દશકની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ અને વન ડે ટીમમાં સામેલ બાદ પણ નારાજ હતો બેન સ્ટોક, આખરે ICCએ માંગી માફી

|

Jan 01, 2021 | 8:18 AM

ICC એ હાલમાં જ દશકની ટેસ્ટ ટીમનુ એલાન કર્યુ હતુ. જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને ઓસ્ટ્રેલીયા (Australia) ના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ (Steve Smith), ઉપરાંત ઇંગ્લેંડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) ને પણ જગ્યા આપવામાં આવી હતી. ICC ની ટીમોમાં પસંદ કરવામાં આવેલા તમામ ખેલાડીઓને ખાસ કેપ પણ આપવામાં આવી હતી. જોકે […]

દશકની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ અને વન ડે ટીમમાં સામેલ બાદ પણ નારાજ હતો બેન સ્ટોક, આખરે ICCએ માંગી માફી

Follow us on

ICC એ હાલમાં જ દશકની ટેસ્ટ ટીમનુ એલાન કર્યુ હતુ. જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને ઓસ્ટ્રેલીયા (Australia) ના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ (Steve Smith), ઉપરાંત ઇંગ્લેંડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) ને પણ જગ્યા આપવામાં આવી હતી. ICC ની ટીમોમાં પસંદ કરવામાં આવેલા તમામ ખેલાડીઓને ખાસ કેપ પણ આપવામાં આવી હતી. જોકે ટેસ્ટ ટીમની કેપ બેન સ્ટોક્સને કંઇક જચી નહોતી. તેમણે સોશિયલ મિડીયા પર પોતાના અંદાજમાં ICC ને આની નારાજગી હટકે અંદાજમાં પ્રગટ કરી હતી. જેના બાદ ICC એ તેની માફી માંગી હતી.

બેન સ્ટોક્સને ICCની આ દશકાની વન ડે અને ટેસ્ટ બંને ટીમો માટે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે ICC દ્રારા અપાયેલી બંને કેપને વારાફરતી પહેરીને બે તસ્વીર શેર કરી હતી. સાથએ જ તેણે લખ્યુ હતુ કે, આ કેપ્સને લઇને ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો છુ. આમાંથી એક મને બિલકુલ યોગ્ય નથી લાગી. આ બેગી છે અને લીલા રંગની છે. થેંક્યુ ICC. બેગી ગ્રીન રંગની કેપ ઓસ્ટ્રેલીયામાં ટેસ્ટ ડેબ્યુ કરનારા ખેલાડીને આપવામાં આવે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઓસ્ટ્રેલીયાનુ સૌથી મોટુ હરીફ ઇંગ્લેંડને માનવામાં આવે છે. આજ કારણથી સ્ટોક્સને બેગી ગ્રીન કેપ ખાસ પસંદ ના આવી. સ્ટોકસે તેનો ફોટો શેર કરતા જ ICC એ વળતો જવાબ સોશિયલ મિડીયા દ્રારા સ્ટોક્સને પાઠવ્યો હતો કે, માફ કરશો બેન સ્ટોક્સ.

ICC એ દશકના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ અને ટીમોને એવોર્ડ્સની ઘોષણાં કરવામાં આવી હતી. ભારતીય ટીમ થી વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની એ જેમાં બાજી મારી છે. આ ઉપરાંત દશકની બેસ્ટ ટેસ્ટ, વન ડે અને T20 ટીમોમાં ભારતીય ખેલાડીઓને કેપ્ટન બનાવ્યા હતા.વિરાટ કોહલીને વન ડે ફોર્મેટમાં દશકનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો હતો.

https://twitter.com/benstokes38/status/1344325115245441024?s=20

 

https://twitter.com/ICC/status/1344577288751476736?s=20

 

Next Article