ICC: ક્રિકેટમાં બદલાઇ શકે છે મહત્વના નિયમો, અંપાયર કોલ, બાઉન્સર અને લાળને લઇ બદલાવ આવી શકે છે

|

Feb 24, 2021 | 7:58 AM

પાછળના કેટલાક મહિના થી શોર્ટ પિચ બોલીંગ (Short Pitch Bowling) અને DRS ના દરમ્યાન અંપાયર કોલને લઇને ખૂબ વિવાદ રહ્યા છે. આ બંને મામલાઓમાં લાગાતર સવાલો ઉઠ્યા છે અને જે નિયમોને લઇને બદલાવની માંગ પણ ઉઠી છે.

ICC: ક્રિકેટમાં બદલાઇ શકે છે મહત્વના નિયમો, અંપાયર કોલ, બાઉન્સર અને લાળને લઇ બદલાવ આવી શકે છે
કેચ પકડવા દરમ્યાન અંપાયરના સોફ્ટ સિગ્નલ આપવાને લઇને પણ બેઠકમા વાત થઇ હતી.

Follow us on

પાછળના કેટલાક મહિનાથી શોર્ટ પિચ બોલીંગ (Short Pitch Bowling) અને DRS ના દરમ્યાન અંપાયર કોલને લઇને ખૂબ વિવાદ રહ્યા છે. આ બંને મામલાઓમાં લાગાતર સવાલો ઉઠ્યા છે અને જે નિયમોને લઇને બદલાવની માંગ પણ ઉઠી છે. એવામાં ક્રિકેટના નિયમ બનાવવાવાળા મેરિલબોર્ન ક્રિકેટ ક્લબ (Marylebourne Cricket Club) માં આ અંગે ચર્ચા શરુ થઇ ગઇ છે. MCC ક્રિકેટ કમિટીએ પાછળના દિવસોમાં વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા બેઠક કરી હતી. જેમાં આ અંગે ચર્ચા કરાઇ હતી. કમિટીનુ કહેવુ છે કે, શોર્ટ પિચ બોલીંગને લઇને બધાથી વાત કરવામાં આવશે, ત્યાર બાદ જ કોઇ નિર્ણય લેવામાં આવશે. એમસીસીના તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, પાછલા કેટલાક વર્ષોની રમતમાં કન્કશન એટલે કે માથામાં ઇજાની ઘટનાઓ વધી છે. આવામાં શોર્ટ પિચ બોલીંગ પર નિયમો પર નજર રાખવી જરુરી બની ગઇ છે. જેને લઇને એ જોવાની જરુરિયાત છે કે, શુંં જૂનિયર ક્રિકેટમાં શોર્ટ પિચ બોલીંગ હોવી જોઇએ કે નહી. નિચલા ક્રમના બેટ્સમેનને વધારે સુરક્ષા મળવી જોઇએ.

એમસીસી કમિટીએ સાથએ જ કહ્યુ હતુંં કે, શોર્ટ પિચ બોલીંગ રમતનો હિસ્સો છે. આવામાં માર્ચ 2021 થી જેને લઇને એક સર્વે કરવામાં આવશે. જેને લઇને કેટલાક વિશેષ ગૃપ પસંદ કરવામાં આવ્યા છે. જોકે વર્ષ 2022 સુધી તે અંગે કોઇ નિર્ણય નહી આવે. કમિટીએ કહ્યુ કે, જૂન 2021ના અંતથી શોર્ટ પિચ બોલીંગને લઇને ડેટા એકત્ર કરવામાં આવશે. ત્યારબાદ અલગ અલગ કમિટી અને સબ કમિટીમાં તે અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે જ આઇસીસીની મિટીંગમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ તેની ચર્ચા કરાશે. ત્યારબાદ જે નિર્ણય કરવામાં આવશે તે ડિસેમ્બર 2021માં એમસીસી સમિતીની બેઠકમાં લેવામાં આવશે.

સમિતીએ ડિસીઝન રિવ્યૂ સિસ્ટમ અને અંપાયર કોલને લઇને પણ ચર્ચા કરવામા આવી હતી. અંપાયર કોલને લઇને વધારે અને વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. અનેક સદસ્યોએ કહયુ હતુ કે, અંપાયર કોલ ખૂબ જ કનફ્યુઝીંગ છે. જે જનતાને સમજમાં જ નથી આવતુંં. કમિટીએ અનુભવ્યુ હતુ કે, ડીઆરએસ વિના અંપાયર કોલને સાદા પ્રકારથી આઉટ કે નોટ આઉટને લઇને હોવા જોઇએ. જોકે સ્ટંપ્સથી બોલ વાગવામાં અંપાયર કોલ બની રહેશે. જેને માટે બોલનો 50 ટકા હિસ્સો સ્ટંપ પર વાગવો જોઇએ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કેચ પકડવા દરમ્યાન અંપાયરના સોફ્ટ સિગ્નલ આપવાને લઇને પણ બેઠકમા વાત થઇ હતી. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે, 20 ગજના ઘેરાવામાં તો સોફ્ટ સિગ્નલનો પ્રકાર કારગર છે. પરંતુ બાઉન્ડ્રી પર પકડવામા આવતા કેચ માટે આ પ્રકાર એટલો કારગર નથી. કારણ કે અંપાયરને સ્પષ્ટ જોવા મળતુ નથી. આ અંગે એમસીસી સમિતીએ બાઉન્ડ્રી કેચ માટે અંપાયર ટીવી અંપાયરને અનસાઇટેડ એટલે કે યોગ્ય જોઇ શકાતુ નહી હોવાના સંકેત આપવાનો પ્રસ્તાવ રાખ્યો છે. સમિતીએ મિટીંગ દરમ્યાન બોલ પર લાળ લગાવવા પર પણ હંમેશા માટે પ્રતિબંધ લગાવવા માટે પણ ખૂબ ચર્ચા થઇ હતી. હાલમાં કોરોના વાયરસને લઇને બોલ પર લાળ લગાવવા પર પ્રતિબંધ છે.

બેઠકમાં ચેરમેન માઇક ગેટીંગ, આસિસ્ટન્ટ સેક્રેટરી જોન સ્ટીફનસન, સૂઝી બેટ્સ, એલિયેસ્ટર કુક, કુમાર ધર્મસેના, સૌરવ ગાંગુલી, ટીમ મે, બ્રેંડન મેક્કલમ, રિકી પોન્ટીંગ, રમિઝ રાજા, કુમાર સંગકારા, રિકી સ્કેરિટ, વિંસ વાન ડર બિએલ અને શેન વોર્ન.

Next Article