ICC: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલના સ્થળના વિકલ્પને શોધવાનુ ICC એ શરુ કર્યુ, કોરોના ઇફેક્ટ

|

Mar 07, 2021 | 11:16 AM

જૂનમાં ઐતિહાસીક લોર્ડસ (Lords Ground) ના મેદાન પર થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલનુ સ્થાન બદલવા માટે ICC પ્લાનીંગ કરી રહી છે. જાણકારી મળી રહી છે તે મુજબ હાલમાં વધતા જતા કોરોના મામલાઓને ધ્યાને રાખીને, ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઇનલને ઇંગ્લેંડ (England) ના અન્ય કોઇ મેદાન પર આયોજીત કરવા માટે પણ વિચાર કરી રહી છે.

ICC: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલના સ્થળના વિકલ્પને શોધવાનુ ICC એ શરુ કર્યુ, કોરોના ઇફેક્ટ
ICC

Follow us on

જૂનમાં ઐતિહાસીક લોર્ડસ (Lords Ground) ના મેદાન પર થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલનુ સ્થાન બદલવા માટે ICC પ્લાનીંગ કરી રહી છે. જાણકારી મળી રહી છે તે મુજબ હાલમાં વધતા જતા કોરોના મામલાઓને ધ્યાને રાખીને, ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઇનલને ઇંગ્લેંડ (England) ના અન્ય કોઇ મેદાન પર આયોજીત કરવા માટે પણ વિચાર કરી રહી છે. ઇંગ્લેંડને ટેસ્ટ શ્રેણીમાં 3-1 થી હરાવીને ટીમ ઇન્ડીયા (Team India) એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઇનલમાં સ્થાન પાકુ કરી લીધુ છે. આમ હવે ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ (New Zealand) સામે ફાઇનલમાં થનારો છે.

આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઇનલ મેચ માટે ઐતિહાસિક લોર્ડઝનુ મેદાન પસંદ કર્યુ હતુ. પરંતુ હાલમાં કોવિડ-19 ના વધતા જતા પ્રમાણને લઇને હવે તેમાં ફેરફાર કરી શકાય છે. એક અંગ્રેજી અખબારની જાણકારી મુજબ આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ માટે નવા મેદાનની શોધ શરુ કરી છે. આઇસીસી ના સૂત્ર એ અંગ્રેજી અખબાર સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે, વેન્યુ અંગેની ઘોષણાં ખૂબ જ ઝડપથી કરવામાં આવશે. લોર્ડઝ તે વેન્યુ નથી જેને લઇને આઇસીસી વિચાર કરી રહી છે. આઇસીસીને ઇંગ્લેંડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્રારા એડવાઇઝ કરવામાં આવશે અને તેમની પોતાની મેડીકલ ટીમ પણ ફાઇનલ માટે વેન્યુ અંગે નિર્ણય કરશે. ઇસીબી એ પાછળના ઉનાળાની માફક બાયો-બબલની તૈયારી કરવી પડી શકે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ભારત એ ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેંડને એક ઇનીંગ અને 25 રન થી હાર આપી હતી. આ સાથે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઇનલમાં પોતાનુ સ્થાન મેળવ્યુ હતુ. અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનની બોલીંગ સામે ઇંગ્લેંડના બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યા નહોતા. તેઓ ચોથી ટેસ્ટમાં બીજી ઇનીંગ રમતા 135 રન બનાવીને ઓલઆઉટ થઇ ગયા હતા. અક્ષર પટેલે ટેસ્ટ શ્રેણીમાં 27 અને અશ્વિનએ 32 વિકેટ પોતાના નામે કરી હતી.

Next Article