ICC એ શરુ કર્યો નવો એવોર્ડ, ઋષભ પંત અને અશ્વિન સહિત ચાર ક્રિકેટરો નોમિનેટ થયા

|

Jan 28, 2021 | 7:41 AM

ભારતના સિનીયર ઓફ સ્પિનર આર અશ્વિન (R Ashwin) અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા નવ મહિનાના બેસ્ટ ખેલાડી તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે.

ICC એ શરુ કર્યો નવો એવોર્ડ, ઋષભ પંત અને અશ્વિન સહિત ચાર ક્રિકેટરો નોમિનેટ થયા
Rishabh Pant and R Ashwin

Follow us on

ભારતના સિનીયર ઓફ સ્પિનર આર અશ્વિન (R Ashwin) અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા નવ મહિનાના બેસ્ટ ખેલાડી તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે. અશ્વિન અને પંત ઉપરાંત ભારતના મહંમદ સિરાજ (Mohammad Siraj) અને ટી નટરાજન (T Natarajan) પણ આ એવોર્ડની રેસમાં છે. આ તમામ ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતની ઐતિહાસિક જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ICC નુ કહેવુ છે કે, સંપુર્ણ વર્ષ દરમ્યાન દરેક ફોર્મેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા વાળા મહિલા અને પુરુષ ક્રિકેટરને આ પુરસ્કાર આપવામાં આવશે.

જાન્યુઆરી મહિના માટે ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ, ઓસ્ટ્રેલીયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ, અફઘાનિસ્તાનના રહમાનુલ્લાહ ગુરબાજ, દક્ષિણ આફ્રિકાના મરિઝાને કાપ અને નાદિન ડે ક્લેર્ક તેમજ પાકિસ્તાનના નિદા ડાર પણ આ દોડમાં સામેલ છે. ICC એ કહ્યુ છે કે, ફેન્સને દરેક મહિને ઓનલાઇન વોટીંગ માટે નિમંત્રણ આપવામાં આવ્યા છે. ઓનલાઇન વોટ ઉપરાંત એક સ્વતંત્ર ICC વોટીંગ એકેડમી બનાવવામાં આવી છે. જેમાં પુર્વ ખેલાડી, પ્રસારક અને પત્રકાર પણ સામેલ હશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આઇસીસીના મહાપ્રબંધક જ્યોફ અલાર્ડ઼િસએ કહ્યુ છે કે, આઇસીસી મહિનાના બેસ્ટ ખેલાડી એવોર્ડના દ્વારા ફેન્સથી જોડાવાનો સારો મોકો મળશે. દરેક કેટેગરીના માટે ત્રણ નોમિનેશન ICC ના પુરસ્કાર નામાંકન સમિતિ નક્કી કરશે. વોટીંગ એકેડમી ઇમેઇલથી પોતાના વોટ આપશે, જે કુલ વોટના 90 ટકા હશે. મહિનાના પ્રથમ દિવસે આઇસીસીને રજીસ્ટર્ડ ફેન્સ પોતાના વોટ ICC ની વેબસાઇટ પર નાંખી શકશે. જે કુલ વોટના દશ ટકા હશે. વિજેતાની ઘોષણાં મહિનાના બીજા સોમવારે કરવામાં આવશે.

Next Article