CSK vs SRH: ધોનીનુ નામ લિધા વિનાજ ઇરફાન પઠાણે કરેલી ટ્વિટ ને લઇને મચી ધમાલ, સોશિયલ મિડીયા પર ચાહકોએ ઘણું બધુ સંભળાવી લીધુ.

|

Oct 04, 2020 | 7:13 AM

ચેન્નાઇ સુપર કિંગ્સ ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 36 બોલમાં 47 રનની રમત રમી હતી. આ દરમ્યાન તે મેદાનમાં કંઇક પીડા અનુભવતા હોય તેમ પણ લાગ્યુ હતુ. ધોની 39 વર્ષનો છે અને હવે તેમની ફીટનેશને લઇને પણ તેમની સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. ધોની મેચ દરમ્યાન જ 19 મી ઓવરમાં જ […]

CSK vs SRH: ધોનીનુ નામ લિધા વિનાજ ઇરફાન પઠાણે કરેલી ટ્વિટ ને લઇને મચી ધમાલ, સોશિયલ મિડીયા પર ચાહકોએ ઘણું બધુ સંભળાવી લીધુ.

Follow us on

ચેન્નાઇ સુપર કિંગ્સ ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 36 બોલમાં 47 રનની રમત રમી હતી. આ દરમ્યાન તે મેદાનમાં કંઇક પીડા અનુભવતા હોય તેમ પણ લાગ્યુ હતુ. ધોની 39 વર્ષનો છે અને હવે તેમની ફીટનેશને લઇને પણ તેમની સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. ધોની મેચ દરમ્યાન જ 19 મી ઓવરમાં જ ગર્મી થી ખુબ જ બેહાલ સ્થિતીમાં નજર આવવા લાગ્યો હતો. તેણે મેદાન પર ફિઝીયોને બોલાવવો પડ્યો હતો અને તેણે દવા પણ લેવી પડી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મેચના આગળના દિવસે ઇરફાન પઠાણે એક ટ્વીટ કર્યુ હતુ. હવે તે ટ્વીટને લઇને વિવાદ સર્જાયો છે. જોકે ઇરફાને એ ટ્વીટમાં કોઇની નામ નહોતુ લીધુ પરંતુ, હવે એમ લાગી રહ્યુ છે કે તે ધોની પર જ નિશાન તાકેલુ હતુ. ઇરફાન પઠાણે ટ્વીટર પર લખ્યુ હતુ કે, કેટલાક લોકો માટે ઉંમર એક આંકડો જ છે, જ્યારે બાકીના લોકો માટે ટીમમાંથી બહાર કરવા માટે નુ એક કારણ. હવે આ વાતને લઇને ધોનીના સમયને ચાહકો યાદ કરવા લાગ્યા છે. તેના જ સમયમાં કેટલાક દિગ્ગજ ક્રિકેટરોને વધતી ઉંમર અને ફીટનેશના કારણે જગ્યા નહોતી અપાઇ. ધોનીની ટીમમાં ઇરફાન પઠાણ પણ ટીમ થી બહાર થયા હતા અને પછી ફરી થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સામેલ નહોતો થઇ શક્યો. રાહુલ દ્રાવિડ, વિરેન્દ્ર સહેવાગ અને સૌરવ ગાંગુલી જેવા મોટા નામ તેના જ સમયગાળા દરમ્યાન ટીમ થી બહાર થયા હતા. ઇરફાન પઠાણ ના આ ટ્વીટને લઇને ચાહકોએ ધોનીને ખુબ જ સાચુ ખોટુ સંભળાવી દીધુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article