આઇસીસી ટી-20 રેન્કીંગમાં ઇંગ્લેન્ડ નંબર વન, ભારત નંબર 3 પર

|

Dec 03, 2020 | 8:11 AM

ઇંગ્લેન્ડ એ દક્ષિણ આફ્રીકા એ ત્રીજી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ, 9 વિકેટ થી હરાવી સીરીઝ જીતી લીધી છે. આમ ઇંગ્લેંડે 3-0 થી ટી-20 સીરીઝ જીતી લીધી છે. આ જીત સાથે જ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ દ્રારા હાલમાં જ જારી કરાયેલ રેન્કીંગમાં ઇંગ્લેંડ નંબર વન ટીમ બની ચુકી છે. આ પહેલા ઓસ્ટ્રેલીયા ટોપ પર હતી. હવે […]

આઇસીસી ટી-20 રેન્કીંગમાં ઇંગ્લેન્ડ નંબર વન, ભારત નંબર 3 પર

Follow us on

ઇંગ્લેન્ડ એ દક્ષિણ આફ્રીકા એ ત્રીજી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ, 9 વિકેટ થી હરાવી સીરીઝ જીતી લીધી છે. આમ ઇંગ્લેંડે 3-0 થી ટી-20 સીરીઝ જીતી લીધી છે. આ જીત સાથે જ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ દ્રારા હાલમાં જ જારી કરાયેલ રેન્કીંગમાં ઇંગ્લેંડ નંબર વન ટીમ બની ચુકી છે. આ પહેલા ઓસ્ટ્રેલીયા ટોપ પર હતી. હવે ઓસ્ટ્રેલીયા નંબર 2 પર આવી ગયુ છે. અને ભારતીય ટીમ 3 નબંર પર પહોંચ્યુ છે.

ભારત પછી રેન્કીંગમાં પાકિસ્તાન ચોથા, દક્ષિણ આફ્રીકા પાંચમાં અને ન્યુઝીલેન્ડ છઠ્ઠા નંબર પર છે. જો ખેલાડીઓની વાત કરવામાં આવે તો બેટ્સમેનોમાં ઇંગ્લેંડનો ડેવિડ મલાન નંબર વન છે. બાબર આઝમ નંબર બ અને ત્રીજા નંબર પર આરોન ફીંચ છે. જ્યારે ચોથા નંબર પર કેએલ રાહુલ છે. વિરાટ કોહલી નવમાં નંબર પર છે, તો રોહિત શર્મા 10 નંબર પર છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

બોલરોની બાબતમાં આસીસી રેન્કીંગમાં રાશિદ ખાન ટી-20 ક્રિકેટમાં નંબર વન બોલર રહ્યો છે. બીજા નંબર પર મુજીબ ઉર રહેમાન છે. આ બંને બોલરો અફઘાનિસ્તાન ના સ્પિનરો છે. ટી-20 બોલરો ની આઇસીસીની યાદીમાં પ્રથમ 10 ટોચના બોલરોમાં એક પણ ભારતીય બોલર સામેલ નથી. ઓલ રાઉન્ડર ની યાદીમાં પણ પ્રથમ નંબર પર અફઘાનિસ્તાનનો મહંમદ નબી જ્યારે બાંગ્લાદેશનો શાકિલ અલ હસન બીજા નંબર પર છે. ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલીયાનો ગ્લેન મેક્સવેલ છે. ઓલરાઉન્ડરની ટોપ ટેન યાદીમાં પણ ભારતીય ઓલરાઉન્ડરો સામેલ થઇ શક્યા નથી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 8:09 am, Thu, 3 December 20

Next Article