ICC: T20 રેન્કીંગમાં કેએલ રાહુલ બીજા સ્થાન પર અડીખમ, વિરાટ કોહલીને એક સ્થાનનો ફાયદો

|

Mar 04, 2021 | 7:16 AM

ICC દ્રારા જારી કરવામા આવેલી T20 રેન્કીંગમાં ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) બીજા સ્થાન પર બની રહ્યો છે. જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) ને એક સ્થાનનો ફાયદો થયો છે, તે હવે છઠ્ઠા નંબર પર આવી ચુક્યો છે.

ICC: T20 રેન્કીંગમાં કેએલ રાહુલ બીજા સ્થાન પર અડીખમ, વિરાટ કોહલીને એક સ્થાનનો ફાયદો
KL Rahul-Virat Kohli

Follow us on

ICC દ્રારા જારી કરવામા આવેલી T20 રેન્કીંગમાં ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) બીજા સ્થાન પર બની રહ્યો છે. જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) ને એક સ્થાનનો ફાયદો થયો છે, તે હવે છઠ્ઠા નંબર પર આવી ચુક્યો છે. કેએલ રાહુલ હાલમાં 816 પોઇન્ટ ધરાવે છે, તો છઠ્ઠા સ્થાન પર રહેલા કોહલી પાસે 697 પોઇન્ટ છે. T20 બેટ્સમેનોની રેન્કીંગ (ICC rankings) માં ઇંગ્લેંડના તોફાની બેટ્સમેન ડેવિડ મલાન (David Malan) 915 પોઇન્ટ સાથે નંબર વન સ્થાન પર છે.

T20 રેન્કીંગમાં પાકિસ્તાનના કેપ્ટન અને ધુરંધર બેટ્સમેન બાબર આઝમને પણ એક સ્થાનનો ફાયદો થયો છે. તે હવે ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. જ્યારે તેની પાસે હાલમાં 801 પોઇન્ટ છે. તો વળી ઓસ્ટ્રેલીયાની ટીમના કેપ્ટન આરોન ફિંચ હવે ચોથા નંબર પર સરક્યો છે. તેની પાસે 788 પોઇન્ટ છે. આઈસીસીની નવી જાણકારી મુજબ T20 રેન્કીંગમાં ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓને ખૂબ ફાયદો મળતો જોવા મળી રહ્યો છે. કારણ કે આ બંને વચ્ચે રમાયેલી પ્રથમ બે T20 મેચ બાદ જારી કરવામા આવ્યુ છે.

નવા T20 રેન્કીંગમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેન માર્ટીન ગુપ્ટીલ અને ડેવાન કોન્વેને ખૂબ ફાયદો થયો છે. કોન્વે એ ઓસ્ટ્રેલીયાની સામે પાંચ મેચોની સિરીઝની પ્રથમ T20 મેચમાં 99 રનની ઇનીંગ રમી હતી. જેનો ફાયદો તેને બેટ્સમેનની રેન્કીંગમાં થયો હતો. તેમને તેના 46માં સ્થાનનો ફાયદો થયો છે. અને હવે તે 17માં સ્થાન પર આવી ચુક્યો છે. આ ઉપરાંત સાથી બેટ્સમેન ગુપ્ટીલ T20માં 97 રનની ઇનીંગ રમીને રેન્કીંગમાં 11માં સ્થાન પર આવી ગયા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Next Article