રોહિત શર્માનું ફીટ થવુ ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, કોચ શાસ્ત્રી અને ગાંગુલીની ચિંતા પણ યોગ્યઃ ગાવાસ્કર

|

Nov 05, 2020 | 8:23 AM

ભારતીય ટીમના પુર્વ કેપ્ટન સુનિલ ગાવાસ્કર એ રોહિત શર્માના ફિટ થઇને વાપસી કરવાને લઇને ખુશી દર્શાવી છે. તેમને લાગે છે કે ઓસ્ટ્રેલીયા પ્રવાસ પહેલા જ ભારતીય ક્રિકેટ માટે સૌથી સારી ખબર સામે આવી હોવાનુ ગણાવ્યુ છે. સાથે જ તેમણે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી દ્રારા જતાવેલી ચિંતાને પણ યોગ્ય ઠેરવી છે. […]

રોહિત શર્માનું ફીટ થવુ ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, કોચ શાસ્ત્રી અને ગાંગુલીની ચિંતા પણ યોગ્યઃ ગાવાસ્કર

Follow us on

ભારતીય ટીમના પુર્વ કેપ્ટન સુનિલ ગાવાસ્કર એ રોહિત શર્માના ફિટ થઇને વાપસી કરવાને લઇને ખુશી દર્શાવી છે. તેમને લાગે છે કે ઓસ્ટ્રેલીયા પ્રવાસ પહેલા જ ભારતીય ક્રિકેટ માટે સૌથી સારી ખબર સામે આવી હોવાનુ ગણાવ્યુ છે. સાથે જ તેમણે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી દ્રારા જતાવેલી ચિંતાને પણ યોગ્ય ઠેરવી છે.

રોહિત શર્મા, આઇપીએલ 2020માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમતી વેળા મેચમાં ઇજા પામ્યો હતો. મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તે મેદાનમાં ઉતર્યો હતો. ફિટનેશને લઇને તેને ઓસ્ટ્રેલીયાના પ્રવાસ માટે ટીમ થી બહાર રાખવામાં આવ્યો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગાવાસ્કરે કહ્યુ હતુ કે, રોહિત શર્માની ઇજાને લઇને જે કંઇ પણ થયુ, એને પાછળ છોડીને હું એટલુ જ કહીશ કે તેમનુ ફીટ થવુ એ ભારતીય ક્રિકેટ માટે સારી ખબર છે. જોકે તેની વાપસીમાં જલદબાજી નહી કરવા માટે કોચ રવિ શાસ્ત્રી અને બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના સલાહ પણ યોગ્ય છે. જોકે તે આત્મવિશ્વાસ થી એક દમ ફીટ જોવા મળ્યો છે. તેણે બાઉન્ડ્રી લાઇન પર અને 30 યાર્ડ સર્કલ પર પણ ફીલ્ડીંગ કરી હતી. શાસ્ત્રી અને ગાંગુલીએ રોહિતની વાપસીને લઇને ઉતાવળ નહી કરવા માટે આગ્રહ કર્યો હતો.

દિગ્ગજ ઓપનર અને બેટ્સમેન એ કહ્યુ જો બોર્ડ, રોહિત નો ફરી થી ફીટનેશ ટેસ્ટ કરવા માંગતુ હોય તો તેમાં કોઇ નુકશાન નથી. તેમણે એ બતાવવા માટે જ મેચ રમી છે કે તે ફીટ છે, પરંતુ જો બોર્ડ તેની ફીટનેશનો ફરી થી પરીક્ષણ કરવા માંગતુ હોય તો, તેમાં કશુ જ ખોટુ નથી. કારણ કે તે જાણવા જોવા માંગે કે તે પુરી રીતે ફીટ છે કે નહી. ટીમમાં વાપસી પર રોહિત શર્મા વાઇસ કેપ્ટન રહેશે કે નહી, આ વાતના સવાલ પર ગાવાસ્કરે કહ્યુ હતુ કે કેપ્ટન અને વાઇસ કેપ્ટનનો કોઇ મુદ્દો નહી હોવો જોઇએ. મુખ્ય વાત એ છે કે ખેલાડીએ રમતમાં ઉપલબ્ધ હોવુ જોઇએ અને તે ઉપલબ્ધ છે. હૈદરાબાદની સામેની મેચ પહેલા અને પછી બે વાર ફીટનેશને લઇને રોહિતને પણ સવાલ કરવામાં આવી રહ્યા હતા અને તેણે કહ્યુ હતુ કે તે ફીટ પણ છે અને સારો અહેસાસ કરી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article