ICC: વિવાદીત ‘અંપાયર્સ કોલ’ ને યથાવત રાખવા અનિલ કુંબલેની આગેવાની ધરાવતી ICC ક્રિકેટ સમિતિનો અભિપ્રાય

|

Mar 25, 2021 | 10:39 AM

ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 'અંપાયર્સ કોલ' (Umpires Call) ના નિયમના વિરોધ દર્શાવ્યો હતો. જોકે આ દરમ્યાન ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC) ની ક્રિકેટ સમિતિ એ DRS ના 'અંપાયર્સ કોલ' નિયમને યથાવત રાખવા માટે ભલામણ કરી છે.

ICC: વિવાદીત અંપાયર્સ કોલ ને યથાવત રાખવા અનિલ કુંબલેની આગેવાની ધરાવતી ICC ક્રિકેટ સમિતિનો અભિપ્રાય
Umpires Call Rules

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ‘અંપાયર્સ કોલ’ (Umpires Call) ના નિયમના વિરોધ દર્શાવ્યો હતો. જોકે આ દરમ્યાન ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC) ની ક્રિકેટ સમિતિ એ DRS ના ‘અંપાયર્સ કોલ’ નિયમને યથાવત રાખવા માટે ભલામણ કરી છે. ICC ના મુખ્ય કાર્યકારી સમિતિ (ICC Chief Executive Committee) ની આગામી સપ્તાહે નિયત કરાયેલ વર્ચ્યુઅલ બેઠકમાં ભલામણને રજૂ કરવામાં આવશે. જાણકારી અનુસાર ક્રિકેટ સમિતિની માર્ચના શરુઆતમાં વર્ચ્યુઅલ બેઠકમાં સમિતિના સદસ્યો એ ખેલાડીઓ અને પ્રશંસોકો સહિત ક્રિકેટના તમામ હિતધારકોને ‘અંપાયર કોલ’ ના નિયમ અને તેના સંચાલન અંગે યોગ્ય પ્રકાર સમજાવવા અંગેની વાત પર ભાર મુક્યો હતો.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સોમવારે પુણેમાં એક નિવેદન માં કહેતા કહેલા જ રોકાઇ ગયા હતા. તે કહી રહ્યા હતા કે, ‘અંપાયર કોલ’ ના નિયમને રમત થી હટાવી લેવો જોઇએ, તેમણે સાથે એ પણ કહ્યુ હતુ કે, આ નિયમ પર ફરી થી વિચાર કરી જોવાની જરુરિયાત છે. કારણ કે તેના થી ખૂબ ગૂંચવણો પેદા થઇ રહી છે. કોહલીના મુજબ આની પર કોઇ ચર્ચાઓ નહી થવી જોઇએ કે, બોલ સ્ટંપ્સ પર કેટલો હિટ કરશે. વિરાટ એ કહ્યુ હતુ કે, હું ત્યાર થી ક્રિકેટ રમી રહ્યો છુ, જ્યારે કોઇ ડીઆરએસ નહોતુ. જો અંપાયર એ કોઇ નિર્ણય લીધો તો, બેટ્સમેન તેને પસંદ કરે કે ના કરે તે આખરી રહે છે. જો અંપાયર કોઇને નોટઆઉટ આપે છે, તો પછી એ જરુરી નથી રહેતુ કે તે થોડા અંતર થી છે કે વધારે અંતર થી. ક્રિકેટ ની સામાન્ય સમજની નજર થી મને નથી લાગતુ કે તેની પર કોઇ ચર્ચા થવી જોઇએ. જો બોલ સ્ટંપ્સને સ્પર્શીને નિકળી રહ્યો છે, તો બેટસમેન આઉટ હોવો જ જોઇએ. ચાહે તમને એ પસંદ આવે કે ના આવે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલે (Anil Kumble)ના નેતૃત્વ અને એન્ડ્રયુ સ્ટ્રોસ, રાહુલ દ્રાવિડ, માહેલા જયવર્ધને અને શોન પોલોક જેવા પૂર્વ આંતરરાષ્ટ્રીય કેપ્ટનો, મેચ રેફરી રંજન મદુગલે, અંપાયર રિચર્ડ ઇલિંગવોર્થ અને મિકી આર્થરની ઉપસ્થીતી ધરાવતી ક્રિકેટ સમિતિએ અન્ય મેચ અધિકારીઓ, પ્રસારકો અને બોલ-ટ્રેકીંગ ટેકનોલોજી હોક-આઇ થી આ અંગે સલાહ મેળવાઇ છે. થોડીક ચર્ચાઓ બાદ સમિતિ એ નિર્ણય કર્યો છે કે, અંપાયર કોલ નિયમ યથાવત રહેવો જોઇએ, કારણ કે એમ માનવામા આવ્યુ છે કે, બોલ-ટ્રેકિંગ ટેકનીક 100 ટકા સાચી જ ના હોઇ શકે.

Next Article