યુવરાજ સિંહની છગ્ગા વાળી રમત બરકરાર! એક ઓવરમાં ફરી એકવાર 4 છગ્ગા ઝડી દીધા

|

Mar 17, 2021 | 11:18 PM

રાયપુરમાં હાલમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series) રમાઈ રહી છે. જેની સેમિફાઈનલ મેચમાં યુવરાજસિંહ (Yuvraj Singh) અને કેપ્ટન સચિન તેંડુલકર (Sachin Tendulkar)એ જોરદાર રમત રમી હતી.

યુવરાજ સિંહની છગ્ગા વાળી રમત બરકરાર! એક ઓવરમાં ફરી એકવાર 4 છગ્ગા ઝડી દીધા
Yuvraj Singh

Follow us on

રાયપુરમાં હાલમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series) રમાઈ રહી છે. જેની સેમિફાઈનલ મેચમાં યુવરાજસિંહ (Yuvraj Singh) અને કેપ્ટન સચિન તેંડુલકર (Sachin Tendulkar)એ જોરદાર રમત રમી હતી. જેને લઈને ઈન્ડીયા લીજેન્ડ (India Legend)એ વેસ્ટ ઈન્ડીઝ લીજેન્ડ (West Indies Legend) સામે 219 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ભારતીય ઈનીંગ દરમ્યાન મોટાભાગના ખેલાડીઓએ સારી રમત દર્શાવી હતી. જોકે ઈનીંગમાં જે રમત સૌથી અલગ અને જોરદાર રહી હતી તે યુવરાજ સિંહની હતી. તેણે પોતાની ઈનીંગ દરમ્યાન વેસ્ટ ઈન્ડીઝના મહેન્દ્ર નગામટ્ટૂ (Mahendra Nagamattu)ની એક જ ઓવરમાં ચાર છગ્ગા લગાવી દીધા હતા. તેમની આ રમત પર હવે સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થવા લાગી છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

પોતાની 49 રનની ઈનીંગ રમવા યુવરાજસિંહે આ માટે માત્ર 20 જ બોલની રમત રમી હતી. આ દરમ્યાન તેના બેટથી માત્ર એક જ ચોગ્ગો લગાવ્યો હતો, જ્યારે 6 છગ્ગાની રમત રમી હતી. તેણે ચોથી વિકેટ માટે ઓલરાઉન્ડર યુસુફ પઠાણ સાથે 35 બોલમાં 78 રનની ભાગીદારી કરી હતી. પઠાણે પણ ટીમ માટે ઉપયોગી રમત રમી હતી, તેણે 20 બોલમાં 37 રન કર્યા હતા. જેમાં તેણે બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવ્યા હતા. યુવરાજસિંહે આ જ ટુર્નામેન્ટ દરમ્યાન દક્ષિણ આફ્રિકા સામે એક જ ઓવરમાં લગાતાર ચાર છગ્ગા લગાવી દીધા હતા. જાનડેર ડી બ્રૂનની એક જ ઓવરમાં ચાર બોલ પર ચાર છગ્ગા લગાવ્યા હતા. તેની આ રમતને લઈને તેની 2007માં એક જ ઓવરમાં છ છગ્ગાની રમત તાજી થઈ આવી હતી.

https://twitter.com/officialverma_6/status/1372209122838409217?s=20

 

યુવરાજ સિંહની આ બંને ઈનીંગ દરમ્યાન તેમના ચાહકોને તેની 2007ની રમત જરુર યાદ આવી જાય એ સ્વભાવિક છે. તેણે તે મેચમાં ઇંગ્લેંડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં છ બોલમાં છગ્ગા લગાવ્યા હતા. જે તેના નામે વિશ્વવિક્રમ નોંધાયો હતો. જે T20 ક્રિકેટમાં પ્રથમવાર આમ બન્યુ હતુ, કે જેણે કોઈ એક જ બોલરની ઓવરમાં સળંગ છ છગ્ગા લગાવી દીધા હોય. હાલમાં જ આ ઘટનાનું પુનરાવર્તન વેસ્ટ ઈન્ડીઝમાં થયુ હતુ. કિરોન પોલાર્ડે શ્રીલંકા સામેની T20 મેચમાં છ છગ્ગા એક જ ઓવરમાં લગાવ્યા હતા. આમ પોલાર્ડ T20 ક્રિકેટમાં એક જ ઓવરમાં છ છગ્ગા લગવાનારો બીજો બેટ્સમેન બન્યો છે. વન ડે ક્રિકેટમાં યુવરાજ પહેલા જ હર્ષલ ગિબ્સે પણ આવુ જ પરાક્રમ સ્કોટલેન્ડ સામે કર્યુ હતુ.

 

આ પણ વાંચો: Big Breaking: કુશ્તીની ફાઈનલ હાર્યા બાદ બબીતા ફોગટની ‘બહેને’ કરી આત્મહત્યા

Next Article