T20 WC Breaking : ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઇનલ મેચ માટે ICCએ અમ્પાયરોના નામ જાહેર કર્યા,નીતિન મેનનને મળી મોટી જવાબદારી

T20 World Cup 2026 Semifinal : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 4 અને 5 માર્ચના રોજ કોલકત્તા અને મુંબઈમાં રમાનારી સેમિફાઈનલની હાઈ વોલ્ટેજ મેચ માટે અમ્પાયર અને મેચ રેફરીની જાહેરાત કરવામાં આવી છે. તો ચાલો જાણીએ કોણ હશે ભારત-ઈંગ્લેન્ડ મેચના રેફરી

T20 WC Breaking : ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઇનલ મેચ માટે ICCએ અમ્પાયરોના નામ જાહેર કર્યા,નીતિન મેનનને મળી મોટી જવાબદારી
| Updated on: Mar 03, 2026 | 4:09 PM

આઈસીસીએ ટી20 વર્લ્ડકપ 2026ની બંન્ને સેમિફાઈનલ માટે અમ્પાયર અને મેચની ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે. કોલકત્તામાં સાઉથ આફ્રિકા મેચમાં રિચર્ડ ઈલિંગવર્થ અને એલેક્સ વ્હાર્ફ ઓન ફીલ્ડ અમ્પાયર હશે. જ્યારે મુંબઈમાં ભારત-ઈંગ્લેન્ડ મેચમાં ક્રિસ ગૈફની અને અલ્લાહુદ્દીન પાલેકર જવાબદારી સંભાળશે. બંન્ને મેચ 4 અને 5 માર્ચના રોજ રમાશે.

 

પહેલી સેમિફાઈનલ 4 માર્ચના રોજ ઈર્ડન ગાર્ડન્સમાં

ટી20 વર્લ્ડકપ 2026ની સેમિફાઈનલ મેચ પહેલા આઈસીસીએ મેચની ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે. ટૂર્નામેન્ટની બંન્ને સેમિફાઈનલ મેચ 4 અને 5 માર્ચના રોજ કોલકત્તા અને મુંબઈમાં રમાશે.તમને જણાવી દઈએ કે,પહેલી સેમિફાઈનલ 4 માર્ચના રોજ ઈર્ડન ગાર્ડન્સમાં એડન માર્કરામની આગેવાની હેઠળની સાઉથ આફ્રિકા અને મિચેલ સેન્ટનરની આગેવાની હેઠળની ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. રિચાર્ડ ઇલિંગવર્થ અને એલેક્સ વ્હાર્ફ મેદાન પર અમ્પાયર રહેશે.

 

 

તો સાઉથ આફ્રિકાએ સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતુ. ત્યારે ઈલિંગવર્થ પણ ઓન ફીલ્ડ અમ્પાયર હતા.નીતિન મેનન અને રોડ ટકર ત્રીજો અને ચોથો અમ્પાયરની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મેચ રેફરીની ભૂમિકા પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથ સંભાળશે,

ન્યુઝીલેન્ડ સામે  ઈતિહાસ રચવાની તક

ન્યુઝીલેન્ડ માટે આ મેચ ખુબ ખાસ રહેવાની છે. કીવી ટીમ આજ સુધી ટી20 વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકાની હરાવી શકી નથી. આ સીઝનના ગ્રુપ રાઉન્ડમાં પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ માર્કરામની ટીમ આ ટૂર્નામેન્ટમાં જીત મેળવી છે. તેમણે ભારતને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી કરી હતી.

ભારત અને ઈંગ્લેન્ડ સેમિફાઈનલ મેચમાં કોણ હશે અમ્પાયર

બીજી સેમિફાઈનલ 5 માર્ચના રોજ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ વાળી ટીમનો સામનો હેરી બ્રુકની આગેવાનીવાળી ઈંગ્લેન્ડની ટીમ સામે થશે. આ મેચમાં ક્રિસ ગૈફની અને અલ્લાહુદ્દીન પાલેકર ઓન ફીલ્ડ અમ્પાયરની ભૂમિકામાં હશે.

ટી20 વર્લ્ડકપમાં સતત ત્રીજી વખત ભારત અને ઈંગ્લેન્ડની સેમિફાઈનલ મેચ રમાશે. ફરી એક વખત બંન્ને ટીમ સેમિફાઈનલમાં આમને સામે આવી છે.

T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. અહી ક્લિક કરો

 

Published On - 3:50 pm, Tue, 3 March 26