Cricket: આ ખેલાડીઓએ વન ડે ઇનીંગમાં બાઉન્ડરી વડે સૌથી વધુ રન ફટકાર્યા છે, રોહિત અને સહેવાગ પણ સામેલ

|

May 19, 2021 | 10:09 PM

ક્રિકેટમાં હવે રન બનાવવાની ગતીમાં પરિવર્તન છે. અગાઉના વર્ષોના પ્રમાણમાં અને હાલના સમયમાં રનની ગતી માં ખાસ્સો ફરક છે. ઝડપી રનની ગતી પર ફેન્સ પણ ખૂબ રોમાંચ અનુભવતા હોય છે. જેને લઇને હવે મોટેભાગે ક્રિકેટના તમામ ફોર્મેટમાં રનની ઝડપ વધેલી જોવામ મળે છે.

Cricket: આ ખેલાડીઓએ વન ડે ઇનીંગમાં બાઉન્ડરી વડે સૌથી વધુ રન ફટકાર્યા છે, રોહિત અને સહેવાગ પણ સામેલ
Rohit and Sehwag

Follow us on

ક્રિકેટમાં હવે રન બનાવવાની ગતીમાં પરિવર્તન છે. અગાઉના વર્ષોના પ્રમાણમાં અને હાલના સમયમાં રનની ગતી માં ખાસ્સો ફરક છે. ઝડપી રનની ગતી પર ફેન્સ પણ ખૂબ રોમાંચ અનુભવતા હોય છે. જેને લઇને હવે મોટેભાગે ક્રિકેટના તમામ ફોર્મેટમાં રનની ઝડપ વધેલી જોવામ મળે છે. ખાસ કરીને મર્યાદીત ઓવરના ફોર્મેટમાં બેટ્સમેનો પણ આક્રમકતા મોટેભાગે અપનાવતા જોવા મળતા હોય છે. એવામાં મોટાભાગના બેટ્સમેનો ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ વરસાવતા રહેતા હોય છે.

આવા જ કેટલાક ધુંઆધાર બેટ્સમેનો છે કે, જેઓએ ચોગ્ગા અને છગ્ગા વડે રન વધારે બનાવ્યા છે. તેવા બેટ્સમેનો મોટી મોટી ઇનીંગ પણ રમવા માટે સક્ષમ છે. આ યાદીમાં એવા પણ કેટલાક એવા પણ બેટ્સમેનોના નામ છે, જેઓએ માત્ર ચોગ્ગા અને છગ્ગા વડે જ વધારે રન બનાવ્યા છે. આવી પાંચ સૌથી વધુ ચોગ્ગા છગ્ગા રન ધરાવતી ઇનીંગ પર નજર કરીએ.

01 રોહિત શર્મા
કલકત્તામાં 13 નવેમ્બર 2014માં રમાયેલી શ્રીલંકા સામેની મેચમાં રોહિત શર્મા (Rohit Sharma) એ 264 રનની ઇનીંગ રમી હતી. જે વન ડે ઇતિહાસનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. રોહિત શર્માએ આ ઇનીંગ રમવા દરમ્યાન 33 ચોગ્ગા અને 9 છગ્ગા લગાવ્યા હતા. તેણે ધુંઆધાર બેટીંગ દરમ્યાન 186 રન તો માત્ર ચોગ્ગા અને છગ્ગા વડે જ ફટકાર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

02 માર્ટીન ગુપ્ટીલ
ન્યુઝીલેન્ડ ના ઓપનર બેટ્સમેન માર્ટીન ગુપ્ટીલ એ વિશ્વકપ 2015માં વેસ્ટઇન્ડીઝ સામે 163 બોલમાં 237 રનની ઇનીંગ રમી હતી. જે રમત દરમ્યાન તેણે 24 ચોગ્ગા અને 11 છગ્ગા લગાવ્યા હતા. આમ ચોગ્ગા અને છગ્ગા વડે તેમે 162 રન બનાવ્યા હતા.

03 શેન વોટ્સન
ઓસ્ટ્રેલીયાના પૂર્વ ઓપનર શેન વોટ્સન એ 11 એપ્રિલ 2011માં ઢાકામાં બાંગ્લાદેશ સામે 96 બોલમાં 185 રનની જબરદસ્ત ઇનીંગ રમી હતી. તેમે તે ઇનીંગમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગા લગાવ્યા હતા. આમ તેણે 150 રન ચોગ્ગા અને છગ્ગા વડે કર્યા હતા. આમ તે આ યાદીમાં ત્રીજા ક્રમે છે.

04 રોહિત શર્મા
ટોપ ફાઇવ માં બે વખત આ યાદીમાં રોહિત શર્મા સામેલ છે. તેણે 2 નવેમ્બર 2013માં બેંગ્લોરમાં ઓસ્ટ્રેલીયા સામે જબરદસ્ત બેવડુ શતક લગાવ્યુ હતુ. તેણે 158 બોલમાં 209 રન ફટકાર્યા હતા. જે દરમ્યાન તેણે 12 ચોગ્ગા અને 16 છગ્ગા લગાવ્યા હતા. તેણે કુલ 144 રન ચોગ્ગા અને છગ્ગા વડે મેળવ્યા હતા.

05 વિરેન્દ્ર સહેવાગ
આ યાદીમાં ભારતના પૂર્વ ઓપનનર અને ઘુંઆધાર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) પાંચમા સ્થાને છે. તે તેની સ્ફોટક બેટીંગ માટે જાણીતો છે. તે 8 ડિસેમ્બર 2011માં ઇંદોરમાં વેસ્ટઇન્ડીઝ સામે બેવડુ શતક લગાવ્યુ હતુ, સહેવાગે 149 બોલમાં 219 રન ફટકાર્યા હતા. તેણે જે ઇનીંગમાં 25 ચોગ્ગા અને 7 છગ્ગા લગાવ્યા હતા. તેણે 142 રન ચોગ્ગા છગ્ગા વડે જ ફટકાર્યા હતા.

Next Article