Cricket: શ્રીલંકા પ્રવાસ પહેલા જ શ્રેયસ ઐયર ઇજામાંથી સ્વસ્થ થવા ફિટનેશ પર ફોકસ કરવા લાગ્યો

|

May 14, 2021 | 10:23 AM

દિલ્હી કેપિટલ્સની ટીમના નિયમિત કેપ્ટન અને ટીમ ઇન્ડીયાના મર્યાદિત ઓવર સ્પેશિયાલીસ્ટ બેટ્સમેન શ્રેયસ ઐયર પોતાના ફિટનેશ અપડેટ વિડીયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

Cricket: શ્રીલંકા પ્રવાસ પહેલા જ શ્રેયસ ઐયર ઇજામાંથી સ્વસ્થ થવા ફિટનેશ પર ફોકસ કરવા લાગ્યો
Shreyas Iyer

Follow us on

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની ટીમના નિયમિત કેપ્ટન અને ટીમ ઇન્ડીયા (Team India) ના મર્યાદિત ઓવર સ્પેશિયાલીસ્ટ બેટ્સમેન શ્રેયસ ઐયર (Shreyas Iyer,) પોતાના ફિટનેશ અપડેટ વિડીયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ખભાની ઇજા બાદ શ્રેયસ ઐયરે હળવુ વર્કઆઉટ શરુ કર્યું છે. આ સાથે તેણે એ પણ સંકેત ફેન્સને આપ્યો છે કે, ખૂબ જલ્દી થી મેદાન પર પરત ફરી શકે છે.

ઐયર આ વર્ષે જ ઇંગ્લેડ સામેની વન ડે શ્રેણી દરમ્યાન ફિલ્ડીંગ કરવા વેળા ઇજા પામ્યો હતો. તેને ખભામાં ઇજા પહોંચી હતી. જેને લઇ તેણે સર્જરી કરવી પડી હતી. શ્રેયસે ઇજાને કારણે આઇપીએલ 2021 માં પણ ભાગ લેવાથી દુર રહેવુ પડ્યું હતું. જેના બદલે દિલ્દી કેપિટલ્સની કેપ્ટનશીપ ઋષભ પંતે નિભાવી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઐયરે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કરીને લખ્યુ હતું કે, કાર્ય જારી છે, અહી જોતા રહો. વિડીયોમાં ઐયર અત્યારે ઇન્ટેસ વર્કઆઉટ કરતો જોવા નથી મળી રહ્યો. તેણે હળવા વર્ક આઉટ ની શરુઆત કરી હતી.

ભારતીય ક્રિકેટ ટીમ જુલાઇમાં શ્રીલંકા પ્રવાસ પર મર્યાદિત ઓવરની સિરીઝ માટે પ્રવાસે જનારી છે. પહેલા એમ માનવામાં આવી રહ્યું હતું કે, વિરાટ કોહલી અને રોહિત શર્માની ગેરહાજરીમાં શ્રેયસ ઐયરને ટીમ ઇન્ડીયાની કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે. જોકે હાલ તો તેના શ્રીલંકા પ્રવાસ ખેડવા પર જ મુશ્કેલ લાગી રહ્યું છે.

આઇપીએલ 2021 ના બાયોબબલમાં કોરોના સંક્રમણ ફેલાવવાને લઇને ટુર્નામેન્ટને સ્થગીત કરી દેવાઇ હતી. આઇપીએલની બાકી રહેલી 31 મેચો નું આયોજન ક્યાં અને ક્યારે થઇ શકે છે એ અંગે હજુ કોઇ સ્પષ્ટતા નથી. જો કે આગામી ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં આયોજન કરાશે તો, ઐયર દિલ્હીની ટીમ સાથે પરત જોડાઇ શકે છે.

Next Article