FIFA World Cup 2022: ચાહકો બીયર માટે તરસ્યા, Live મેચમાં સ્ટેડિયમમાં લાગ્યા બીયર-બીયરના નારા

|

Nov 21, 2022 | 1:50 PM

થોડા દિવસો પહેલા, ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup 2022)ના આયોજકોએ દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ લાઇવ મેચમાં બિયર વિશે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

FIFA World Cup 2022: ચાહકો બીયર માટે તરસ્યા, Live મેચમાં સ્ટેડિયમમાં લાગ્યા બીયર-બીયરના નારા
Live મેચમાં લાગ્યા બીયર-બીયરના નારા
Image Credit source: Twitter

Follow us on

ફિફા વર્લ્ડકપ 2022 શરુ થઈ ચૂક્યો છે. ઓપનિંગ મેચમાં મેજબાન કતારને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈક્વાડોરે 2-0થી કતારને હાર આપી હતી. ઈક્વાડોર માટે બંન્ને ગોલ કેપ્ટન એનર વેલેન્સિયાએ કર્યા હતા.વેલેન્સિયાએ પ્રથમ ગોલ પેનલ્ટી પર કર્યો, જ્યારે બીજો હૈડર હતો. ઈક્વાડોરની જીત પર સ્ટેડિયમમાં બીયર બીયરના નારા લાગવાના શરુ થયા હતા. એક બાજુ કતારના ચાહકો આ હારથી નિરાશ હતા કે. મેચ પૂર્ણ થયાની થોડી જ મિનિટમાં સ્ટેડિયમમાંથી બહાર નીકળી ગયા હતા. 70 હજાર દર્શકોવાળું આ સ્ટેડિયમ છેલ્લી મિનિટમાં અડધું ખાલી થઈ ગયું હતુ,

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

સ્ટેડિયમમાં અંદાજે 67 હજાર ચાહકો કતારના હતા. જે પોતાની ટીમનો ઉત્સાહ વધારી રહ્યા છે. જેણે વર્લ્ડકપમાં ડેબ્યુ કર્યું હતુ, ઈક્વાડોરના ચાહકોની સંખ્યા ખુબ ઓછી હતી પરંતુ ટીમની જીત પર જ્યારે તેમણે નારા લગાવવાનું શરુ કર્યું તો આખું સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતુ. કતાર ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં ઓપનિંગ મેચ હારનાર પ્રથમ યજમાન દેશ બની ગયો છે.

જશ્ન માટે બીયરની ડિમાન્ડ

ઈક્વાડોર જેવી રીતે મેચ જીતવા તરફ આગળ વધી રહ્યું હતુ. તેના ચાહકો We want beerના નારા લગાવી રહ્યા હતા. ગ્રુપ ઓમાં પોતાની જીતનો જશ્ન મનાવવા માટે બીયરની ડિમાંડ કરનાર ઈક્વાડોરના ચાહકોને તે ભીડમાંથી નજરઅંદાજ કરવા મુશ્કિલ હતા.

 

બીયરના વેચાણ પર પ્રતિબંધ

થોડા દિવસો પહેલા, ફિફા વર્લ્ડ કપના આયોજકોએ સ્ટેડિયમમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો અને આ પ્રતિબંધના થોડા દિવસો પછી, એક્વાડોરના ચાહકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. બીયર પર પ્રતિબંધના નિયમો મોડેથી બદલવામાં આવ્યા હતા. અગાઉ કતારે કહ્યું હતું કે બિયર વેચવા માટે સ્ટેડિયમ અને સ્ટેડિયમની આસપાસ મર્યાદિત સ્ટોલ ઉભા કરવામાં આવશે, પરંતુ તે પછી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, દોહામાં આયોજિત ફિફા ફેન ફેસ્ટિવલમાં ચાહકો બીયર પી શકે છે.

ફિફા વર્લ્ડકપ 2022ની પહેલી મેચમાં કતાર અને ઈક્વાડોર વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ઈક્વાડોરની ટીમનો ભવ્ય વિજય થયો છે. આ મેચ અલ બયાત સ્ટેડિયમમાં યોજાઈ હતી. જેમાં કતારની ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. ઈક્વાડોરની ટીમે 2 ગોલ કરીને આ મેચ જીતી લીધી હતી. ફિફા વર્લ્ડકપ 2022ની આ પહેલી મેચ હતી. ફિફા વર્લ્ડકપમાં એવું પહેલી વાર બન્યુ છે જ્યારે યજમાન ટીમ પોતાની પહેલી મેચ હારી હોય.

Next Article