ENGvsIND: અશ્વિને કરી કમાલની ચેલેન્જ, જો ચેતેશ્વર પુજારાએ આમ કર્યુ તો અડધી ‘મુછ’ કપાવી લઇશ

|

Jan 26, 2021 | 4:47 PM

ભારતીય બેટીંગ કોચ વિક્રમ રાઠોડ (Vikram Rathore) સાથે યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમ્યાન અશ્વિન એ કહ્યુ કે, જો પુજારાએ આ સિરીઝમાં તેની ચેલેન્જ પુરી કરી તો, તે પોતાની અડધી મુછ કપાવી લેશે.

ENGvsIND: અશ્વિને કરી કમાલની ચેલેન્જ, જો ચેતેશ્વર પુજારાએ આમ કર્યુ તો અડધી મુછ કપાવી લઇશ
Cheteshwar Pujara & Ravichandran Ashwin

Follow us on

રવિચંદ્રન અશ્વિન (Ashwin) એ ઇંગ્લેંડ (England) સામેની ટેસ્ટ સિરીઝને લઇને ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ને ચેલેન્જ કરી છે. ભારતીય બેટીંગ કોચ વિક્રમ રાઠોડ (Vikram Rathore) સાથે યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમ્યાન અશ્વિનએ કહ્યુ કે, જો પુજારાએ આ સિરીઝમાં તેની ચેલેન્જ પુરી કરી તો, તે પોતાની અડધી મુછ કપાવી લેશે. ચેલેન્જ અંગે બતાવતા તેણે કહ્યુ કે ચેતેશ્વર પુજારા ક્યારેય ક્રિઝની બહાર નિકળીને ઓફ સ્પિનરની સામે હવામાં શોટ નથી લગાવતા. ઇંગ્લેંડ સામેની સિરીઝમાં પણ તે આમ નહી કરે. વિક્રમ રાઠોડ સાથે વાત કરતા અશ્વિને પુછ્યુ કે, શુ આપણે પુજારાને એક ઓફ સ્પિનર સામે હવામાં શોટ લગાવતા જોઇ શકીશુ? જેની પર ટીમ ઇન્ડીયા (Team India) ના બેટીંગ કોચનો જવાબ હતો કે, તેની પર કામ ચાલી રહ્યુ છે. તે તેને મનાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે તે હજુ પણ નથી માન્યો, તેના માટે તેની પાસે જોરદાર કારણ છે.

અશ્વિને મજાક કરતા કહ્યુ હતુ કે, જો તે ઇંગ્લેંડ સામેની સિરીઝમાં મોઇન અલી અથવા કોઇ અન્ય સ્પિનરની સામે બહાર નિકળીને હવામાં શોટ લગાવી દેશે તો પોતાની અડધી મુછ કપાવશે. મુંછ અડધી કપાવીને હું રમવા માટે આવીશ, આ ખુલી ચેલેન્જ છે. રાઠોડે જવાબ આપતા કહ્યુ હતુ કે, આ શાનદાર ચેલેન્જ છે. આશા કરીએ તે આનો સ્વિકાર કરી લેશે. જોકે મને નથી લાગતું કે તેને આનો સ્વિકાર કરે. ચેતેશ્વર પુજારા હાલમાં જ ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સિરીઝમાં રમ્યો હતો. તે સિરીઝમાં તેણે સંઘર્ષ ભરી રમત દર્શાવીને કાંગારુ બોલરો સામે અડીખમ ઉભો રહ્યો હતો.

પુજારાની રક્ષણાત્મ બેટીંગની ઘણીવાર આલોચના થતી રહે છે. પરંતુ એ વાત પણ ભૂલી ના જવી જોઇએ કે, હરિફ બોલરોના જોશને ઠંડો કરવા માટેનુંં કામ તે કરે છે. જેને લઇને જ ભારતના બાકીના બેટ્સમેનો વળતો હુમલો કરી શકે છે. અશ્વિનથી વાતચીતમાં વિક્રમ રાઠોડએ પુજારાને પોતાના પસંદગીના બેટ્સમેન બતાવ્યા હતા. તેમણે અશ્વિનના પુજારાને સ્લેજ કરવાની બાબત પર પણ વાત કરતા કહ્યુ હતુ, કે મને નથી જાણ કે તમે એને કેમ નિશાને બનાવો છો. દરેક સમયે તમે તેના પાછળ પડેલા રહો છો. તે ટીમમાં મારો ફેવરીટ ખેલાડી છે. મને તેનો એટીટ્યુડ પસંદ છે. જે રીતે તે બેટીંગ કરે છે, જે રીતે તૈયારી કરે છે તે કોઇ પણ કોચનુંં સપનુ હોય છે. એટલા માટે જ હું તેનો પક્ષ લઉ છુ, જે રીતે તમે અંતિમ ટેસ્ટમાં તેણે બેટીંગ કરી હતી તેને માટે કેટલા પણ વખાણ પૂરતા નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અશ્વિને પણ આ અંગે કહ્યુ હતુ કે, જ્યારે કોઇ વિરોધી જેમ કે નાથન લાયન બોલ ફેંકે છે, તો પુજારા તેને શાનદાર બનાવી દે છે. જ્યારે બોલ હવામાં જાય છે, તો હું વિચારુ છુ કે આ માણસ જેવુ કોઇ નથી રમતુ. તે એને અનપ્લેયેબલ બનાવી દે છે. પછી બધા લોકો વિચારે છે કે, હું બીજા બેટ્સમેનો સામે આમ કેમ નથી કરી શકતો.

Published On - 11:47 am, Tue, 26 January 21

Next Article