હવે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇંઝમામ ઉલ હક એ રાહુલ દ્રવિડના કર્યા વખાણ, જાણો શું કહ્યું

|

Jan 18, 2021 | 10:46 AM

પાકિસ્તાન (Pakistan) ના પૂર્વ ક્રિકેટરે યુટ્યુબ ચેનલ (YouTube channel) બનાવીને તેના દ્વારા ક્રિકેટ સાથે જોડાયેલા પોતાના અનુભવોને શેર કરી રહ્યા છે. યુટ્યુબ ચેનલ પર તેઓ ક્રિકેટરો પર પોતાની રાય પણ રજૂ કરવા લાગ્યા છે.

હવે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇંઝમામ ઉલ હક એ રાહુલ દ્રવિડના કર્યા વખાણ, જાણો શું કહ્યું
Inzamam Ul Haq & Rahul Dravid

Follow us on

પાકિસ્તાન (Pakistan) ના પૂર્વ ક્રિકેટરે યુટ્યુબ ચેનલ (YouTube channel) બનાવીને તેના દ્વારા ક્રિકેટ સાથે જોડાયેલા પોતાના અનુભવોને શેર કરી રહ્યા છે. યુટ્યુબ ચેનલ પર તેઓ ક્રિકેટરો પર પોતાની રાય પણ રજૂ કરવા લાગ્યા છે, સાથે જ કેટલીક ના કહેલી વાતો પણ દર્શકોને બતાવી રહ્યા છે. ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડ (Rahul Dravid) ની તારીફ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇંઝમામ-ઉલ-હક (Inzamam-ul-Haq) દ્વારા કરાઇ છે. ઇંઝમામે તેને એક બહાદુર ખેલાડી બતાવ્યો છે.

પોતાની યુટ્યુબ ચેનલ પર ઇંઝમામ-ઉલ-હકએ રાહુલ દ્રવિડના ખૂબ વખાણ કર્યા. તેણે કહ્યુ કે, મે પ્રથમ વાર તેને કેનાડામાં રમતો જોયો હતો. કોઇકે મને કહ્યું કે, તે નવો છોકરો સારુ રમે છે. મને લાગ્યુ કે તેની પર નજર રાખવી જોઇએ. તેમની પાસે વકાર યુનુસ અને વાસિમ અક્રમ જેવા ઝડપી બોલરો હતા. સ્પિડ અને સ્વિંગથી યુવા ખેલાડી ગભરાતા હતા. યુવાનો માટે વાસિમ અને વકાર યુનૂસનુંં નામ પુરતુંં હતુંં. દ્રવિડે તેના બોલને એવી રીતે રમ્યો અને તેનાથી સ્પષ્ટ થઇ ગયુ હતુ કે તે સ્પેશિયલ છે.

ઇંઝમામે કહ્યુ હતુ કે, જ્યારે સ્પિનર રાઉન્ડ ધ વિકેટ બોલીંગ કરે છે, તો રમતનો સામનો આસાન નથી હોતો. કલક્તામાં રમાયેલા એક ટેસ્ટ મેચ દરમ્યાન મે દાનિસ કનેરિયાને કહ્યુ હતુ કે, તે રાઉન્ડ ધ વિકેટ બોલીંગ કરે, પરંતુ તેનાથી તો વધારે ઝડપથી રન બનવા લાગ્યા હતા. મેં અનેક બેટ્સમેનને રાઉન્ડ ધ વિકેટ બોલ રમવામાં સમસ્યા આવતી હોવાનું જોયુ છે. 50 વર્ષિય પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન હકે પોતાની ચેનલ પર પાકિસ્તાન ટીમ સિલેક્ટરની ખુબ આલોચના કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

આ પણ વાંચો: Dream Come True: Hrithik Tiger Shroff નો ડાન્સ જોઈને થયા દિવાના

Next Article