AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWG 2022: Squash: Saurav Ghosal એ કાંસ્ય પદક જીત્યો, ઇંગ્લેન્ડના ખેલાડીને હરાવીને ઇતિહાસ રચ્યો

કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં ભારતના સ્ટાર સ્ક્વોશ ખેલાડી સૌરવ ઘોષાલ (Saurav Ghosal) એ ઈતિહાસ રચી દીધો છે. ભારતના સૌથી અનુભવી ખેલાડીઓમાંના એક સૌરવ ઘોસાલે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 માં મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ રીતે તે CWG ના ઇતિહાસમાં સિંગલ મેડલ જીતનાર ભારતનો પ્રથમ સ્ક્વોશ ખેલાડી બન્યો છે. સૌરવ ઘોસાલે બ્રોન્ઝ મેડલની મેચમાં યજમાન ઈંગ્લેન્ડના ખેલાડીને 3-0 થી હરાવ્યો હતો.

CWG 2022: Squash: Saurav Ghosal એ કાંસ્ય પદક જીત્યો, ઇંગ્લેન્ડના ખેલાડીને હરાવીને ઇતિહાસ રચ્યો
Saurav Ghosal (PC: TV9)
| Updated on: Aug 03, 2022 | 11:50 PM
Share

ભારતના સ્ટાર સ્ક્વોશ ખેલાડી સૌરવ ઘોષાલે (Saurav Ghosal) ઈતિહાસ રચી દીધો છે. ભારતના સૌથી અનુભવી ખેલાડીઓમાંના એક ઘોસાલે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ રીતે તે CWG ના ઇતિહાસમાં સિંગલ મેડલ જીતનાર ભારતનો પ્રથમ સ્ક્વોશ ખેલાડી બની ગયો છે. સૌરવ ઘોસાલે કાંસ્ય પદકની મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડના જેમ્સ વિલસ્ટ્રોપને 3-0 થી હરાવ્યો હતો. આ સાથે વર્તમાન ગેમ્સમાં ભારતની મેડલ સંખ્યા વધીને 15 થઈ ગઈ છે.

પહેલીવાર સિંગલ્સમાં મેડલ મેળવ્યો

1998ની કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત સ્ક્વોશનો સમાવેશ કરવામાં આવી હતી. પરંતુ ભારતને અત્યાર સુધીમાં તેમાં માત્ર 4 મેડલ મળ્યા છે. તેમાંથી છેલ્લા ત્રણ મેડલ માત્ર ડબલ્સમાં જ આવ્યા હતા. આ રીતે પ્રથમ વખત સિંગલ્સમાં આ મેડલ ભારતની બેગમાં આવ્યો છે. જેણે 35 વર્ષીય સૌરવ ઘોષાલની આ જીતને ખાસ બનાવી છે. ભારતનો નંબર વન પુરુષ સ્ક્વોશ ખેલાડી સૌવર ઘોસાલ આ પહેલા પણ ઘણી વખત મેડલથી ચૂકી ગયો હતો.

સૌરવ ઘોષાલની સામે વિલસ્ટ્રોપ ટકી શક્યો નહીં

સૌરવ ઘોસાલ મંગળવારની સેમિ ફાઇનલમાં ન્યુઝીલેન્ડના ખેલાડી સામે હારી ગયો હતો. જેના કારણે તેણે ગોલ્ડ મેડલનો દાવો કરવાની તક ગુમાવી દીધી હતી. પરંતુ અનુભવી ભારતીય ખેલાડીએ નિરાશાને પોતાના પર હાવી થવા દીધી ન હતી. બુધવાર 3 ઓગસ્ટે તેની પાસે ઇતિહાસ રચવાની વધુ એક તક હતી અને આ વખતે તેણે કોઈ ભૂલ કરી નથી. સૌરવ ઘોસાલે ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી અને 2018ના ગોલ્ડ કોસ્ટ ગેમ્સના સિંગલ્સ ચેમ્પિયન વિલ્સ્ટ્રોપને તેની સામે બિલકુલ ટકવા દીધો ન હતો અને 11-6, 11-1, 11-4ના સ્કોર સાથે સરળતાથી ઐતિહાસિક બ્રોન્ઝ જીતી લીધો.

જીત બાદ ખુશી જાહેર કરી

ઘણી વખત મેડલની નજીક આવવા છતાં સફળતા ન મળવાની નિરાશાને અંતે પલટાવવાનો આનંદ સૌરવ ઘોષાલના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેણે છેલ્લો પોઈન્ટ બનાવ્યો કે તરત જ તે પોતાની લાગણી વ્યક્ત કરતા રોકી શક્યો ન હતો અને એક ખૂણામાં બેસીને રડવા લાગ્યો હતો. આ પછી તેણે પહેલા તેના પિતાને ગળે લગાવ્યા અને પછી દર્શકોમાં જઈને તેની પત્નીને ગળે લગાવી.

સ્ક્વોશમાં ભારતનો ચોથો મેડલ

સ્ક્વોશના ઈતિહાસમાં ભારત માટે આ માત્ર ચોથો કોમનવેલ્થ ગેમ્સ મેડલ છે. જ્યારે સૌરવનો બીજો મેડલ છે. ભારતે 2014 થી 2022 વચ્ચે સતત ત્રણ રમતોમાં આ ચાર મેડલ જીત્યા છે. દીપિકા પલ્લીકલ અને જોશના ચિનપ્પાએ 2014 ગ્લાસગો ગેમ્સમાં પ્રથમ વખત મહિલા ડબલ્સમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ત્યાર બાદ આ જ જોડીએ 2018 ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં સિલ્વર જીત્યો હતો. આ ગેમ્સમાં ઘોષાલ અને દીપિકાએ મિક્સ ડબલ્સમાં સિલ્વર જીત્યો હતો. આ ત્રણેય ખેલાડીઓ આ વખતે પણ ડબલ્સમાં મેડલ જીતવાના ઈરાદા સાથે આવશે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">