ENGvsIND: પ્રથમ બે ટેસ્ટ મેચમાં પ્રેક્ષકો પર પ્રતિબંધ, ખાલી સ્ટેડિયમમાં રમાઇ શકે છે ચેન્નાઇ ટેસ્ટ

|

Jan 23, 2021 | 10:11 AM

ઓસ્ટ્રેલીયા (Australia) ના જબરદસ્ત વિજય સાથેના પ્રવાસ બાદ હવે ઇંગ્લેંડ (England) સામે ભારતીય ટીમ ઘર આંગણે સિરીઝ રમશે. કોરોના કાળ બાદ પ્રથમ વાર ભારતના ઘરઆંગણે કોઇ ક્રિકેટ ટુર્નામેન્ટ અથવા સિરીઝ રમાનારી છે. ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં આમને સામને થશે.

ENGvsIND: પ્રથમ બે ટેસ્ટ મેચમાં પ્રેક્ષકો પર પ્રતિબંધ, ખાલી સ્ટેડિયમમાં રમાઇ શકે છે ચેન્નાઇ ટેસ્ટ
ચેન્નાઇમાં પ્રથમ ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરી થી 9 ફેબ્રુઆરીએ રમાનારી છે.

Follow us on

ENGvsIND: ઓસ્ટ્રેલીયા (Australia) ના જબરદસ્ત વિજય સાથેના પ્રવાસ બાદ હવે ઇંગ્લેંડ (England) સામે ભારતીય ટીમ ઘર આંગણે સિરીઝ રમશે. કોરોના કાળ બાદ પ્રથમ વાર ભારતના ઘરઆંગણે કોઇ ક્રિકેટ ટુર્નામેન્ટ અથવા સિરીઝ રમાનારી છે.

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં આમને સામને થશે. પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઇ (Chennai) માં રમાનાર છે. જોકે આ સિરીઝની શરુઆત પહેલા જ તામિલનાડુ ક્રિકેટ એસોસિએશન (Tamil Nadu Cricket Association) થી જે સમાચારો આવી રહ્યા છે, તે ભારતીય ક્રિકેટ ફેન્સ માટે થોડા સારા નથી. તાજી જાણકારીઓ મુજબ ચેન્નાઇમાં રમાનારી ટેસ્ટ સિરીઝની પ્રથમ બંને મેચ પ્રેક્ષકો વિના જ ખાલી સ્ટેડીયમમાં રમાશે.

તામિલનાડુ ક્રિકેટ એસોસિએશનએ પોતાના તમામ મેમ્બરોને એક બતાવી દીધુ છે કે, ટેસ્ટ મેચના દરમ્યાન દર્શકોને પ્રવેશ નહી હોય. તેમણે આ નિર્ણય ત્યારે લીધો છે કે જ્યારે ભારત સરકારે તમામ આઉટડોર રમતો માટે 50 ટકા સુધી દર્શકોને પરવાનગી આપી છે. ચેન્નાઇમાં પ્રથમ ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરી થી 9 ફેબ્રુઆરીએ રમાનારી છે. જ્યારે બીજી ટેસ્ટનુ આયોજન 13 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી વચ્ચે હશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

TNCA ના સેક્રટરી આર રામાસ્વામી એ પોતાના એસોસીએશનના તમામ સદસ્યોને એ કહ્યુ કે, BCCI ની સુરક્ષા બાબતોને જોતા અમારે કોઇ પણ પ્રકારનુ રિસ્ક નહી ઉઠાવવુ જોઇે. આપણે સિરીઝ દરમ્યાન ખેલાડીઓની સુરક્ષાને ને લઇને બાંધછોડ કરી શકતા નથી. આવામાં બોર્ડના દિશાનિર્દેશોનુસાર પ્રથમ બે ટેસ્ટ ખાલી સ્ટેડીયમમાં જ કરાવવામાં આવશે. મતલબ કે ફક્ત દર્શકો પર પ્રવેશબંધી નહી હોય, ગેસ્ટ અને સમિતી સદસ્યો પણ મેચ જોવા નહી આવી શકે.

ટીએનસીએ ના દ્રારા પગલુ ભારત સરકાર દ્રારા આઉટડોરમાં પ્રેક્ષકોને લઇને આપેલી 50 ટકા સંખ્યાની હાજરીની છુટછાટ બાદ ભરવામાં આવ્યુ છે. જોકે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) તેમના મોટેરા સ્ટેડીયમ (Motera Stadium,) માં કેટલાક દર્શકોને પ્રવેશ માટે ખોલવામાં આવી શકે છે. ગુજરાત ક્રિકેટ ના એક સિનીયર અધીકારીએ ક્રિકેટઇન્ફો થી વાતચીતમાં કહ્યુ હતુ કે તેમનુ પ્લાનીંગ 20 થી 30 ટકા દર્શકોને સ્ટેડીયમમાં પ્રવેશ આપવાનુ છે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની અંતિમ બે ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમા રમાનારી છે. ત્રીજી ટેસ્ટ મેચ પિંક બોલ વડે દુધિયા રંગના પ્રકાશમાં 24 ફેબ્રુઆરી થી રમાનારી છે. જ્યારે સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ પણ મોટેરા સ્ટેડીયમમાં 4 માર્ચ થી રમાશે.

Next Article