Cricket: લાંબા સમય બાદ કેમ પડોશી દેશનો પ્રવાસ ખેડી રહી છે ભારતીય ક્રિકેટ ટીમ ? જાણો આયોજન

|

May 18, 2021 | 6:27 PM

આઇપીએલ 2021 કોરોના વાયરસને લઇને અધવચ્ચે જ રોકી દેવી પડી હતી. હજુ 31 મેચ રમવાની બાકી છે અને તેને લઇને પણ અનિશ્વિતતાઓ વર્તાઇ રહી છે. આ દરમ્યાન હવે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ને લઇને હવે મહત્વની જાણકારી સામે આવી રહી છે.

Cricket: લાંબા સમય બાદ કેમ પડોશી દેશનો પ્રવાસ ખેડી રહી છે ભારતીય ક્રિકેટ ટીમ ? જાણો આયોજન
Team India

Follow us on

આઇપીએલ 2021 કોરોના વાયરસને લઇને અધવચ્ચે જ રોકી દેવી પડી હતી. હજુ 31 મેચ રમવાની બાકી છે અને તેને લઇને પણ અનિશ્વિતતાઓ વર્તાઇ રહી છે. આ દરમ્યાન હવે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ને લઇને હવે મહત્વની જાણકારી સામે આવી રહી છે. ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ અને શ્રીલંકાના પ્રવાસ બાદ પાડોશી દેશ બાંગ્લાદેશના ક્રિકેટ પ્રવાસે (India Tour Of Bangladesh) જશે. જ્યાં બાંગ્લાદેશ સાથે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે, સાથે 3 વન ડે મેચની સિરીઝ પણ રમાશે. સાત વર્ષ બાદ ભારતીય ટીમ બાંગ્લાદેશનો પ્રવાસ ખેડશે.

આઇસીસી ના 2013 થી 2018 ના વર્ષ દરમ્યાન ચાલેલા પાછળના પ્રવાસ પ્રોગ્રામને જોવામાં આવે તો, ટીમ ઇન્ડીયા બે વાર બાંગ્લાદેશનો પ્રવાસ કરી ચુકી છે. 2014-15 ના વર્ષ દરમ્યાન બે વખત બાંગ્લાદેશ પ્રવાસ ખેડ્યો હતો. ત્યાર બાદ ટીમ ઇન્ડીયા પાડોશી દેશના પ્રવાસે નથી ગઇ. જોકે હવે ટીમ ઇન્ડીયા આગામી વર્ષ 2022માં બે ટેસ્ટ અને ત્રણ વન ડે મેચની શ્રેણી માટે બાંગ્લાદેશ પ્રવાસ કરવાનુ આયોજન છે. જે પ્રવાસ આગામી વર્ષ નવેમ્બરમાં યોજવામાં આવશે. વર્ષ 2015 માં જ્યારે પાછલી વખતે ભારતીય ટીમ એ બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો, ત્યારે એક ટેસ્ટ અને ત્રણ વન ડે મેચની સિરીઝ રમી હતી.

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ 2019માં ભારત પ્રવાસે આવી હતી
વર્ષ 2017માં બાંગ્લાદેશ ની ટીમ એક ટેસ્ટ મેચ રમવા માટે ભારત પ્રવાસે આવી હતી. જ્યારે છેલ્લે 2019માં બે ટેસ્ટ મેચની સિરીઝ અને ત્રણ ટી20 મેચની સિરીઝ રમવા બાંગ્લાદેશની ટીમ ભારત પ્રવાસે આવી હતી. ભારત બાંગ્લાદેશ વચ્ચેની જે ટેસ્ટ મેચ ભારતની પ્રથમ પિંક બોલ ટેસ્ટ મેચ હતી. જે કલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાઇ હતી. જે મેચ આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો હતી.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ઓસ્ટ્રેલીયન ટીમ આ વર્ષે બાંગ્લાદેશનો પ્રવાસ ખેડવાનુ આયોજન કરી રહી છે. ઇંગ્લેડની ટીમ પણ આઇસીસી ટી20 વિશ્વકપ પહેલા બાંગ્લાદેશનો પ્રવાસ ખેડશે. જ્યાં ટી20 અને વન ડે સિરીઝ રમશે. આ ઉપરાંત જાન્યુઆરી 2023 સુધી ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, અફગાનીસ્તાન અને વેસ્ટઇન્ડીઝ ની ટીમો પણ બાંગ્લાદેશનો પ્રવાસ આયોજન કરી રહી છે.

Next Article