હાર્દિક પંડ્યાએ પિતાના નિધનના બીજા દિવસે ઈમોશનલ પોસ્ટ કરી આપી શ્રધ્ધાંજલી

શનિવારે 16 જાન્યુઆરીએ ટીમ ઈન્ડીયા (Team India)ના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya)ના માટે ખુબ જ શોકજનક દિવસ હતો.

હાર્દિક પંડ્યાએ પિતાના નિધનના બીજા દિવસે ઈમોશનલ પોસ્ટ કરી આપી શ્રધ્ધાંજલી
Avnish Goswami

| Edited By: Kunjan Shukal

Jan 17, 2021 | 5:33 PM

શનિવારે 16 જાન્યુઆરીએ ટીમ ઈન્ડીયા (Team India)ના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya)ના માટે ખુબ જ શોકજનક દિવસ હતો. તેમણે પોતાના પિતાને આ દિવસે ગુમાવ્યા હતા. તેમના પિતા હિમાંશુ પંડ્યા (Himanshu Pandya)નું અચાનક જ ઘરે કાર્ડિયાક એરેસ્ટ આવવાને લઈને અવસાન થયુ હતુ. મોટાભાઈ કૃણાલ પંડ્યાને જેવી પોતાના પિતાના અવસાનની જાણકારી મળી તેવા જ તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy)ના બાયોબબલને છોડીને સીધો જ ઘરે પહોંચ્યો હતો. શનિવારે સાંજે તેમના પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પિતાના નિધનના એક દિવસ બાદ હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી.

તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પિતા સાથેની તસ્વીરોને શેર કરતા ઈમોશનલ મેસેજ પણ લખ્યો હતો. તેણે લખ્યુ હતુ કે આપને ગુમાવ્યાની વાતનો સ્વીકાર કરવો એ જીવનની સૌથી મુશ્કેલ બાબતમાંથી એક છે. પરંતુ આપે અમારા માટે એટલી બધી યાદો મુકી છે કે, અમે કલ્પનાઓ કરી શકીએ છીએ કે તમે હસી રહ્યા છો. તમારા પુત્રો જ્યાં ઉભા છે, તે તમારી મહેનત અને આત્મવિશ્વાસના કારણે છે. આપ હંમેશા ખુશ હતા. હવે આ ઘરમાં આપની ગેરહાજરીથી એન્ટેરટેન્મેન્ટ પણ ઘટી જશે. અમે આપને ખુબ પ્રેમ કરીએ છીએ અને આગળ પણ કરતા રહીશુ. આપનુ નામ હંમેશા ટોપ પર રહેશે.

હાર્દિકે પોસ્ટ કરતા આગળ પણ લખ્યુ છે કે મને એક વાતનો ખ્યાલ છે કે આપ અમને ઉપરથી એ જ રીતે જોઈ રહ્યા છો, જેમ આપે અહીં કર્યુ હતુ. આપને અમારા પર ગર્વ હતો, પરંતુ ડેડી અમને બધાને એ વાત પર ગર્વ છે કે આપે હંમેશા આગવુ જીવન જીવ્યા. જેમ કે મેં કાલે કહ્યુ હતુ અને એકવાર ફરીથી કહીશ કે હું મારી જીંદગીમાં આપને દરેક દિવસે યાદ કરીશ. લવ યુ ડેડી. હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયાની સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝ પહેલા મર્યાદીત ઓવરોની સીરીઝમાં સામેલ હતો. તે દરમ્યાન તેનુ પ્રદર્શન શાનદાર રહ્યું હતુ. તેણે ટી-20 સીરીઝમાં યાદગાર પ્રદર્શન કરતા, ટીમને સીરીઝ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે તે ટેસ્ટ ટીમનો સભ્ય નહોતો રહ્યો. તે ટી-20 સીરીઝ બાદ ભારત પરત ફર્યો હતો. ત્યારબાદ તેણે ભારત આવીને ઈંગ્લેન્ડ સામેની સીરીઝને લઈને તૈયારીઓ શરુ કરી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati