T20 World Cup બાદ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝનો મહાસંગ્રામ થશે શરુ, તારીખો થઈ જાહેર

|

Oct 19, 2021 | 4:51 PM

વેસ્ટ ઈન્ડીઝ અને ઈંગ્લેન્ડની ટીમ હાલમાં ટી 20 વર્લ્ડ કપમાં રમી રહી છે, ત્યારબાદ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝનો મહાસંગ્રામ શરુ થશે.

T20 World Cup બાદ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝનો મહાસંગ્રામ થશે શરુ, તારીખો થઈ જાહેર

Follow us on

T20 World Cup 2021: હાલમાં ટી 20 વર્લ્ડ કપ સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાનની ધરતી પર રમાઈ રહ્યો છે. 17 ઓક્ટોબરથી શરૂ થયેલો આ વર્લ્ડ કપ 14 નવેમ્બર સુધી ચાલશે.

આ વર્લ્ડ કપ બાદ દરેક દેશનું શેડ્યૂલ નક્કી કરવામાં આવે છે. કયો દેશ કયા દેશની મુલાકાત લેશે, તે પણ લગભગ નિશ્ચિત છે. ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપ બાદ આવતા વર્ષે વેસ્ટ ઈન્ડીઝ (West Indies)નો પ્રવાસ કરશે. ઈંગ્લેન્ડ આ પ્રવાસમાં પાંચ T20I series ઉપરાંત ત્રણ ટેસ્ટ મેચ રમશે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝ અને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે (Wales Cricket Board) સોમવારે આ માહિતી આપી છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ઈંગ્લેન્ડની આ પ્રથમ પાંચ T20I series હશે અને આ સમય દરમિયાન વેસ્ટ ઈન્ડિઝે ભારતનો પ્રવાસ કરવાનો હોવાથી પ્રવાસ કેવી રીતે આગળ વધે છે તે જોવું રસપ્રદ રહેશે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી પાંચ T20I series સીરિઝ બાર્બાડોસમાં રમાશે. સીરિઝની તમામ મેચો અહીં રમાશે. આ સીરિઝ નવ દિવસ સુધી ચાલશે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

આ સીરિઝ 22 જાન્યુઆરીથી શરૂ થશે અને 30 જાન્યુઆરી સુધી ચાલશે. ઈંગ્લેન્ડ સામે ટી-20 સીરિઝ રમ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝ ભારતનો પ્રવાસ કરશે અને ટી 20 સીરિઝ રમશે. આ સીરિઝ ફેબ્રુઆરીમાં રમાશે. આ પછી વેસ્ટ ઈન્ડિઝ સ્વદેશ પરત ફરશે અને માર્ચમાં ટેસ્ટ સીરિઝ રમશે. આ સીરિઝનું નામ બંને દેશોના બે દિગ્ગજોના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ ટ્રોફીનું નામ રિચર્ડ્સ-બોથમ ટ્રોફી  (Richards-Botham Trophy) હશે.

બોર્ડે નિવેદન જાહેર કર્યું

ECBએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ફેબ્રુઆરી 2022માં વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસ બાદ વિન્ડીઝ ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ રમશે. આ નવી ટ્રોફી બે મહાન ક્રિકેટરોના નામ પર રાખવામાં આવશે અને તેઓ છે ઈયાન બોથમ- વિવિયન રિચાર્ડ્સ. મેદાન પર આ બંને વચ્ચેની મિત્રતા અદભૂત રહી છે.

ટેસ્ટ સીરિઝ 8 માર્ચથી શરૂ થશે. આ મેચ એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ પછી બીજી મેચ બાર્બાડોસના કેનિંગ્સ્ટન ઓવલ મેદાન પર રમાશે. આ પછી ત્રીજી મેચ ગ્રેનાડાના નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (National Cricket Stadium)માં રમાશે.

 

વર્લ્ડ કપ જીતવાનો પ્રયત્ન કરશે

આ પ્રવાસ આવતા વર્ષે યોજાવાનો છે, પરંતુ અત્યારે બંને ટીમોનું ધ્યાન ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) પર છે. વેસ્ટ ઈન્ડિઝે બે વખત ટી 20 વર્લ્ડ કપ જીત્યો છે. તે વર્તમાન વિજેતા છે, આ ટીમે 2012 અને 2016 વર્લ્ડ કપ જીત્યા છે. કિરોન પોલાર્ડ (Kieron Pollard)ની ટીમ પોતાના ખિતાબનો બચાવ કરવા ઈચ્છશે.

 

ઈંગ્લેન્ડે 2010માં વર્લ્ડ કપ જીત્યો છે. આ સ્થિતિમાં તેમનો પ્રયાસ તેમનો બીજો વર્લ્ડ કપ જીતવાનો રહેશે. ઈંગ્લેન્ડે 2019માં રમાયેલ વનડે વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો. ઈયોન મોર્ગનની આગેવાની હેઠળની આ ટીમ વર્લ્ડ કપ જીતવા માટે તમામ શક્તિ લગાવી દેશે.

 

આ પણ વાંચો : પોલીસ વડાઓ સાથે મુલાકાત બાદ અમિત શાહ પીએમ મોદીને મળવા પહોંચ્યા, આતંકવાદ અને ઘૂસણખોરી સહિત આ મુદ્દાઓ પર કરશે ચર્ચા

Next Article