ઘરેલુ ક્રિકેટમાં રનનો ઢગલો, ટી-20 લીગમાં વિસ્ફોટક ફીફટી, સચિન તેંદુલકરે કહ્યું ખાસ અને ખતરનાક છે આ બેટ્સમેન

|

Oct 10, 2020 | 8:50 AM

ટી-20 લીગમાં સૌથી સફળ ટીમ તરીકે મુંબઇ ઇન્ડિયન્સ ઉભરી આવી છે. મુંબઇએ તેની આ ધાકને 13 મી સીઝનમાં પણ અકબંધ રાખી છે. તેણે અત્યાર સુધીમાં ચાર વાર ચેમ્પીયન્સનો ખિતાબ મેળવ્યો છે. ચાલુ સિઝનમાં પણ છ માંથી ચાર મેચોમાં જીત હાંસલ કરી છે અને પોઇન્ટની બાબતમાં પણ તે ટોચના સ્થાન પર બીરાજમાન છે. રોહિત શર્માની કેપ્ટનશીપ […]

ઘરેલુ ક્રિકેટમાં રનનો ઢગલો, ટી-20 લીગમાં વિસ્ફોટક ફીફટી, સચિન તેંદુલકરે કહ્યું ખાસ અને ખતરનાક છે આ બેટ્સમેન

Follow us on

ટી-20 લીગમાં સૌથી સફળ ટીમ તરીકે મુંબઇ ઇન્ડિયન્સ ઉભરી આવી છે. મુંબઇએ તેની આ ધાકને 13 મી સીઝનમાં પણ અકબંધ રાખી છે. તેણે અત્યાર સુધીમાં ચાર વાર ચેમ્પીયન્સનો ખિતાબ મેળવ્યો છે. ચાલુ સિઝનમાં પણ છ માંથી ચાર મેચોમાં જીત હાંસલ કરી છે અને પોઇન્ટની બાબતમાં પણ તે ટોચના સ્થાન પર બીરાજમાન છે. રોહિત શર્માની કેપ્ટનશીપ વાળી મુંબઇની ટીમે છેલ્લા 57 રનના મોટા અંતર થી જીત મેળવી હતી, જેમાં ઘરેલુ ક્રિકેટના સ્ટારે ધુંઆધાર અર્ધશતક પણ ફટકાર્યુ હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

હવે આ ખેલાડીની વિશ્વના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંદુલકરે મન મુકીને વખાણ કર્યા છે. આ ખેલાડી છે સૂર્યકુમાર યાદવ, તેણે લાંબા સમય થી ઘરેલુ ક્રિકેટમં પોતાની જોરદાર ઇનીંગ્સ થી ટીમ ઇન્ડીયામાં આવવાના દાવા કર્યા છે. રાજસ્થાન ના વિરુધ્ધ પણ તેણે શાનદાર રમત દાખવતા 47 બોલમાં 79 રન બનાવ્યા હતા. તે પારીમાં તેના બેટ થી 11 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા હતા.

સૂર્યકુમારની આ પારી પછી હવે સચિને પણ વખાણ કર્યા છે. સચિન તેંદુલકરે તેને ખુબજ મહત્વનો અને ખતરનાક ખેલાડી તરીકે વર્ણવ્યો છે. સચિને ટ્વીટ કર્યુ હતુ કે. સૂર્યકુમાર યાદવ એક ખાસ અને મહત્વનો તેમજ ખતરનાક ખેલાડી છે. કારણ કે તે વિકેટના તમામ ખુણાઓમાં શોટસ ને રમી શકે છે. સચિને સાથે જ જસપ્રિત બુમરાહના પણ વખાણ કર્યા હતા અને કહ્યુ હતુ કે મુંબઇની બેટીંગ અને બોલીંગ પણ શ્રેષ્ઠ છે. બુમરાહ અસાધારણ હતો અને તેને બોલીંગ કરતા જોવો સુખદ છે. રોહિત શર્મા પણ યાદવને લઇને પ્રશંસા કરી ચુક્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article