ICC: ‘પ્લેયર ઓફ ધ મંથ’ એવોર્ડ માટે ઋષભ પંત, જો રુટ અને સ્ટર્લિંગ નોમિનેટ, હવે વોટીંગ કરાશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પ્રથમ મહિને 'પ્લેયર ઓફ ધ મંથ' (Player of the Month) એવોર્ડ માટે નામાંકિત ક્રિકેટરોની યાદી જાહેર કરી છે. જેમાં પુરુષ ખેલાડી વિભાગમાં ભારતના ઋષભ પંત (Rishabh Pant), ઇંગ્લેન્ડના જો રૂટ (Joe Root) અને આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગ (Paul Sterling) ને નોમિનેટ કરવામાં આવ્યા છે.

ICC: 'પ્લેયર ઓફ ધ મંથ' એવોર્ડ માટે ઋષભ પંત, જો રુટ અને સ્ટર્લિંગ નોમિનેટ, હવે વોટીંગ કરાશે
ગત 27 જાન્યુઆરીએ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 03, 2021 | 10:26 AM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પ્રથમ મહિને ‘પ્લેયર ઓફ ધ મંથ’ (Player of the Month) એવોર્ડ માટે નામાંકિત ક્રિકેટરોની યાદી જાહેર કરી છે. જેમાં પુરુષ ખેલાડી વિભાગમાં ભારતના ઋષભ પંત (Rishabh Pant), ઇંગ્લેન્ડના જો રૂટ (Joe Root) અને આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગ (Paul Sterling) ને નોમિનેટ કરવામાં આવ્યા છે. આ સાથે જ મહિલાઓમાં પાકિસ્તાનની ડાયના બેગ, દક્ષિણ આફ્રિકાની શબનમ ઇસ્માઇલ અને દક્ષિણ આફ્રિકાની મરિજાન કેપને નામાંકિત કરવામાં આવી છે.

જાન્યુઆરીમાં પંતે ઓસ્ટ્રેલીયા સામે સિડની ટેસ્ટમાં 97 અને બ્રિસ્બેન ટેસ્ટમાં 89 રન બનાવ્યા હતા. દરમ્યાન, જો રુટે શ્રીલંકા સામે ગોલ માં બે ટેસ્ટમાં 228 અને 186 રન બનાવ્યા હતા. તેમના આ પ્રદર્શનને કારણે ભારતે ઓસ્ટ્રેલીયા અને ઇંગ્લેન્ડ એ શ્રીલંકા સામેની શ્રેણી જીતવામાં સફળતા મેળવી હતી. પુરુષ વિભાગના ત્રીજા નામાંકિત પોલ સ્ટર્લિંગે યુએઈ સામે બે અને અફઘાનિસ્તાન સામે ત્રણ વનડે મેચ રમ્યો હતો. જેમાં તેણે ત્રણ સદી ફટકારી હતી.

મહિલા વર્ગની નામાંકિત ડાયના બેગ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વનડે અને બે ટી20 મેચોમાં પાકિસ્તાનની ટીમનો ભાગ હતી. તેણે ત્રણ વન ડે સિરીઝમાં સૌથી વધુ નવ વિકેટ ઝડપી હતી. આ દરમ્યાન દક્ષિણ આફ્રિકન ઇસ્માલ એ પાકિસ્તાન સામેની વનડે સિરીઝમાં સાત વિકેટ ઝડપી લેતા, બીજી ટી20 મેચ પાંચ વિકેટ લીધી હતી. મરિજાન કેપ એ પાકિસ્તાન સામે બે વનડે અને બે ટી 20 મેચ રમી હતી. વનડે સિરીઝમાં તેણે 110.57 ના સ્ટ્રાઈક રેટથી 115 રન બનાવ્યા હતા. તેણે ત્રણ વિકેટ પણ લીધી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ICC એ ગત 27 જાન્યુઆરીએ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ શરૂ કરવાની જાહેરાત કરી હતી. હવે આ એવોર્ડ દર મહિને પુરુષ અને સ્ત્રી કેટેગરીમાં આપવામાં આવશે. એક મહિનામાં ગ્રાઉન્ડ પર પ્રદર્શન અને પર્ફોમન્સના આધારે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ પછી, ICC ની સ્વતંત્ર વોટીંગ એકેડમી અને વિશ્વભરના ચાહકો મતદાન કરશે અને ‘પ્લેયર ઓફ ધ મંથ’ ની પસંદગી કરશે. ભારત તરફ થી મોના પાર્થસારથી અને વીવીએસ લક્ષ્મણ આ મતદાન અકાદમીનો ભાગ છે.

https://twitter.com/ICC/status/1356517369233854465?s=20

https://twitter.com/ICC/status/1356519764802162689?s=20

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">