#HappyBirthdaySachin : God of cricket’ 49 વર્ષના થયા, ચાહકો સોશિયલ મીડિયા પર આ રીતે ઉજવણી કરી રહ્યા છે

|

Apr 24, 2022 | 1:54 PM

સચિન તેંડુલકરે 24 વર્ષ સુધી ક્રિકેટના મેદાન પર પોતાની કીર્તિ ફેલાવી. તેમની 24 વર્ષની શાનદાર કારકિર્દી વર્ષ 2013માં પૂરી થઈ. તે ટેસ્ટ ક્રિકેટમાં 200 મેચ રમનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે.

#HappyBirthdaySachin : God of cricket 49 વર્ષના થયા, ચાહકો સોશિયલ મીડિયા પર આ રીતે ઉજવણી કરી રહ્યા છે
God of cricket' 49 વર્ષના થયા, ચાહકો સોશિયલ મીડિયા પર આ રીતે ઉજવણી કરી રહ્યા છે
Image Credit source: Twitter

Follow us on

Happy Birthday Sachin: ક્રિકેટના ભગવાન કહેવાતા મહાન ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)નો આજે જન્મદિવસ છે. 24 એપ્રિલ 1973ના રોજ મુંબઈમાં જન્મેલા સચિન 49 વર્ષના થઈ ગયા. ભલે તેણે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું બંધ કરી દીધું છે, પરંતુ વિશ્વભરમાં તેના ચાહકોની કોઈ કમી નથી, પરંતુ ચાહકો હજી પણ તેને તેટલો જ પ્રેમ કરે છે જેટલો તેઓ પહેલા કરતા હતા. ક્રિકેટની દુનિયામાં તેમનાથી મોટો ખેલાડી કોઈ ન ગણી શકાય. તેણે 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે, ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ સદી અને રન બનાવ્યા છે.

આ એક સાદી વાત છે. માત્ર 16 વર્ષની ઉંમરે, તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું અને તે પછી તેણે રન અને રેકોર્ડ બનાવ્યા, જ્યાં પહોંચવું દરેકના ગજાની વાત નથી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

સચિને 24 વર્ષ સુધી ક્રિકેટના મેદાન પર પોતાની કીર્તિ ફેલાવી. તેમની 24 વર્ષની શાનદાર કારકિર્દી વર્ષ 2013માં પૂરી થઈ. તે ટેસ્ટ ક્રિકેટમાં 200 મેચ રમનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. તેણે તેની છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી અને ત્યાર બાદ તેણે ક્રિકેટમાંથી વિદાય લીધી હતી. જ્યારે તેણે તેની છેલ્લી મેચ રમી ત્યારે તે પોતે પણ રડ્યો હતો અને તેની સાથે આખું સ્ટેડિયમ નિરાશ થઈ ગયું હતું કે તે હવે ક્રિકેટના ભગવાનને મેદાન પર રમતા જોવા નહીં મળે.

 

 

 

 

આજે જ્યારે સચિન 49 વર્ષનો થયો ત્યારે લોકો સોશિયલ મીડિયા ટ્વિટર પર ચાહકો પોતપોતાની રીતે તેનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ચાલો એક નજર કરીએ કેટલીક પસંદગીની ટ્વીટ્સ પર…

 

 

 

 

 

 

 

આ પણ વાંચો :

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 2593 નવા કેસ, 44 સંક્રમિતોના મોત, 700થી વધુ એક્ટિવ કેસ

Next Article