ICC Ranking: ઈંગ્લેન્ડની ટીમ પર ત્રાટકનારા અશ્વિન અને અક્ષર પટેલને રેન્કીંગમાં થયો જબરદસ્ત ફાયદો

|

Mar 10, 2021 | 11:06 PM

ઈંગ્લેન્ડ (England)ના બેટ્સમેનોમાં ખોફ પેદા કરનારા ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ashwin) અને અક્ષર પટેલ (Akshar Patel)ને બોલર્સ રેન્કીંગમાં ફાયદો થયો છે.

ICC Ranking: ઈંગ્લેન્ડની ટીમ પર ત્રાટકનારા અશ્વિન અને અક્ષર પટેલને રેન્કીંગમાં થયો જબરદસ્ત ફાયદો
Ashwin and Akshar Patel

Follow us on

ઈંગ્લેન્ડ (England)ના બેટ્સમેનોમાં ખોફ પેદા કરનારા ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ashwin) અને અક્ષર પટેલ (Akshar Patel)ને બોલર્સ રેન્કીંગમાં ફાયદો થયો છે. ICC દ્વારા હાલમાં જ બહાર પડેલા રેન્કીંગમાં અશ્વિન હવે ન્યુઝીલેન્ડના નીલ વેગનર (Neil Wagner)ને પછાડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે. તે ઓગષ્ટ 2017 બાદ પ્રથમવાર આ સ્થાન પર પહોંચ્યો છે. અક્ષર પટેલે ચોથી ટેસ્ટ મેચમાં નવ વિકેટ મેળવી હતી. જેનાથી તેઓ 552 પોઈન્ટ સાથે આઠ સ્થાન ઉપર આવીને 30માં સ્થાન પર પહોંચી ગયો છે. તે પોતાની પ્રથમ ત્રણ ટેસ્ટ મેચ બાદ માત્ર બે બોલરો પૂર્વ ભારતીય લેગ સ્પિનર નરેન્દ્ર હિરવાણી (Narendra Hirwani) અને ઓસ્ટ્રેલીયાના ઝડપી બોલર ચાર્લી ટર્નર (Charlie Turner)એ તેના કરતા વધારે રેટીંગ પોઈન્ટ મેળવ્યા હતા. ટર્નર 19મી સદીમાં રમતા હતા.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઈંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસન ચોથા નંબર પર પહોંચી ગયો છે. તેણે બે સ્થાનોની છલાંગ લગાવી છે તો જસપ્રિત બુમરાહને એક સ્થાનનું નુકશાન થયુ છે. તે હવે 9માંથી 10 નંબર પર આવી ચુક્યો છે. ઓસ્ટ્રેલીયાના પેટ કમિન્સ 908 પોઈન્ટ સાથે પ્રથમ નંબર પર બની રહ્યો છે. તેના બાદ અશ્વિન, વેગનર અને એંડરસન આવે છે. ઓસ્ટ્રેલીયાનો જોશ હેઝલવુડ 5, ન્યુઝીલેન્ડનો ટીમ સાઉદી 6, ઈંગ્લેન્ડનો સ્ટુઅર્ટ બ્રોડ 7, દક્ષિણ આફ્રિકાનો કાગિસો રબાડા 8, મિશેલ સ્ટાર્ક 9 અને બુમરાહ 10માં સ્થાને છે.

 

ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુઝરબાનીને અફઘાનિસ્તાન સામે છ વિકેટ મળવાને લઈને ફાયદો થયો છે. તે હવે 86 નંબર પર આવી ગયો છે. એ જ ટીમના વિક્ટ્કી ન્યાંચી 57માં અને ડોનાલ્ડ ટ્રિપાનો 77માં સ્થાન પર આવી ગયો છે. તો ઓલરાઉન્ડરની સૂચીમાં પણ અશ્વિનને ફાયદો થયો છે. તે શાકિલ અલ હસનથી ઉપર ચોથા સ્થાન પર પહોંચી ગયો છે. રવિન્દ્ર જાડેજાને એક સ્થાનનું નુકશાન થયુ છે. તે 386 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે. બેન સ્ટોક્સને એક સ્થાનનો ફાયદો થયો છે, તે હવે બીજા સ્થાન પર છે.

 

આ પણ વાંચો: IPL 2021: ઇંગ્લેંડના ખેલાડીઓને છુટથી પૂર્વ કેપ્ટન બોયકોટ લાલઘૂમ ! કહ્યુ, બહાર કરો ખેલાડીઓને

Next Article