હાર્દીક પંડ્યાએ કહ્યુ, હું નહી આ ખેલાડી હતો મેન ઓફ ધ મેચનો દાવેદાર

|

Dec 07, 2020 | 11:29 AM

ઓસ્ટ્રેલીયાની સામે બીજી ટી20 મેચમાં અણનમ 42 રન બનાનારા હાર્દીક પંડ્યાએ, પોતાને મેન ઓફ ધ મેચના પુરસ્કારને બદલે અન્ય ખેલાડીને તેનો હકદાર ગણાવ્યો હતો. પંડ્યા એ કહ્યુ હતુ કે આ પુરસ્કાર નો ખરો હકદાર ઝડપી બોલર નટરાજન હતો. ઓસ્ટ્રેલીયા સામે ની મેચમાં ભારતને 195 રનન લક્ષ્ય મળ્યુ હતુ. જેને ભારતે 19.4 ઓવરમાં જ ચાર વિકેટ […]

હાર્દીક પંડ્યાએ કહ્યુ, હું નહી આ ખેલાડી હતો મેન ઓફ ધ મેચનો દાવેદાર

Follow us on

ઓસ્ટ્રેલીયાની સામે બીજી ટી20 મેચમાં અણનમ 42 રન બનાનારા હાર્દીક પંડ્યાએ, પોતાને મેન ઓફ ધ મેચના પુરસ્કારને બદલે અન્ય ખેલાડીને તેનો હકદાર ગણાવ્યો હતો. પંડ્યા એ કહ્યુ હતુ કે આ પુરસ્કાર નો ખરો હકદાર ઝડપી બોલર નટરાજન હતો. ઓસ્ટ્રેલીયા સામે ની મેચમાં ભારતને 195 રનન લક્ષ્ય મળ્યુ હતુ. જેને ભારતે 19.4 ઓવરમાં જ ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધુ હતુ. પંડ્યાએ 22 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદ થી અણનમ 22 રન કર્યા હતા.

તેની ઘુંધાઆર મેચ ફીનીશર વાળી રમતને લઇને મેન ઓફ ધ મેચ માટે પંસદ કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં નટરાજનને એ પુરસ્કાર મળવો જોઇતો હતો એમ કહ્યુ હતુ. કારણ કે નટરાજને ચાર ઓવરમાં માત્ર 20 જ રન ગુમાવીને બે મહત્વની વિકેટ ઝડપી હતી. પંડ્યાએ કહ્યુ હતુ કે, ઓસ્ટ્રેલીયાએ શાનદાર બેટીંગ કરી હતી. અમારે તો માત્ર સકારત્મક રહેવાનુ હતુ. મારા ખ્યાલ મુજબ નટરાજન આ પુરસ્કારનો હકદાર હતો. કારણ કે સિડનીમાં બોલરો સંઘર્ષ કરી રહ્યા હતા પરંતુ તેણે અહી સારી રમત નુ પ્રદર્શન કર્યુ હતુ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પંડ્યાએ પોતાની રમતને લઇને પણ કહ્યુ હતુ કે હું હંમેશા એ સમય ને યાદ રાખુ છુ, જ્યારે મોટા લક્ષ્યનો સફળ પીછો કર્યો હોય. જેના થી મને મદદ મળી રહે છે, જે ખૂબ આસાન છે. મેં સ્કોર બોર્ડ જોયુ અને તેના અનુસાર રમત રમી હતી. મને સમજણ હતી કે કયા બોલરને ટાર્ગેટ કરવાનો છે. હું આવી સ્થિતીમાં અગાઉ પણ કેટલીક વાર કરી ચુક્યો છુ. અગાઉની ભુલો થી શિખ્યો છુ. મારી રમત આત્મવિશ્વાસ ભરેલી હોય છે અને હું તેની સાથે જ રમુ છુ. જોકે અતિ આત્મવિશ્વાસ થી બચીને રહુ છુ.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article