Cricket: જે ગેમ રમતા રમતા વિરાટ કોહલી કાયમ મારી સામે હારી જાય છે તે ગેમ મારે વિરાટને શિખવાડવી છેઃ શુભમન ગીલ

|

May 12, 2021 | 6:04 PM

શુભમન ગીલે (Shubman Gill) આ વર્ષે ભારતના ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) દરમ્યાન ટેસ્ટ સિરીઝ દરમ્યાન પોતાનુ બેટીંગ પ્રદર્શન સારુ કર્યુ હતુ. ઓસ્ટ્રેલીયા સામે શુભમન ગીલ ને ત્રણ ટેસ્ટ મેચ રમવાનો મોકો મળ્યો હતો.

Cricket: જે ગેમ રમતા રમતા વિરાટ કોહલી કાયમ મારી સામે હારી જાય છે તે ગેમ મારે વિરાટને શિખવાડવી છેઃ શુભમન ગીલ
Shubman Gill-Virat Kohli

Follow us on

શુભમન ગીલે (Shubman Gill) આ વર્ષે ભારતના ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) દરમ્યાન ટેસ્ટ સિરીઝ દરમ્યાન પોતાનુ બેટીંગ પ્રદર્શન સારુ કર્યુ હતુ. ઓસ્ટ્રેલીયા સામે શુભમન ગીલ ને ત્રણ ટેસ્ટ મેચ રમવાનો મોકો મળ્યો હતો. તેણે જે પ્રકારે ધીરજપૂર્વક સુંદરતા થી ઓસ્ટ્રેલીયન ઝડપી બોલરોને સામનો કર્યો હતો. તેને સૌ એ વખાણ્યો હતો. જોકે ઇંગ્લેંડ સામેની ઘરેલુ ટેસ્ટ સિરીઝમાં તેનુ બેટ ચાલી શક્યુ નહોતુ. આટલુ જ નહી પરંતુ IPL 2021 માં પણ તે પોતાની ટીમ કલકત્તા માટે કંઇક ખાસ નથી કરી શક્યો, જોકે તેને ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) માટે સ્થાન આપવામાં આવ્યુ છે.

શુભમન ગીલ એ એક સ્પોર્ટ મીડિયા સંસ્થાના શોમાં ભાગ લેવા દરમ્યાન કેટલાક સવાલોના જવાબ આપ્યા હતા. તેને એક સવાલ પુછવામાં આવ્યો હતો કે, તમે ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી ને એક કઇ બાબત શીખવી શકો છો. તે સવાલ ના જવાબમાં ગીલ એ ખૂબ જ મજેદાર જવાબ આપ્યો હતો.

તેણે કહ્યુ, હું વિરાટ કોહલીને ફિફા ગેમ શિખવવા ઇચ્છુ છુ. તેણે ખુલાસો કર્યો હતો કે, આ રમતમાં કોહલી આ રમતમાં હંમેશા તેનાથી હારી જાય છે. તે કેપ્ટન કોહલીને આ રમત શિખવવા ઇચ્છે છે. તો વળી ગીલ એ પણ પૂછવામાં આવ્યુ હતુ કે, ભારત માટે એ કઇ મેચનો હિસ્સો બનાવ ઇચ્છે કે જે પોતાના માટે એક યાદગાર હોઇ શકે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શુભમન ગીલ એ તેનો જવાબ આપતા કહ્યુ હતુ કે, તેણે જો અતિતમાં જઇને જો કોઇ મેચ રમવાની હોય તો તે 2011 ના વન ડે વિશ્વકપની ફાઇનલ મેચ નો હિસ્સો બનવા ઇચ્છશે. જેમાં ટીમ ઇન્ડીયા એ 28 વર્ષ બાદ ભારતને બીજી વખત વિશ્વકપ અપાવ્યો હતો. જેના કેપ્ટન એમએસ ધોનીની હતા અને જે વેળા ભારતીય ટીમ એ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જેની ફાઇનલ મેચમાં ભારતે શ્રીલંકાને હરાવ્યુ હતુ. તો વળી શુભમન ગીલે કહ્યુ હતુ કે, તે તેના પિતાને T20 વિશ્વકપ આપવા માંગે છે.

Next Article