપર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. જેને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને થોડીક પરેશાની થઈ શકે છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 23 માર્ચથી ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ હતી. પિંક બોલથી રમાયેલી ડે નાઈટ મેચમાં ભારતે બે દિવસની અંદર જ 10 વિકેટથી જીત મેળવી લીધી હતી. ભારત તરફથી ફક્ત એક જ વિકેટ ઝડપી બોલરને મળી હતી. બાકીની તમામ 19 વિકેટ સ્પિનરોને મળી હતી. મેચ પહેલા સેશનથી જ સ્પિનરોને મદદ આપી રહી હતી, જેનાથી બેટ્સમેનોને ક્રિઝ પર ટકવુ મુશ્કેલ બની ગયુ હતુ.

 

ICCએ શું આપ્યુ છે રેટીંગ
આ પીચને લઈને ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરો અને મીડિયાએ સૌથી વધારે સવાલો ઉભા કર્યા હતા. હવે ICCએ પણ આ પીચ પર પોતાનો નિર્ણય રજૂ કર્યો છે. ICCએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચની પીચને ‘સરેરાશ’ પ્રકારની ગણાવી છે.

 

શું થઈ શકે છે અસર
વિઝડનના મુજબ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચની પીચને ICCએ સરેરાશ બતાવી છે. જોકે આના માટે આ મેદાન પર રોક નહીં લગાવાય. આમ ICC ટેસ્ટ ચેમ્પિયનશીપના માટે ભારતના પોઈન્ટ પણ કાપવામાં નહીં આવે, સાથે જ તેની ફાઈનલ પર પણ કોઈ અસર નહી સર્જાય. જો ICC આ પીચને લઈને હવે ખરાબ રેટીંગ આપે છે તો ભારત ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોઈન્ટ કાપી લેવાયા હોત. સાથે જ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને શરમજનક સ્થિતીનો સામનો કરવો પડતો. કારણ કે ત્યારબાદ ICC તેની પર પ્રતિબંધ લગાવવા સુધીના પગલા ભરી શકતુ.

 

અન્ય પીચો પર કેવો રહ્યો આઈસીસીનો નિર્ણય
ICCએ પોતાના નિયમ અને દિશાનિર્દેશના પેજ પર તમામ હાલની મેચોની રેટીંગ અપડેટ કરી છે. ત્રીજી ટેસ્ટ મેચ માટે મોટેરાની પીચને સરેરાશ જ્યારે અંતિમ ટેસ્ટ મેચ માટે પીચને સારુ રેટીંગ આપવામાં આવ્યુ છે. આ દરમ્યાન મેદાન પર રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ માટે ખૂબ સારુ રેટીંગ આપવામાં આવ્યુ છે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચની પીચને પણ સરેરાશ રેટીંગ આપવામાં આવી છે. જ્યારે ચેન્નાઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચને પણ સરેરાશ રેટિંગ અપાઈ છે. જેમાં ભારતે જીત હાંસલ કરીને શ્રેણીને બરાબરી કરી હતી. જોકે પ્રથમ ટેસ્ટ મેચની પીચને ખૂબ સારુ ગણાવતી રેટિંગ મળી છ, જેમાં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી.

 

આ પણ વાંચો: રાજ્યમાં કોરોના બેકાબૂ, 24 કલાકમાં 810 કેસ નોંધાયા

Next Article