ICC: અશ્વિને જો રુટને રેન્કિગમાં પછાડયો, આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે અશ્વિનની પસંદગી

|

Mar 09, 2021 | 11:01 PM

ભારતીય ટીમ (Team India)ની સ્ટાર ઓફ સ્પિનર આર અશ્વિન (Ashwin)ને ફેબ્રુઆરી મહિના માટે ICC નો શ્રેષ્ઠ ક્રિકેટર પસંદ કર્યો છે. અશ્વિન એ ઓફ ધ મંથ એવોર્ડ (Player of the Month Award) ની રેસમાં ઇંગ્લેંડના ટેસ્ટ કેપ્ટન જો રુટ (Joe Root) ને પાછળ છોડી દીધો છે.

ICC: અશ્વિને જો રુટને રેન્કિગમાં પછાડયો, આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે અશ્વિનની પસંદગી
Jo Root-Ashwin

Follow us on

ભારતીય ટીમ (Team India) ની સ્ટાર ઓફ સ્પિનર આર અશ્વિન (Ashwin) ને ફેબ્રુઆરી મહિના માટે ICC નો શ્રેષ્ઠ ક્રિકેટર પસંદ કર્યો છે. અશ્વિન એ ઓફ ધ મંથ એવોર્ડ (Player of the Month Award) ની રેસમાં ઇંગ્લેંડના ટેસ્ટ કેપ્ટન જો રુટ (Joe Root) ને પાછળ છોડી દીધો છે. તેના પહેલા જાન્યુઆરીમાં તે એવોર્ડ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) એ જીત્યો હતો. અશ્વિનને ફેબ્રુઆરી માસમાં ઇંગ્લેંડ () સામે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીમાં કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ. તેમણે ના ફક્ત બોલથી પરંતુ બેટથી પણ યાદગાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે શ્રેણી દરમ્યાન 32 વિકેટ હાંસલ કરી હતી, જે એક ભારતીય રેકોર્ડ છે.

ફેબ્રુઆરી માસમાં તેનુ યોગદાન ત્રણ ટેસ્ટ મેચમાં 176 રન બનાવ્યા હતા. જેમાં ચેન્નાઇમાં ઇંગ્લેંડની ટીમના સામે ફટકારેલ શાનદાર શતક પણ સામેલ છે. આ ઉપરાંત બોલીંગમાં પણ જોવામાં આવે તો, 24 જેટલા ઇંગ્લીશ ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો દેખાડી દીધો હતો. આ મહિનામાં જ તેણે ટેસ્ટ કેરિયરની 400 વિકેટ પણ પુરી કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આઇસીસીએ આ વર્ષથી પ્રતિમાસ એક શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીને સન્માનિત કરવાની નવી પ્રથાની શરુઆત કરી છે. જેને પ્લેયર ઓફ ધ મંથ તરીકે ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ વાર પુરસ્કાર ગત જાન્યુઆરી માટે આપવામાં આવ્યો હતો, જે પુરસ્કાર મેળવનાર તરીકે પણ ભારતીય પ્લેયર હતો. ઋષભ પંતે ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન કરેલા પ્રદર્શનને લઇને તેને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી માસ માટે પુરુષ અને મહિલા માટે 3-3 ખેલાડીઓને નોમિનેટ કરવામાં આવ્યા હતા. ઇંગ્લેંડની ટીમના કેપ્ટન જો રુટ સતત બીજી વાર પ્લેયર ઓફ ધ મંથના પુરસ્કાર માટે નોમિનેટ થનાર પ્રથમ ખેલાડી બન્યો છે. જાન્યુઆરી માસ માટે પણ તેમને નોમિનેટ કરવામાં આવ્યા હતા.

અશ્વિન એ ઇંગ્લેંડની સામે પૂરી શ્રેણી માં બોલ અને બેટ થી જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. તેણે શ્રેણી દરમ્યાન મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ જીત્યો હતો. ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેંડની સામે બીજી ઇનીંગમાં તેણે 22.5 ઓવરમાં 47 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. અશ્વિન એ પોતાના કેરિયરમાં 30 મી વખત પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેણે શ્રેણી દરમ્યાન 32 વિકેટ ઝડપી હતી. અશ્વિન એ પોતાની કેરિયરમાં બીજી વાર એક જ સિરીઝમાં 30 કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. આમ કરનાર તે પ્રથમ ભારતીય બોલર બન્યો છે. આ પ્રકારનો રેકોર્ડ હરભજન સિંહ કે અનિલ કુંબલે જેવા ધુરંધર પણ કરી શક્યા નથી.

Next Article