ICC Rankings: 17 વર્ષની ભારતીય શેફાલી વર્મા T20 ક્રિકેટમાં વિશ્વની નંબર વન બેટ્સમેન બની

|

Mar 23, 2021 | 5:50 PM

ભારત (India)ના યુવા વિસ્ફોટક મહિલા બેટ્સમેન શેફાલી વર્મા (Shefali Verma) T20 ક્રિકેટની ટોચની બેટ્સમેન બની ચુકી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (ICC) દ્વારા મહિલા બેટ્સમેનની T20 રેન્કીંગ બહાર પાડી હતી.

ICC Rankings: 17 વર્ષની ભારતીય શેફાલી વર્મા T20 ક્રિકેટમાં વિશ્વની નંબર વન બેટ્સમેન બની
Shefali Verma

Follow us on

ભારત (India)ના યુવા વિસ્ફોટક મહિલા બેટ્સમેન શેફાલી વર્મા (Shefali Verma) T20 ક્રિકેટની ટોચની બેટ્સમેન બની ચુકી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (ICC) દ્વારા મહિલા બેટ્સમેનની T20 રેન્કીંગ બહાર પાડી હતી. જેમાં તે હવે નંબર વનના સ્થાન પર પહોંચી ચુકી છે. તેણે દક્ષિણ આફ્રિકા (South Africa)ની સામે T20 સિરીઝના બીજી મેચમાં 31 બોલમાં 47 રનની ઝડપી ઈનીંગ રમી હતી. જે રમતમાં તેણે 6 ચોગ્ગા અને 2 ચોગ્ગા પણ લગાવ્યા હતા. જોકે તેની આ પારી ટીમને કોઈ કામ આવી શકી નહોતી અને હરીફ ટીમે આ મેચને છ વિકેટથી આસાન જીત નોંધાવીને T20 સિરીઝ પણ તેમના નામે કરી લીધી હતી.

 

મહિલા T20 રેન્કિંગમાં ટોપ 10માં ભારતીય સ્મૃતી મંધાણા (Smriti Mandhana) સાતમાં સ્થાન પર છે. જ્યારે જેમીમા રોડ્રિગ્જ નવમા સ્થાન પર છે. મહિલા T20 રેન્કિંગમાં ટોપ 10 બેટસમેનમાં ઓસ્ટ્રેલીયાની ત્રણ મહિલા ખેલાડીઓ સામેલ છે. જેમાં બેથ મૂની બીજા સ્થાન પર, મેગ લેગિંગ ચોથા અને એલિસ હિલી પાંચમા સ્થાન પર છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

https://twitter.com/ICC/status/1374275174397214720?s=20

હરિણાણાના રોહતકની 17 વર્ષીય શેફાલી પાછળના કેટલાક સમયથી ભારતીય T20 ટીમની મહત્વની ખેલાડી તરીકે ઉભરી આવી છે. તેણે પાછળના વર્ષે ઓસ્ટ્રેલીયામાં રમાયેલા T20 વિશ્વકપમાં સૌથી વધારે રન બનાવનારી ખેલાડી બની હતી. ખાસ વાત એ છે કે, તેણે આ પુરી ટુર્નામેન્ટમાં 158.25 રનની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.

 

આ પણ વાંચો: WI vs SL: 140 કિલો વજનના ક્રિકેટરની કમાલ, કે જે લીજેન્ડ વિવિયન રિચાર્ડસ ટેસ્ટ ઇતિહાસમાં ન કરી શક્યા

Next Article