AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલીએ Videoમાં એવું શું કહ્યું કે, હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો?

ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર ખેલાડી વિરાટ કોહલીનો હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં કોહલીએ સ્ટેડિયમ વિશે વાત કરી હતી. તેમણે બાળકો માટેની સુવિધાઓ વિશે પણ વાત કરી અને આ વિસ્તારમાં અછતની વાસ્તવિકતાને ઉજાગર કરી. હવે ઉત્તરાખંડ હાઈકોર્ટે વિરાટ કોહલીના આ વીડિયો પર કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ આપી છે.

વિરાટ કોહલીએ Videoમાં એવું શું કહ્યું કે, હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો?
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 9:33 AM
Share

ટીમ ઈન્ડિયાના રન મશીન વિરાટ કોહલી (Virat Kohli)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હાલમાં જ આ વીડિયો સામે આવ્યો છે જેમાં ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન સ્ટેડિયમ વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. જોકે, વીડિયો જાહેર થયા બાદ હવે મામલો કોર્ટમાં પહોંચ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ ઉત્તરાખંડ હાઈકોર્ટે સુઓ મોટુ લીધો છે. કોર્ટે ઉત્તરાખંડ સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને નોટિસ પાઠવીને તેમનો જવાબ માંગ્યો છે.

શું છે વિરાટ કોહલીના વીડિયોમાં?

વિરાટ કોહલીના તાજેતરના વીડિયોમાં તેણે સ્ટેડિયમની ખરાબ હાલત વિશે વાત કરી છે. આ વીડિયોમાં કોહલીને દેશમાં બાળકો માટે રમતગમતના મેદાનની અછત વિશે વાત કરતા જોઈ શકાય છે. તેમનું કહેવું છે કે બાળકોને રમવા માટે જગ્યાનો અભાવ છે જેના કારણે તેમને ગલીઓમાં રમવું પડે છે અને આ દરમિયાન તેમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

બાળકો સાથે વાર્તાલાપ કરતી વખતે તેમણે તેમના માટે રમતના મેદાનના અભાવ અને આ વિસ્તારની વાસ્તવિકતા વિશે વાત કરી. તેમના આ વીડિયો પર ઉત્તરાખંડ હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને બે અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું છે.

આ કેસમાં ચીફ જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ રાકેશ થાપલિયાલની ખંડપીઠે ઉત્તરાખંડના રમતગમત સચિવ અને ભારત સરકારના શહેરી વિકાસ સચિવ અને યુવા બાબતો અને રમતગમતના સચિવ અને અન્યને નોટિસ પાઠવી છે. કોર્ટે સરકારોને પૂછ્યું કે બાળકો માટે રમતના મેદાન તૈયાર કરવા માટે કઈ નીતિ લાગુ કરવામાં આવી છે. કોર્ટ હવે આ કેસની સુનાવણી 9 ઓક્ટોબરે કરશે.

કોહલીના વીડિયો પર કોર્ટે શું કહ્યું?

વિરાટ કોહલીના વીડિયો પર હાઈકોર્ટે કહ્યું કે ઘણી જગ્યાએ બાળકોને રમવા માટે મેદાન નથી મળી રહ્યું. આ પહેલા કેટલાક બાળકોએ ચીફ જસ્ટિસને પત્ર પણ લખ્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગલીમાં ક્રિકેટ રમતી વખતે ત્યાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમની શાંતિમાં ખલેલ પહોંચે છે.

બાળકોનો માનસિક વિકાસ ઝડપી થાય

ટિપ્પણી કરતાં કોર્ટે કહ્યું હતું કે બાળકોનો માનસિક વિકાસ ઝડપી થાય છે જ્યારે તેઓ શારીરિક રીતે સક્રિય રહે છે. જ્યારે તેઓ ફિટનેસ જાળવવા માટે સુવિધાઓ મેળવી શકતા નથી, ત્યારે તેઓ કમ્પ્યુટર, ફોન અને લેપટોપ પર પોતાનો સમય પસાર કરે છે. આવી સ્થિતિમાં તેમનો શારીરિક અને માનસિક વિકાસ ઓછો થઈ જાય છે.

આ અંગે કોર્ટે કહ્યું છે કે, બાળકોના વિકાસ માટે રમતના મેદાન જરૂરી છે. ઉપરાંત, સરકારોને રમતના મેદાનો સંબંધિત નીતિઓ સમજાવવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટે ‘ખેલો ઈન્ડિયા’ કાર્યક્રમ હેઠળ ચલાવવામાં આવતી યોજનાઓ વિશે પણ સવાલો પૂછ્યા છે જેમાં બાળકો માટે રમતનું મેદાન પૂરું પાડવામાં આવે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">