AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup:ન્યુઝીલેન્ડે ફરી ભારતનું દિલ તોડી નાખ્યું, અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો

સેમિફાઇનલમાં પહોંચવાની ભારતની આશા આ મેચમાં અફઘાનિસ્તાનની જીત પર જ નિર્ભર હતી, પરંતુ અફઘાનિસ્તાનની ટીમ આખી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ક્યાંય ટકી શકી ન હતી.

T20 World Cup:ન્યુઝીલેન્ડે ફરી ભારતનું દિલ તોડી નાખ્યું, અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો
New Zealand Cricket Team
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 7:11 PM
Share

T20 World Cup: ICC T20 વર્લ્ડ કપ 2021માં, ન્યૂઝીલેન્ડે તેની છેલ્લી ગ્રુપ મેચમાં અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું અને ચોથા સેમી ફાઇનલિસ્ટ તરીકે ટુર્નામેન્ટમાં પ્રવેશ કર્યો. ગ્રુપ-2ની આ સૌથી મહત્વની મેચમાં ત્રણ ટીમોના ભાવિનો ફેંસલો થવાનો હતો અને ન્યુઝીલેન્ડે આ મેચ સરળતાથી જીતીને ભારત અને અફઘાનિસ્તાન (India and Afghanistan)ની સેમીફાઈનલમાં પહોંચવાની તમામ આશાઓ ખતમ કરી નાખી હતી. રવિવારે 7 નવેમ્બરે અબુધાબી (Abu Dhabi)માં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાનને મોટી જીતની જરૂર હતી અને ભારતને પણ અફઘાન ટીમની સફળતાની આશા હતી,

આખી મેચમાં અફઘાનિસ્તાન ક્યાંય પણ ટક્કર આપી શક્યું ન હતું. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં માત્ર 124 રન જ બનાવી શકી હતી, જે ન્યૂઝીલેન્ડે 19મી ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને કોઈપણ મુશ્કેલી વિના હાંસલ કરી લીધી હતી. આ રીતે ગ્રુપ-2માંથી પાકિસ્તાન સાથે ન્યુઝીલેન્ડે સેમીફાઈનલ (New Zealand semifinals)માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

અફઘાનિસ્તાન ઉપરાંત ભારતની આશા પણ આ મેચ પર ટકી હતી. અફઘાનિસ્તાનની જીતથી માત્ર સેમિફાઇનલ માટેનો તેમનો દાવો મજબૂત થયો હોત, પરંતુ ભારતને બીજી તક પણ મળી હોત અને ટીમ નામિબિયા સામેની છેલ્લી મેચ જીતીને સેમિફાઇનલનો દાવો કરી શકી હોત, પરંતુ એવું થયું નહીં. 2019 વર્લ્ડ કપ અને 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પછી, ન્યુઝીલેન્ડે સતત ત્રીજી વખત ભારતને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે.

આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી, પરંતુ ટીમના બંને ઓપનર મોહમ્મદ શહજાદ અને હઝરતુલ્લાહ જાઝાઈ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. ત્રીજા નંબરે આવેલ રહેમાનુલ્લા ગુરબાઝ પણ સસ્તામાં આઉટ થયો હતો. માત્ર 19 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ નજીબુલ્લાહ ઝદરાને કિવી બોલરો સામે બાજી સંભાળી હતી અને અફઘાન ટીમનો સ્કોર ઝડપી બનાવવા મક્કમ હતો. જાદરાને ઝડપી ફિફ્ટી ફટકારીને ટીમને 100 રનની પાર પહોંચાડી હતી. 19મી ઓવરમાં ઝદરાન આઉટ થયો ત્યારે અફઘાનિસ્તાનનો સ્કોર 119 રન હતો. તેમાંથી 73 (48 બોલ, 6 ચોગ્ગા, 3 છગ્ગા) એકલા ઝદરાનના બેટમાંથી આવ્યા હતા. છેલ્લી ઓવરમાં અન્ય કોઈ બેટ્સમેન રન ઉમેરી શક્યા નહોતા અને ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 124 રન જ બનાવી શકી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટ (3/17) અને ટિમ સાઉથી (2/24) સૌથી સફળ બોલર હતા, જ્યારે એડમ મિલને, જેમ્સ નીશમ અને ઈશ સોઢીને પણ 1-1 વિકેટ મળી હતી.

આ પણ વાંચો : BJPની રાષ્ટ્રીય કારોબારીની બેઠક પૂર્ણ, રાજકીય ઠરાવમાં આર્ટીકલ 370 સહીત આ 22 મુદ્દાઓ પર ચર્ચા થઇ

g clip-path="url(#clip0_868_265)">