Pakistan cricket: જેણે ભારતને વર્લ્ડકપ અપાવ્યો, કોહલીને IPLમાં રમવાનું શીખવ્યું, તે પાકિસ્તાનનો કોચ બનશે !

|

Oct 28, 2021 | 2:05 PM

મિસ્બાહ-ઉલ-હકે ICC T20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન ટીમના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યું હતું અને તેની સાથે બોલિંગ કોચ વકાર યુનિસ પણ પદ છોડ્યું હતુ.

Pakistan cricket: જેણે ભારતને વર્લ્ડકપ અપાવ્યો, કોહલીને IPLમાં રમવાનું શીખવ્યું, તે પાકિસ્તાનનો કોચ બનશે !
Pakistan Cricket team

Follow us on

pakistan cricket : પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket team) હાલમાં ICC T20 વર્લ્ડ કપ-2021(ICC T20 World Cup 2021)માં ભાગ લઈ રહી છે. ટીમે ભારતને હરાવીને પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી અને ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમને પણ હરાવ્યું હતું. આ સાથે તેણે સેમિફાઈનલમાં જવાનો રસ્તો આસાન કરી લીધો હતો.

આ દરમિયાન એ વાત સામે આવી રહી છે કે, આ વર્લ્ડ કપ બાદ ટીમમાં ફેરફાર જોવા મળી શકે છે. જાણીતી સમાચાર એજન્સી અનુસાર, આ વર્લ્ડ કપ પછી પાકિસ્તાન ક્રિકેટ ટીમને તેના કાયમી મુખ્ય કોચ મળી શકે છે અને તે દક્ષિણ આફ્રિકાના ગેરી કર્સ્ટન (Gary Kirsten)બની શકે છે. અખબારના અહેવાલ મુજબ કિસ્ટર્ન વર્લ્ડ કપ બાદ પાકિસ્તાનના મુખ્ય કોચની જવાબદારી સંભાળી શકે છે.

કિસ્ટર્ન (Gary Kirsten) સિવાય આ રેસમાં વિરાટ કોહલીની IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સૅલ્મોન કેટીસ અને બે વખત ઈંગ્લેન્ડના કોચ પીટર મોરેસનું નામ પણ સામેલ છે. સૂત્રોનું માનીએ તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board)ના અધ્યક્ષ રમીઝ રાજા વિદેશી કોચ રાખવાના પક્ષમાં છે. કિસ્ટર્ન આ પહેલા ભારતીય ટીમ (Indian team)ના કોચ રહી ચૂક્યા છે. તેમણે 2008 થી 2011 સુધી આ જવાબદારી નિભાવી હતી. ટીમ ઈન્ડિયાએ તેમના કોચ હેઠળ ODI વર્લ્ડ કપ જીત્યો હતો. તેમના કોચ હેઠળ ભારતીય ટીમ ટેસ્ટમાં નંબર-1 બની હતી. કિસ્ટર્ન આઈપીએલમાં આરસીબી સાથે પણ કામ કરી ચૂક્યો છે અને તે સમયે કોહલી ટીમનો કેપ્ટન હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મિસ્બાહે પદ છોડી દીધું

રાજાના બોર્ડમાં પ્રવેશ બાદ મિસ્બાહ-ઉલ-હકે (Misbah-ul-Haq)વર્લ્ડ કપ પહેલા ટીમના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપી દીધું હતું. તેની સાથે બોલિંગ કોચ વકાર યુનિસે પણ પોતાનું પદ છોડી દીધું છે. ત્યારબાદ ટીમે ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડનનો કોચિંગ સ્ટાફમાં સમાવેશ કર્યો હતો. હાલમાં પાકિસ્તાન(Pakistan)ના ભૂતપૂર્વ ઓફ સ્પિનર ​​સકલેન મુશ્તાક ટીમના વચગાળાના કોચ છે અને તેમના માર્ગદર્શન હેઠળ ટીમ વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે. પાકિસ્તાને વર્લ્ડ કપમાં ક્યારેય ભારતને હરાવ્યું ન હતું, પરંતુ આ વખતે બાબર આઝમની કેપ્ટન્સીમાં ટીમે આ ઈતિહાસ બદલી નાખ્યો.

જો આપણે બંને ફોર્મેટ, ODI અને T20ના વર્લ્ડ કપ પર નજર કરીએ તો આ વર્ષની મેચ પહેલા બંને ટીમો 12 વખત આમને સામને આવી હતી પરંતુ પાકિસ્તાન એક પણ વખત જીતી શક્યું ન હતું. 24 ઓક્ટોબર 2021ના રોજ, પાકિસ્તાને આ આંકડો ઘટાડીને 12-1 કર્યો. T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે પાંચ વખત જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાને (Pakistan)એક વખત જીત મેળવી છે. વનડેમાં ભારત અને પાકિસ્તાન વર્લ્ડકપમાં સાત વખત આમને-સામને આવ્યા છે અને સાત વખત ભારત જીત્યું છે.

આ પણ વાંચો : Guru Pushya Nakshatra 2021: આજે 28 ઓકટોબરે વર્ષો બાદ વિશેષ સંયોગ, ગુરુપુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવા માટે નહીં જોવું પડે પંચાંગ

Next Article