AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગંભીરે ‘ફિક્સર’ કહીને કરી ઉશ્કેરણી અને થઈ ગઈ બબાલ, સાંભળો શ્રીસંતનો નવો વીડિયો

ક્રિકેટર એસ શ્રીસંતે એક નવો વીડિયો જારી કરી કહ્યુ કે ગૌતમ ગંભીરે લિજેન્ડ્સ ક્રિકેટ લીગ મેચ દરમિયાન તેને 'ફિક્સર ફિક્સર' કહ્યો. આ મેચ 6 ડિસેમ્બરે ગુજરાત જાયન્ટ્સ અને ઈન્ડિયા કેપિટલ્સ વચ્ચે સુરતમાં થઈ.

ગંભીરે 'ફિક્સર' કહીને કરી ઉશ્કેરણી અને થઈ ગઈ બબાલ, સાંભળો શ્રીસંતનો નવો વીડિયો
| Updated on: Dec 07, 2023 | 5:55 PM
Share

6 ડિસેમ્બરે લીજેન્ડ્સ લીગ ક્રિકેટ(LLC) નો મુકાબલો ગુજરાત જાયન્ટ્સ અન ઈન્ડિયા કેપિટલ્સ વચ્ચે થયો. આ જ મેચ દરમિયાન ગૌતમ ગંભીર અને ગુજરાતની ટીમ વતી રમી રહેલા પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત વચ્ચે બબાલ થઈ . આ બબાલ બાદમાં સોશિયલ મીડિયા સુધી પહોંચી ગઈ. શ્રીસંતે એક બાદ એક વીડિયો શેર કર્યા. આ તરફ ગંભીરે પણ એક ટ્વીટ દ્વારા શ્રીસંતને ઈશારા-ઈશારામાં ઘણુ બધુ કહી દીધુ છે.

શ્રીસંતે નવો વીડિયો પોસ્ટ કરી કહ્યુ મેદાન પર મને ફિક્સર ફિક્સર કહી ગંભીરે ઉશ્કેરણી કરી

શ્રીસંતે LLCના મેચ બાદ એક વીડિયો જારી કરી કહ્યુ ગૌતમ ગંભીરનો વ્યવહાર મેચ દરમિયાન બરાબર ન હતો. બાદમાં શ્રીસંતે એક વીડિયો જારી કર્યો અને કહ્યુ કે ગૌતી મેચ દરમિયાન તેમને ફિક્સર ફિક્સર કહી રહ્યા હતા. ક્રિકેટ મેચ દરમિયાન ગંભીર અને શ્રીસંત એકબીજા સામે ઘણીવાર સુધી ઘુરતા પણ રહ્યા હતા. ગૌતમ ગંભીરની કેપ્ટન્સી ઈન્ડિયા કેપિટલ્સ અને પાર્થિવ પટેલ ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન્સી કરી રહ્યા હતા.

ગંભીરની ટિપ્પણી ઘણી અભદ્ર હતી- શ્રીસંત

શ્રીસંતે એક વીડિયો જારી કર્યો અને કહ્યુ કે તે વીરેન્દ્ર સેહવાગ સહિત સિનિયર ખેલાડીઓનુ સન્માન નથી કરતા. એ મેચ દરમિયાન વારંવાર ઉશ્કેરણી કરે છે. તે વારંવાર એવુ કંઈકને કંઈક બોલી જતા તે ઘણુ અભદ્ર હતુ. જે ન કહેવુ જોઈએ. બીજી તરફ શ્રીસંતે બાદમાં એક વીડિયો શેર કર્યો અને કહ્યુ કે ગંભીર લાઈવ મેચ દરમિયાન વારંવાર તેને ફિક્સર ફિક્સર કરી રહ્યા હતા.

આપને જણાવી દઈએ કે શ્રીસંતને 2013માં IPL સ્પોટ ફિક્સિંગના આરોપમાં આજીવન પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો. જો કે પાછળ તેના પર લાગેલા પ્રતિબંધને સાત વર્ષનો કરી દેવાયો હતો. હાલ શ્રીસંત લીજેન્ડ્સ લીગ ક્રિકેટ વતી રમી રહ્યા છે.

શ્રીસંતે વધુ એક નવો વીડિયો જારી કરી જણાવ્યુ કે તેમણે ગંભીરને વારંવાર પૂછ્યુ કે આખરે તો ફિક્સર ફિક્સર શા માટે કહે છે. શ્રીસંતે કહ્યુ કે મેદાન પર થયેલી બોલાચાલી બાદ એક નવો વીડિયો શેર કર્યો તો તેમને મીડિયાના અનેક ફોન આવવાનુ શરૂ થઈ ગયુ.

ગંભીરની આઈપીએલ 2023ની મેચ દરમિયાન વિરાટ કોહલી સાથે 1 મે ના રોજ પણ બોલાચાલી થઈ હતી. આ મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે હતી.

ગૌતમ ગંભીરે શેર કર્યો હતો આ ક્રિપ્ટિક મેસેજ

શ્રીસંતનો વીડિયો મેસેજ સામે આવ્યા બાદ ગૌતમ ગંભીરે પણ એક ક્રિપ્ટીક મેસેજ શેર કર્યો. જેમાં ગંભીરે લખ્યુ જ્યારે સમગ્ર વિશ્વ એટેન્શન મેળવવા ઈચ્છે ત્યારે સ્માઈલ કરો. આ મેસેજ સાથે ગૌતમ ગંભીરે સ્માઈલ કરતો એક થ્રોબેક ફોટો પણ શેર કર્યો છે.

શા માટે ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચે થઈ બબાલ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ગુજરાત જાયન્ટ્સ વતી રમી રહેલા શ્રીસંતે છગ્ગા અને ચૌગ્ગા જડ્યા બાદ ઈન્ડિયા કેપિટલ્સના ગૌતમ ગંભીર તેની સામે ઘુરતા જોવા મળ્યા હતા. LLC એલિમિનેટર મેચમાં ગૌતમ ગંભીરના 30 બોલમાં 51 રન સાથે ઈન્ડિયા કેપિટલ્સે 20 ઓવરમાં 223/7 રન કર્યા. જ્યારે શ્રીસંતે ત્રણ ઓવરમાં 35 રન દઈ એક વિકેટ લીધી. જવાબમાં ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 211/7 રન જ કરી શકી અને 12 રનથી હારી

સેહવાગનું પણ સન્માન નથી કરતા ગંભીર-એસ શ્રીસંત

મેચ બાદ શ્રીસંતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમા તે ગૌતમ ગંભીર વિરુદ્ધ મેદાન પરની તેની ભડાસ કાઢતો જોવા મળ્યો. શ્રીસંતે કહ્યુ “મિસ્ટર ફાઈટર (ગૌતમ ગંભીરનું નામ લીધા વિના સંબોધન) સાથે જે થયુ તે અંગે હું બસ સ્પષ્ટતા કરવા ઈચ્છતો હતો. તે હંમેશા તેના દરેક કલિગ સાથે ઝઘડો કરે છે. એ પણ વિના કોઈ કારણ. તે વિરુભાઈ સહિત અનેક સિનિયર ખેલાડીઓનું પણ સન્માન નથી કરતા. આજે પણ એવુ જ થયુ. તે વારંવાર ઉશ્કેરી રહ્યા હતા. તે કંઈકને કંઈક બોલી રહ્યા હતા જે ઘણુ અભદ્ર હતુ. જે ગંભીરે ન કરવુ જોઈએ.

શ્રીસંતે કહ્યુ મારો પરિવાર, મારુ રાજ્ય અને પરિવારના લોકો ઘણુ બધુ સહન કરી ચુક્યા છે. એ લડાઈ તમારા સહુના સમર્થનથી હું લડ્યો. હવે લોકો વિના કોઈ કારણ મને નીચા દેખાડી રહ્યા છે. તેમણે એવી વાતો કરી જે કરવી ન જોઈએ.

આ પણ વાંચો: જયપુરમાં નોન વેજ વિરુદ્ધ અભિયાન ચલાવનાર કોણ છે ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્ય

શ્રીસંત અને ગંભીરનું આવુ રહ્યુ કેરિયર

એસ શ્રીસંતે ભારત માટે 27 ટેસ્ટ, 53 વન ડે અને 10 ટી-20 ઈન્ટરનેશનલ રમી. આ દરમિયાન તેમણે કુલ 169 વિકેટ લીધી હતી. જ્યારે ગંભીરે ભારત માટે સ528 ટેસ્ટમાં 4154 રન બનાવ્યા. તો 147 વન ડેમાં 39.68ની એવરેજથી 5238 રન બનાવ્યા. જ્યારે 37 ટી-20 ઈન્ટરનેશલમાં ગંભીરે 27.41 એવરેજથી 932 રન બનાવ્યા હતા. ગૌતમ ગંભીરે ટી-20 વર્લ્ડ કપ 2007 અને વન ડે વર્લ્ડ કપ 2011ની વિજેતા ટીમમાં પણ સામેલ હતા. જ્યારે શ્રીસંત પણ આ બંને વર્લ્ડ કપ સમયે ટીમમાં સામેલ હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">