IPLની શરૂઆત પહેલા જ CSKએ તેના ખેલાડીઓનુ કર્યું સન્માન, રવિન્દ્ર જાડેજાને તલવારથી નવાજવામાં આવ્યો

|

Sep 18, 2020 | 7:17 AM

આઈપીએલની શરૂઆત પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમના ખેલાડીઓનુ ફ્રેન્ચાઇઝી દ્રારા સન્માન કરવામાં આવ્યુ હતું. ગુરુવારે પોતાના ખેલાડીઓને સન્માનિત કરવા માટે એક કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં ટીમને યોગદાન આપનાર તમામ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, શેન વોટ્સન, વેસ્ટ ઇન્ડીઝના હરફનમૌલા, ડ્રેન બ્રાવો જે હમણાં હમણાં જ ટી-૨૦ ફોરમેટમાં પાંંચસો […]

IPLની શરૂઆત પહેલા જ CSKએ તેના ખેલાડીઓનુ કર્યું સન્માન, રવિન્દ્ર જાડેજાને તલવારથી નવાજવામાં આવ્યો

Follow us on

આઈપીએલની શરૂઆત પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમના ખેલાડીઓનુ ફ્રેન્ચાઇઝી દ્રારા સન્માન કરવામાં આવ્યુ હતું. ગુરુવારે પોતાના ખેલાડીઓને સન્માનિત કરવા માટે એક કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં ટીમને યોગદાન આપનાર તમામ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, શેન વોટ્સન, વેસ્ટ ઇન્ડીઝના હરફનમૌલા, ડ્રેન બ્રાવો જે હમણાં હમણાં જ ટી-૨૦ ફોરમેટમાં પાંંચસો  વિકેટ ઝડપનારો પ્રથમ ક્રિકેટર બન્યો છે. તેમને પણ શાનદાર પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સીએસકે દ્વારા જાડેજાને પણ તેના યોગદાનને લઈને સુંદર ભેટ આપીને નવાજવામાં આવ્યો હતો. જાડેજાને તેના તલવારબાજીના શોખને ધ્યાને રાખીને સીએસકે ફેન્ચાઇઝી દ્રારા એક સુંદર તલવાર ભેટ આપીને સન્માનિત કરાયા હતો. ઉલ્લેખનિય છે કે તેના કેટલીક વાર વિડીયો પણ તલવાર વીંઝતા કાંડાના કરતબના સામે આવ્યા છે. તો બેટને પણ મેદાનમાં તલવાર બાજીની જેમ ઉત્સાહમાં વીંઝતો પણ જોવા મળે છે.

સો કરતા વધુ વિકેટ ઝડપવા સાથે વધુ રન બનાવનારો બોલર રવિન્દ્ર જાડેજા છે. તેણે સો વિકેટ સાથે  1900 થી વધુ રન બનાવ્યા છે. જે ભારતીય ખેલાડીઓમાંથી એક માત્ર બોલર છે. પુરસ્કાર મળ્યા પછી રવિન્દ્રસિંહ જાડેજાએ ખુશી વ્યક્ત કરી હતી અને આ માટે તેઓ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પોતાની ખુશીને રજૂ કરી હતી. તેઓ એ એક વિડીયો શેર કરતા લખ્યું છે કે  મારા સન્માન બદલ સીએસકે નો ખુબ ખુબ આભાર, આ અદભુત ફ્રેન્ચાઇઝી સાથે રમવું મારા માટે સન્માનની વાત છે. 19 સપ્ટેમ્બરે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અબુધાબીમાં આઈપીએલની પ્રથમ મેચ રમાશે. મહેન્દ્રસિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ ને ચોથી વાર ટાઇટલ અપાવવાના પ્રયાસ સાથે મેદાનમાં ઊતરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article