Hima dasનો કોવિડ 19 ટેસ્ટ નેગેટિવ, ‘ઢીંગ એક્સપ્રેસ’ ટૂંક સમયમાં ટ્રેક પર દોડશે

|

Oct 21, 2021 | 5:19 PM

ટોક્યો ઓલિમ્પિકમાં હિમા દાસ પાસેથી ઉંચી આશાઓ હતી પરંતુ તે આ ગેમ્સ માટે ક્વોલિફાય થઈ શકી નહોતી. તે ઈજાથી પણ પરેશાન હતી.

Hima dasનો કોવિડ 19 ટેસ્ટ નેગેટિવ, ઢીંગ એક્સપ્રેસ ટૂંક સમયમાં ટ્રેક પર દોડશે
Hima das

Follow us on

Hima Das: ભારતની સ્ટાર દોડવીર હિમા દાસે(Hima Das) ગુરુવારે જાહેરાત કરી કે, તેનો કોવિડ -19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ગત સપ્તાહે પટિયાલામાં રાષ્ટ્રીય શિબિર માટે પરત ફરતી વખતે 21 વર્ષીય હિમા કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

પગના સ્નાયુમાં ઈજા બાદ પરત ફરી રહેલી હિમા(Hima Das)એ ટ્વિટર દ્વારા આ માહિતી આપી હતી. તેણીએ લખ્યું, “હું દરેકને જાણ કરવામાં ખુશ છું કે મારો COVID-19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આપ સૌનો આભાર. ટ્રૈક પર પાછા આવવા માટે વધુ રાહ જોઈ શકતી નથી. આશા છે કે દરેક સુરક્ષિત અને સ્વસ્થ હશે. ”

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

હિમાએ 2018માં ફિનલેન્ડમાં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ (World Junior Championship)માં 400 મીટર ગોલ્ડ મેડલ જીતીને ચર્ચામાં આવી હતી. તે વર્લ્ડ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય દોડવીર હતી. તે 2018 એશિયન ગેમ્સમાં વ્યક્તિગત 400 મીટર સિલ્વર મેડલ જીતવા ઉપરાંત 4×400 મીટર રિલે અને મિશ્ર 4×400 મીટર રિલે ટીમોનો પણ ભાગ હતો. આ દોડવીર જે આસામની છે, તેને ઢીંગ એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે.

ઓલિમ્પિક ક્વોટા ચૂકી હતી

ઓલિમ્પિક પહેલા હિમા દાસ (Hima Das) શાનદાર ફોર્મમાં હતી અને તે ઓલિમ્પિકમાં ભારતને ગૌરવ અપાવે તેવી અપેક્ષા હતી. તેણે માર્ચમાં બીજા ફેડરેશન કપમાં 23.21 સેકન્ડનો સમય મેળવ્યો હતો. પરંતુ ઓલિમ્પિક ક્વોલિફાઈંગ (Olympic qualifying)માર્ક હાંસલ કરી શકી નહોતી. પરંતુ તેના સ્નાયુની ઈજાએ તેના અભિયાનને આંચકો આપ્યો હતો.

ડોક્ટરની સલાહ વિના હિમાને ઈજા હોવા છતાં આંતરરાજ્યમાં 200 મીટરની દોડમાં દોડી હતી. પરંતુ પોડિયમ સુધી પહોંચી શકી નહોતી. ગાલિનાએ કહ્યું, હિમા (Hima Das) કોમનવેલ્થ, એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન માટે સખત તાલીમ લેવા માંગે છે.

કોચ ગેલિના બુખારીનાએ હિમા વિશે કેટલીક મોટી વાતો કહી છે. ગાલિના(Galina Bukharina)એ કહ્યું છે કે, હિમા(Hima Das)એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo olympics)ની તૈયારીઓને ગંભીરતાથી લીધી નથી. જોકે, તેને લાગે છે કે ઓલિમ્પિક્સ બાદ તેને જે બ્રેક મળ્યો તેને પોતાની કારકિર્દી પર પુનર્વિચાર કરવાની તક મળી હતી. જો કે કોચે સ્વીકાર્યું છે કે હિમા એક મહાન પ્રતિભા છે, પરંતુ કેટલીક વસ્તુઓ છે જે તેણીએ ઉકેલવી પડશે. હું તેમને આ સમયે સમજાવવા માંગુ છું કે આ સમયે તેમનું ભવિષ્ય રમતો છે.

 

આ પણ વાંચો : Indian Vaccines: ભારતની કોવિશિલ્ડને અત્યાર સુધી 46 દેશોએ આપી માન્યતા, જાણો કોવેક્સિનને WHO ક્યારે આપશે મંજૂરી ?

 

આ પણ વાંચો : Sponsored: A23 પર રમો ઓનલાઈન રમી અને મેળવો રૂ. 5000નું વેલકમ બોનસ અને રૂ. 200નું ઇન્સ્ટન્ટ કેશ

Next Article