IPL 2021 : વીરેન્દ્ર સહેવાગ આ વખતે MI ની હાર ઈચ્છે છે, ચાહકોને નવા ચેમ્પિયનને જોવાની તક મળવી જોઈએ

|

Oct 02, 2021 | 1:42 PM

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વર્તમાન ચેમ્પિયન છે. તેઓ લીગના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ છે, જેણે રોહિત શર્માની કેપ્ટનશીપમાં પાંચ વખત ખિતાબ જીત્યો છે.

IPL 2021 : વીરેન્દ્ર સહેવાગ આ વખતે MI ની હાર ઈચ્છે છે, ચાહકોને નવા ચેમ્પિયનને જોવાની તક મળવી જોઈએ
Mumbai Indians

Follow us on

IPL 2021 : રોહિત શર્મા (Rohit Sharma)ના નેતૃત્વવાળી મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) ની ટીમ માટે ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. ગત સિઝનની ચેમ્પિયન પણ આ વખતે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે.

ટીમ હાલમાં 11 મેચમાંથી પાંચ જીત અને 10 અંક સાથે છઠ્ઠા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ના ચાહકો ટીમની વાપસીની રાહ જોઈ રહ્યા છે. જોકે, પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) નથી ઈચ્છતા કે મુંબઈની ટીમ ફરી એક વખત ચેમ્પિયન બને.

આઈપીએલ (Indian Premier League)ના બીજા તબક્કાની સફર મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે સરળ રહી નથી. યુએઈ આવ્યા બાદ તેને સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ટીમે પંજાબ કિંગ્સ પર જીત સાથે પ્લેઓફની આશા જીવંત રાખી હતી. મુંબઈ ઈન્ડિયન્સ પાસે ત્રણ મેચોના રૂપમાં ત્રણ તકો છે. જો તે ત્રણેય જીતી જશે, તો તેની પાસે પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની દરેક તક હશે. જોકે વીરેન્દ્ર સહેવાગ આ નથી ઈચ્છતો. તેનું માનવું છે કે, ચાહકોને IPL 2021 (Indian Premier League)માં નવા ચેમ્પિયનને જોવાની તક મળવી જોઈએ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વીરેન્દ્ર સહેવાગ નવા ચેમ્પિયન જોવા માંગે છે

એક સમાચારની વેબસાઈટ સાથે વાત કરતા, ભૂતપૂર્વ ભારતીય ઓપનરે કહ્યું, “હું નથી ઈચ્છતો કે, મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) આ વર્ષે ટોચ પર આવે, નવી ટીમે ક્વોલિફાય થવું જોઈએ અને આપણે નવો ચેમ્પિયન મેળવવો જોઈએ.” તે બેંગ્લોર, દિલ્હી અથવા પંજાબ હોઈ શકે છે પ્લે ઓફ માટેનો રસ્તો અત્યારે મુંબઈ ઈન્ડિયન્સ માટે સરળ નથી.

આ અંગે સેહવાગે કહ્યું કે, ‘મુંબઈ આઈપીએલ (Indian Premier League)ની શ્રેષ્ઠ ટીમ છે અને તે પણ જાણે છે કે, કેવી રીતે પલટવાર કરવો, પરંતુ મુંબઈને પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે બાકીની તમામ મેચ જીતવી પડશે, તો જ તે આમાં સ્થાન મેળવી શકશે. જો કે, મુંબઈ માટે આગામી તમામ મેચ એટલી સરળ નહીં હોય.

ઇતિહાસ મુંબઈ ઇન્ડિયન્સ સાથે છે

તેણે આગળ કહ્યું, કેટલીકવાર તમે ભૂલો કરો છો જ્યારે તમે જીતવા માટે તલપાપડ છો અને તે ભૂલો તમારી હાર તરફ દોરી જાય છે, પરંતુ મુંબઇના ઇતિહાસ પર નજર કરીએ તો, જ્યારે પણ તેઓ પોતાની જાતને એવી સ્થિતિમાં શોધે છે કે જો તેમને મેચ જીતવી હોય તો કરો અથવા મરો. પછી તેઓ પ્લેઓફ માટે ક્વોલિફાય થાય છે. તેથી, જો આપણે ઇતિહાસ પર નજર નાખીએ, હા મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) તેનું પુનરાવર્તન કરી શકે છે, પરંતુ હું ઇતિહાસમાં બહુ વિશ્વાસ કરતો નથી.

 

આ પણ વાંચો : IPL 2021 RR vs CSK Live Streaming: ધોનીની ચેન્નાઇ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ, જાણો ક્યા, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે મેચ

Next Article