Cricket: ટીમ ઇન્ડીયાના ખેલાડીઓને ઇંગ્લેંડ પ્રવાસે જવા આ કારણે વહેલા મુંબઇ પહોંચી જવા કહેવાયુ

|

May 11, 2021 | 5:40 PM

BCCI એ ઇંગ્લેંડ પ્રવાસ પર જનાર ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ને 19 મે ના રોજ બાયોબબલમાં આવી જવા માટે કહેવામાં આવ્યુ છે. ટીમ ઇન્ડીયા (Team India) એ જૂનના પ્રથમ સપ્તાહમાં ઇંગ્લેંડ પ્રવાસ માટે રવાના થવાનુ છે.

Cricket: ટીમ ઇન્ડીયાના ખેલાડીઓને ઇંગ્લેંડ પ્રવાસે જવા આ કારણે વહેલા મુંબઇ પહોંચી જવા કહેવાયુ
Team India

Follow us on

BCCI એ ઇંગ્લેંડ પ્રવાસ પર જનાર ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ને 19 મે ના રોજ બાયોબબલમાં આવી જવા માટે કહેવામાં આવ્યુ છે. ટીમ ઇન્ડીયા (Team India) એ જૂન ના પ્રથમ સપ્તાહમાં ઇંગ્લેંડ પ્રવાસ માટે રવાના થવાનુ છે. જ્યાં સૌ પ્રથમ ટીમ ઇન્ડીયા 18 જૂન થી શરુ થતી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલ મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે. ત્યાર બાદ ઓગષ્ટ મહિનામાં ઇંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમશે.

આ દરમ્યાન ટીમ ઇન્ડીયાને આઠ દીવસ માટે બાયોબબલમાં રહેવા માટે ની યોજના ઘડવામાં આવી છે. જેના અંતર્ગત તમામ ખેલાડી મુંબઇમાં રહેશે. જ્યાં થી ટીમ ઇંગ્લેંડ ના સાઉથમ્પટન પહોંચશે. જે અંગે એક ખેલાડીના હવાલા થી સામે આવેલા મીડિયા રિપોર્ટનુસાર 19 મે સુધીમાં તેઓને મુંબઇ પહોંચવા માટે કહેવામાં આવ્યુ છે. જોકે તે સંભવિત તારીખ માનવામાં આવી રહી છે. આ અંગે ખૂબ જ જલ્દી કન્ફર્મેશન મોકલવામાં આવશે.

દરમ્યાન બીસીસીઆઇ ના એક અધીકારીએ કહ્યુ હતુ કે, બ્રિટનમાં ટીમ ઇન્ડીયાને હાર્ડ ક્વોરન્ટાઇન થી બચાવવા માટે ભારતમાં જ બાયોબબલ બનાવવામાં આવી રહ્યુ છે. આ અધિકારીએ મિડીયા સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે, કેટલાક ખેલાડીઓ એવા છે કે, તેઓ લાંબા સમય થી બબલમાં છે અને આઠ નવ મહિના થી ક્વોરન્ટાઇન અનુભવી રહ્યા છએ. જેના થી તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. તેઓ ભારતમાં બબલમાં જવા માટે તૈયાર છે, ત્યાર બાદ બીસીસીઆઇ બબલથી બીજા બબલમાં ખેલાડીઓને શિફ્ટ કરી શકે છે. જોકે આ વખતે વાતચીત મુશ્કેલ બનશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભારત ને હાલમાં બ્રિટન સરકારે કોરોના વાયરસને લઇને રેડ લીસ્ટ હેઠળ રાખ્યુ છે. કોઇ વિદેશી જો બ્રિટીશ સિમામાં પ્રવેશ કરે છે, તો તેણે 14 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવુ પડે છે. બીસીસીઆઇ એ હાલમાં બબલ ને લઇને ઇંગ્લેંડ ક્રિકેટ બોર્ડ સાથે વાતચીત કરી રહ્યુ છે. જેમાં બે સપ્તાહના ક્વોરન્ટાઇનને ઘટાડવા માટે વાત કરી છે. બીસીસીઆઇ ઇચ્છે છે કે, જ્યારે ખેલાડી ભારતમાં બાયોબબલમાં રહેશે તો, તેમના ક્વોરન્ટાઇનને ઘટાડવામાં આવે.

Next Article