ઇંગ્લેંડનો ભારત પ્રવાસ જાહેર કરાયો, અમદાવાદમાં બે ટેસ્ટ, પાંચ ટી 20 મેચ રમાશે

|

Dec 10, 2020 | 6:37 PM

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે આગામી વર્ષે રમાનારી ટેસ્ટ, વન ડે અને ટી-20 સીરીઝનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ ઇંગ્લેંડ ના ભારત પ્રવાસને લઇને પ્રવાસ નો કાર્યક્રમ ને અંતિમ મહોર વાગી છે. બંને દેશો વચ્ચે  5, ફેબ્રુઆરી થી પ્રથમ ટેસ્ટ મેચ સાથે સીરીઝની શરુઆત થનારી છે. 4 ટેસ્ટ મેચ બાદ, 5 […]

ઇંગ્લેંડનો ભારત પ્રવાસ જાહેર કરાયો, અમદાવાદમાં બે ટેસ્ટ, પાંચ ટી 20 મેચ રમાશે

Follow us on

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે આગામી વર્ષે રમાનારી ટેસ્ટ, વન ડે અને ટી-20 સીરીઝનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ ઇંગ્લેંડ ના ભારત પ્રવાસને લઇને પ્રવાસ નો કાર્યક્રમ ને અંતિમ મહોર વાગી છે. બંને દેશો વચ્ચે  5, ફેબ્રુઆરી થી પ્રથમ ટેસ્ટ મેચ સાથે સીરીઝની શરુઆત થનારી છે. 4 ટેસ્ટ મેચ બાદ, 5  ટી20 મેચની સીરીઝ અને અંતમાં 3 મેચોની વન ડે સીરીઝ રમાશે. જેમાં અમદાવાદ મોટેરાને એક ડે નાઇટ સહિત બે ટેસ્ટ, તમામ પાંચ ટી20 મેચનો લાભ મળશે.

કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇ એ ત્રણેય સીરીઝને ફક્ત 3 સ્થળો સુધી જ સીમીત રાખવામાં આવી છે. ટેસ્ટ સીરીઝના પ્રથમ 2 મેચ ચેન્નાઇ ના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ડે-નાઇટ ટેસ્ટ સહિતની અંતિમ બંને મેચ અમદાવાદ રમાશે. જે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ મોટેરા ખાતે રમાનાર છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

12 માર્ચ થી પાંચ મેચની ટી20 સીરીઝની શરુઆત થશે. જેમાં તમામ પાંચેય મેચનુ આયોજન મોટેરા સ્ટેડીયમમાં રમાશે. આમ એક માસ જેટલા લાંબા સમય સુધી બંને ટીમો અમદાવાદની મહેમાન બની રહેશે. 23 માર્ચ થી શરુ થનારી વન ડે સીરીઝની ત્રણેય મેચ પુણે માં રમાશે.

બીસીસીઆઇની તરફ થી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે મળીને સુરક્ષા અને સ્વાસ્થયનુ આયોજન કરવામાં આવ્યુ છે. એટલા માટે જ ઇંગ્લેંડના ભારત પ્રવાસને માત્ર ત્રણ સ્થળો પુરતો સીમીત રાખવામાં આવ્યો છે.  બોર્ડના સેક્રેટરી જય શાહે કહ્યુ હતુ કે, બીસીસીઆઇ અને ઇસીબીએ મેડિકલ ટીમોની તરફ થી નક્કી કરેલ પ્રોટોકોલનુ પાલન કરવામાં આવશે.

 

https://twitter.com/BCCI/status/1336979069439680513?s=20

ટેસ્ટ સીરીઝ કાર્યક્રમ

  1.  પ્રથમ ટેસ્ટ- ચેન્નાઇ (5-9 ફેબ્રુઆરી)
  2.  બીજી ટેસ્ટ- ચેન્નાઇ (13-17 ફેબ્રુઆરી)
  3.  ત્રીજી ટેસ્ટ- અમદાવાદ (ડે નાઇટ, 24-28 ફેબ્રુઆરી)
  4.  ચોથી ટેસ્ટ- અમદાવાદ (4-8 માર્ચ)

T20 સીરીઝ કાર્યક્રમ ( તમામ મેચ અમદાવાદમાં રમાશે)

  1. પ્રથમ ટી20- 12 માર્ચ
  2. બીજી ટી20- 14 માર્ચ
  3. ત્રીજી ટી20- 16 માર્ચ
  4. ચોથી ટી20- 18 માર્ચ
  5. પાંચમી ટી20- 20 માર્ચ

વન ડે સીરીઝ કાર્યક્રમ ( તમામ મેચ પુણેમાં રમાશે)

  1. પ્રથમ વન ડે- 23 માર્ચ
  2. બીજી વન ડે- 26 માર્ચ
  3. ત્રીજી વન ડે- 28 માર્ચ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 6:36 pm, Thu, 10 December 20

Next Article