ચેન્નાઈ સામેની વિરાટની સફળ ઈનીંગ્સ બાદ સોશિયલ મીડિયા પર વિરાટ-અનુષ્કા તરફી માહોલ બદલાયો, અનુષ્કાની પ્રેમ ભરેલી ફ્લાંઈગ કીસ થઈ વાયરલ

|

Oct 11, 2020 | 8:41 PM

વિરાટ કોહલીનું બેટ ઘણા દિવસો શાંત નથી રહી શક્યુ. એ વાતનું સૌથી તાજુ ઉદાહરણ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે તેની 90 રનની અણનમ ઈનીંગ છે. કોહલીએ જે સંજોગો વચ્ચે તે ઈનીંગ રમી હતી તે વાત તો ખાસ હતી જ સાથે જ એટલી જ સ્પેશીયલ ઇનીંગ્સ તે વખતે સ્ટેન્ડમાં બેસેલી તેની પત્ની અનુષ્કા શર્મા માટે પણ રહી […]

ચેન્નાઈ સામેની વિરાટની સફળ ઈનીંગ્સ બાદ સોશિયલ મીડિયા પર વિરાટ-અનુષ્કા તરફી માહોલ બદલાયો, અનુષ્કાની પ્રેમ ભરેલી ફ્લાંઈગ કીસ થઈ વાયરલ

Follow us on

વિરાટ કોહલીનું બેટ ઘણા દિવસો શાંત નથી રહી શક્યુ. એ વાતનું સૌથી તાજુ ઉદાહરણ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે તેની 90 રનની અણનમ ઈનીંગ છે. કોહલીએ જે સંજોગો વચ્ચે તે ઈનીંગ રમી હતી તે વાત તો ખાસ હતી જ સાથે જ એટલી જ સ્પેશીયલ ઇનીંગ્સ તે વખતે સ્ટેન્ડમાં બેસેલી તેની પત્ની અનુષ્કા શર્મા માટે પણ રહી હતી. અનુષ્કા સામે જ રનનો ઢગલો ખડકીને વિરાટ કોહલીએ તે આલોચકોને પણ જવાબ આપી દીધો હતો જે તેને ખરાબ પરફોર્મન્સ માટે અનુષ્કાને પણ જવાબદાર ઠેરવવા લાગ્યા હતા.

https://twitter.com/Mani_Dhfpb/status/1315110269681430528?s=20

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

https://twitter.com/DishaKirtania/status/1315161106193686528?s=20

અગાઉ મોટેભાગે તે જોવા મળતુ હતુ કે, વિરાટ કોહલીની નિષ્ફળતાનું ઠીકરુ અનુષ્કા શર્મા પર ફોડવામાં આવતુ હતુ. લોકોએ તેને અનેક વખતે ખરાબ રીતે ટ્રોલ કરી છે. જો કે આ વખતે સોશિયલ મીડિયાએ પોતાના સુર બદલ્યા છે. વિરાટ કોહલીની શાનદાર ઈનીંગ્સ પછી હવે અનુષ્કાના સપોર્ટમાં પોસ્ટ કરવા લાગ્યા છે. ટ્વીટર પર પણ ના ફક્ત કોહલી પરંતુ હવે અનુષ્કા પર પણ વખાણના ફુલોને વરસવા લાગ્યા છે. થોડાક દિવસો પહેલા જે તેને ગાળો આપી રહ્યા હતા તે હવે તેના ગુણગાન ગાઈ રહ્યા છે. કમાલની વાત પણ એ રહી છે કે સારી રમત રમ્યા બાદ વિરાટ કોહલી જ્યારે પેવેલીયન પરત ફરી રહ્યો હતો, ત્યારે અનુષ્કાએ તેને પ્રેમથી ભરેલ ફ્લાંઇગ કિસ પણ આપી હતી. જેનો હવે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થવા લાગ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

https://twitter.com/Tujaanenaah/status/1314988872116310017?s=20

ઉલ્લેખનીય છે કે, અનુષ્કા પર કોહલીના પરફોર્મન્સની અસર પડી હોય એવુ પ્રથમ વાર નથી. ટી-20 લીગની આ સિઝનમાં જ પંજાબ સામેની મેચ બાદ વિરાટ અને અનુષ્કા પર સોશિયલ મીડિયા મારફતે લોકોએ ટીપ્પણીઓ કરી હતી. સુનિલ ગાવાસ્કર પણ અનુષ્કાને લઈને કોમેન્ટ્રીમાં ઉલ્લેખ કરતા વિવાદ ચગ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article