જાડેજા-ચહલ વિવાદઃ જેની પર થઇ રહી છે બબાલ તે આઇસીસીનો કનક્શન રિપ્લેશનમેન્ટ નિયમ શુ છે, જાણો

|

Dec 05, 2020 | 8:09 AM

આ વર્ષે જ આઇસીસીએ ક્રિકેટના નવા નિયમોને માન્ચતા આપી હતી કે જે ગત વર્ષ ઓગષ્ટમાં બનાવવામાં આવ્યા હતા. હવે ક્રિકેટમાં નવો નિયમ છે કે, જો કોઇ ખેલાડી માથા અથવા ગર્દન પર ઇજાગ્રસ્ત થશે તો તેના સ્થાન પર કોઇ બીજા ખેલાડીને તક આપી શકાશે, એટલે કે 12 કે તેનાથી વધુ ખેલાડી બેટીંગ કે બોલીંગ કરી શકશે. […]

જાડેજા-ચહલ વિવાદઃ જેની પર થઇ રહી છે બબાલ તે આઇસીસીનો કનક્શન રિપ્લેશનમેન્ટ નિયમ શુ છે, જાણો

Follow us on

આ વર્ષે જ આઇસીસીએ ક્રિકેટના નવા નિયમોને માન્ચતા આપી હતી કે જે ગત વર્ષ ઓગષ્ટમાં બનાવવામાં આવ્યા હતા. હવે ક્રિકેટમાં નવો નિયમ છે કે, જો કોઇ ખેલાડી માથા અથવા ગર્દન પર ઇજાગ્રસ્ત થશે તો તેના સ્થાન પર કોઇ બીજા ખેલાડીને તક આપી શકાશે, એટલે કે 12 કે તેનાથી વધુ ખેલાડી બેટીંગ કે બોલીંગ કરી શકશે. જે માટે ફિઝીયો ખેલાડીની તપાસ કરીને તેનુ સંતુલન, યાદદાસ્ત સહિતની બાબતોને ચકાસણી કરે છે. આમ સરવાળે તેની ચેતનાઓને યોગ્ય રીતે ચકાસવામાં આવે છે અને બાદમાં તે અંગે નિર્ણય લેવાય છે.

કનક્શન નિયમ મુજબ, જો કોઇ બોલર ઇજાગ્રસ્ત થાય તો તેની જગ્યા એ તે જ પ્રકારનો ખેલાડી આવી શકે છે. એટલે કે બેટ્સમેનના સ્થાને બેટ્સમેન અને ઓલરાઉન્ડર ના સ્થાને ઓલરાઉન્ડર અથવા બોલરના સ્થાને બોલર. પરંતુ જો કોઇ ઓલરાઉન્ડર આવે છે તો તે માત્ર બેટીંગ કરી શકે છે. ભારતીય ઇનીંગ દરમ્યાન 19 મી ઓવરમાં ત્રીજા બોલ પર જાડેજાના પગ લડખડાવા લાગ્યા હતા. જેના આગળના પગમાં ખેંચાણ લાગી રહ્યુ  હતુ, એટલે કે તેને હેમસ્ટ્રિંગની પરેશાની હોવાનુ મનાઇ રહ્યુ હતુ. તે પાછલા પગ પર જોર આપીને શોટ રમી રહ્યો હતો.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

પરંતુ 20 મી ઓવરમાં મિશેલ સ્ટાર્કની બોલ જાડેજાના બેટના કિનારે અડકીને હેલમેટ પર વાગી ગઇ હતી. જેની આગળની ત્રણ બોલ પર તે બેટીંગ કરી રહ્યો હતો. આ દરમ્યાન તેને જોવા માટે ફિઝીયો મેદાન પર પહોંચ્યા નહોતા. તેણે બોલ વાગવાને લઇને કોઇ મુશ્કેલી પણ નહોતી દર્શાવી. જોકે ત્યાર બાદ ટીમ મેનેજમેન્ટને કનક્શન રિપ્લેસમેન્ટનો મોકો મળ્યો. આઇસીસીના નિયમો મુજબ હેમસ્ટ્રિંગ કે અન્ય ઇજાને લઇને રિપ્લેશમેન્ટ લઇ શકાતો નથી. પરંતુ હેલમેટ પર બોલ વાગવાથી માથાની ઇજાને લઇને કનક્શન લઇ શકાય છે. જે મેચમાં પુર્ણ ખેલાડી સ્વરુપે રમી પણ શકે છે. બસ આ જ વાત પર વિવાદ વર્તાઇ રહ્યો છે કે, કનક્શનની કોઇ સમસ્યા હતી કે કેમ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Next Article